SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ ૩૪૬ અંતે થાક્યા. પ્રભુએ પણ બધાને બોધ આપી, સમજાવીને શાંત કરી દીક્ષા લેવા માટે નીકળી પડ્યા. ।।૩૧|| પછી દેવસેના સહ પ્રભુ ગિરનાર પર પહોંચી ગયા, હરિ-હાથ ઝાલી, પાલખી તજી ના સાઘુ પ્રભુ થયા; મસ્તક-પરિગ્રહ દેશ સમજીને ઉપાડે વીર તે, શ્રાવણ સુદિ છઠ શુભ ગણો દીક્ષા-મહોત્સવ દિન તે. ૩૨ અર્થ :- પછી હજારો દેવોની સેના સાથે પ્રભુ ગિરનાર પર્વતના સહસ્રામ્રવનમાં પહોંચી ગયા. ત્યાં હરિ એટલે ઇન્દ્રનો હાથ ઝાલીને પાલખીમાંથી નીચે ઊતર્યા. પછી સર્વ અલંકાર તથા વસ્ત્રાદિનો ત્યાગ કરી પ્રભુ યથાજાત નગ્ન સાધુ બની ગયા. માથામાં પરિગ્રહરૂપ કેશને જાણી, વીર બનીને પંચમુખી લોચ વડે તેને ઉખાડી લીધા. શ્રાવણ સુદી છઠના દિવસને શુભ માનો કે જે દિવસે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. તેથી તે દિવસ પ્રભુનો દીક્ષા મહોત્સવ દિન ગણાવા લાગ્યો. ।।૩૨।। તે સ્વાર્થી નેમિ સાધુ થઈ ગિરનાર જઈ તપ આદરે, સુી રાજસુતા રાજીમતી અતિ ખેદ પતિ-વિઠે ઘરે, આશ્વાસનો દે ગુરુજનો સી ઝંખતી હૃદયે પતિ, પતિ-માર્ગ વૈરાગ્યે વિચારે, સ્ત્રી-દશા નિંદ્રે અતિ ૩૩ અર્થ :– શ્રી નેમિનાથ સ્વામી સાધુ થઈને ગિરનાર ઉપર જઈ તપ આદરે છે. એવું જાણીને રાજપુત્રી રાજીમતી પતિના વિરહમાં અત્યંદ ખેદ પામવા લાગી. તેથી ગુરુજનો એટલે વડીલો તેને આશ્વાસન આપવા લાગ્યા. છતાં પણ સતી એવી રાજીમતી તો હ્રદયમાં શ્રી નેમિનાથને જ પતિ તરીકે માનવા લાગી. પતિએ વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કર્યો એમ વિચારી પોતે પણ તે જ માર્ગે જવા માટે મનમાં દૃઢ નિશ્ચય કર્યો. તેમજ સ્ત્રીની કેવી પરાધીન નિંદનીય દશા છે તે મનમાં વિચારવા લાગી. ।।૩૩।। “નારી પરાર્ધીન છે સદા : વર ના મળે તોયે દુખી, દુઃખી પતિ તોયે દુઃખી : નારી કહો ક્યાંથી સુખી? વર્ણી દુઃખ મોટું શોક્યનું, કે ગુહ્ય દુઃખ ગણાય ક્યાં? મેણું મહા વંધ્યાપણું, વર્ષી ગર્ભ-વેઠ વિશેષ જ્યાં. ૩૪ અર્થ :— ના૨ી સદા પરાધીન છે. બાળવયમાં માતાપિતાને આધીન છે. યુવાવયમાં પતિને આધીન છે. તથા વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન છે. જો પતિની પ્રાપ્તિ ન થાય તો કાયમ ભાઈઓ તથા ભાભીઓ સાથે રહેતા દુઃખ અનુભવે છે. જો પતિની પ્રાપ્તિ થાય તે દુર્ભાગ્યવશાત્ દુઃખી હોય તો પોતે પણ દુઃખ પામે. તેથી કહો નારી ક્યાંથી સુખી હોય? વળી પોતાની શોક્ય હોય તો તેનું મોટું દુઃખ છે અથવા ગુપ્ત દુઃખો મનના હોય તો તે કોઈની આગળ કહેવાય નહીં. કોઈ વળી વંધ્યા એટલે જેને પુત્ર થતો ન હોય તો મેણું મારે કે તું તો વંઘ્યા છું. તે તું પણ ખમાય નહીં; અથવા જ્યાં અનેક પુત્રોને જન્મ આપવાની ગર્ભની વેઠ વિશેષ કરવી પડતી હોય તો પણ તે દુ:ખી જ છે. ૩૪|| પતિના વિયોગે દુઃખ ને વિધવા-દશા દુઃખે ભરી, જીવતાં બળે છે ત્રિવિધ તાપે; સુખી નથી નારી જરી.
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy