SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ અર્થ :— જેમ સૂર્યનો પ્રાતઃકાળમાં ઉદય થતાં પૂર્વ દિશા સુંદર રીતે શોભાયમાન બને છે તેમ ત્રણભુવનના નાથ એવા સુત એટલે પુત્રને કુક્ષીમાં ઘારણ કરવાથી માતા પણ શોભાયમાન થયા. ।।૭૫।। ગર્ભ અગાઉ છ માસથી, વર્ણી નવ માસ કુબેર, નિત્ય પંચ આશ્ચર્યસા કરે ભક્તિ નૃપ-ઘેર. ૭૬ ૨૨૦ અર્થ :– પ્રભુના ગર્ભ-પ્રવેશ અગાઉ છ મહિનાથી તથા વળી પ્રભુ ગર્ભમાં રહ્યા તે નવ મહીના સુધી ઇન્દ્રના આદેશથી કુબેરદેવ પ્રભુના પિતાને ઘેર હમેશાં રત્નોની, સુવર્ણની, પુષ્પની વૃષ્ટિ કરીને એ પંચ આશ્ચર્ય વડે પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે. ।।૭૬।। * માગશર વિંદ એકાદશી જન્મ્યા પાર્શ્વકુમાર; માતપિતા સહ ત્રિભુવને વ્યાપે હર્ષ અપાર, ૭૭ અર્થ :– માગસર વદી અગ્યારસના દિવસે પ્રભુ પાર્શ્વકુમારનો જન્મ થયો. માતાપિતાના હર્ષની સાથે ત્રણેય લોકમાં અપાર હર્ષ વ્યાપ્યો. નરકના જીવોને પણ ક્ષણમાત્ર સુખ ઉપજ્યું, IIના વારાણસીને પ્રદક્ષિણા દે વી સુર જયકાર, ઇન્દ્ર સકલ શચિવૃન્દ સૌ ઊભા નૃપધર બ્હાર. ૭૮ અર્થ :— તે સમયે દેવતાઓએ આવી વારાણસી નગરીની પ્રદક્ષિણા કરીને જયજયકારના શબ્દોચ્ચાર કર્યા તથા સર્વ ઇન્દ્રો પોતાની શચિ એટલે ઇન્દ્રાણીના વૃન્દ અર્થાત્ સમૂહ સાથે રાજાના ઘરની બહાર આવીને ઊભા રહ્યા. કિટતા ઇન્દ્રાણી અંદર ગઈ, ગુપ્ત સ્તવે જિનરાય, ઊંઘાડી જિનમાતને, સ્પર્શે પ્રભુના પાય. ૭૯ = અર્થ :– - સૌધર્મેન્દ્રની ઇંદ્રાણી પ્રથમ મહેલની અંદર ગઈ અને જિનેશ્વરના દર્શન કરીને ગુપ્ત રીતે મનમાં પ્રભુનું સ્તવન કરવા લાગી. પછી પ્રભુની માતાને અવસ્વાપિની નિદ્રા વડે ઊંઘાડીને પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો. અર્થાત્ પ્રભુના ચરણમાં પોતાનું મસ્તક મૂકી નમસ્કાર કર્યાં. ।।૭૯।। માયામય બાળક મૂકી. પ્રભુને શચિ લઈ જાય; સોંપે પતિના હાથમાં, દર્શન સૌને થાય. ૮૦ અર્થ • પ્રભુની માતા પાસે માયામય એટલે માયાથી બનાવેલ બાળક મૂકીને ઇન્દ્રાણીએ પ્રભુને લઈ જઈ પોતાના પતિ સૌધર્મેન્દ્રના હાથમાં સોંપ્યા. તેથી હવે સર્વને પ્રભુના અલૌકિક દર્શન થયા. ૫૦૮૦૫૫ પ્રભુને ખોળામાં મૂકી ઇન્દ્ર અને સૌ સુર, સહસ્ત્ર નવાણું યોજને જાય મેરુ પર દૂર. ૮૧ અર્થ • સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના ખોળામાં મૂકી સર્વ દેવો સાથે નવ્વાણું હજાર યોજન ગિરિ પર જવા માટે રવાના થયા. ૫૮૧૫ દૂર મેરુ
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy