SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હું તીર્થંકર નેમિનાથ પ્રભુના ગુણગાન ગાઉં, સ્તુતિ કરીને તેમના પાદપંકજની પૂજા કરું, કે જે સમ્યક્દર્શન પામ્યા પછી નવ ભવ કરીને આ ચારગતિરૂપ સંસારથી સર્વકાળને માટે પાર પામી ગયા. પોતે તરણતારણ બનીને બીજા હજારો જીવોને પણ તારી લીધા. તારવામાં કોઈપણ પ્રકારની મણા એટલે ખામી રાખી નહીં એવા શ્રી નેમિનાથ પ્રભુના પૂર્વે થયેલા નવ ભવોનું વૃત્તાંત હવે જણાવું છું. ભરત ક્ષેત્રમાં અચલ નગરીમાં શ્રી વિક્રમથન નામે રાજા હતો. તેને ઘારિણી નામની રાણી હતી. તેણે એકવાર રાજાને કહ્યું કે મને આજે એક સ્વપ્ન આવેલું છે તે આપ સાંભળો. રાા દીઠો પુરુષ મુજ આંગણે આંબો મનોહર વાવતો, કોયલ કરે ટહુકા મઘુર, ફળ-ભારથી લલચાવતો; ‘બીજે બીજે નવ વાર આ આંબો વવાશે,’ એ કહે ‘ઉત્તમ ફળે ફળશે અનુપમ સુખ ત્રિભુવન-જન લહે.” ”૩ અર્થ – સ્વપ્નમાં મેં આપણા ઘરના આંગણામાં એક પુરુષને સુંદર આંબો વાવતાં જોયો. તે આંબા પર કોયલ મધુર અવાજમાં ટહુકા કરી રહી હતી. અને તે આંબો કેરીઓના ફળના ભારથી ભરેલો હોવાથી મનને લલચાવતો હતો. વળી તે આંબો બીજે બીજે સ્થાને નવ વાર વવાશે, અને ઉત્તમ ફળોને આપશે, જેથી ત્રણે લોકના જીવો અનુપમ સુખને પામશે એમ તે પુરુષ કહેતો હતો. સા. નિમિત્તિયાને નોતરી નૃપતિ પૂંછે ફળ સ્વપ્નનું, “સુત જન્મશે જ સુલક્ષણો, જાણું ન ફળ નવ સ્થાનનું.” સુણ ફળ નૃપે નિમિત્તિયાને દાન દઈ રાજી કર્યો, પછી પુત્ર-જન્મ થયે મહોત્સવ સકળ દેશ વિષે થયો. ૪ અર્થ :- નિમિત્તિયાને બોલાવી રાજા સ્વપ્નનું ફળ પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં તેણે કહ્યું કે રાજન! આપને ઘેર સુલક્ષણથી યુક્ત પુત્રનો જન્મ થશે. પણ નવીન નવ સ્થાનોમાં તે આંબો વવાશે તેનું ફળ હું જાણતો નથી. આમ સ્વપ્નનું ફળ જાણી રાજાએ નિમિત્તિયાને દાન દઈ રાજી કર્યો. પછી પુત્રનો જન્મ થતાં સકળ દેશમાં જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો. ૪. યૌવનવયે વિદ્યાકુશળ કુંવર અતિ સુંદર થયો, ત્યાં તો કુસુમપુર-ભૂપ દૂતને મોકલે હરખેભર્યો વંદી કહે – “ઘનવર્તી કુમારી યોગ્ય ઘનકુમાર છે, તો પ્રાર્થના સ્વીકારી ઉપકારી બનો, સુખકાર એ. ૫ અર્થ - યૌવનવયમાં આવતાં કુંવર વિદ્યાકુશળ અને અતિસુંદર આકૃતિને પામ્યા. ત્યારે કુસુમપુરના રાજાએ હર્ષિત થઈ એક દૂત મોકલ્યો. તે આવી વિક્રમથન રાજાને વંદન કરીને કહેવા લાગ્યો કે અમારા રાજાની ઘનવતી કુમારી આપના પુત્ર થનકુમારને યોગ્ય છે, તો આ અમારી સવિનય પ્રાર્થનાને સ્વીકારી આપ અમારા ઉપકારી બનો કે જેથી આ વાર્તા સર્વને સુખકારી થાય. //પા. છે સ્નેહ હાલ પરસ્પરે અતિ વૃદ્ધિ સગપણથી થશે, કુંડલ કનકનું મણિ જડે તો, જેમ, અતિશય શોભશે.”
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy