SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સાચું બ્રાહ્મણપણું અર્થ :– અરે ! આ મૃત્યુ બઘાની પાછળ લાગેલ છે, તે કોઈને પણ છોડશે નહીં. છતાં મોહમાયામાં પોતાની જાતને ભૂલી સંસારમાં જે ભમ્યા કરશે તે પ્રાણીઓ પોતાના આત્મતિને જ ચૂકી જશે. કાળરૂપી મગરમચ્છના મોઢામાં બેઠેલો છે. તે ક્યારે મોઢું દબાવી દેશે તેની ખબર નથી. માટે મૃત્યુ આવે તે પહેલા આત્મહિન કરી લેવું. ||૧૭|| “જન્મ, મૃત્યુ જરા દુઃખો દીઠાં સંસારમાં મહા, કોઈ સંપૂર્ણ સુખી ના, તો શું ત્યાં રાચવું, અહા!'' ૧૮ અર્થ – જ્યાં મહાન દુઃખના હેતુ એવા જન્મ, જરા અને મૃત્યુ સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે, જ્યાં કોઈ સંપૂર્ણ સુખી નથી તેવા સંસારમાં અહો! મોઠ કરીને શું રાચવું. એવો વૈરાગ્યભાવ નદી કિનારે મૃત્યુની લીલા જોઈ જયઘોષ બ્રાહ્મણને ઉત્પન્ન થયો. ।।૧૮।। ગુરુ સાચા કને દીક્ષા જયઘોષે લીઘી ભલી; મહાવ્રતોરૂપી યજ્ઞો કરે સત્શાસ્ત્ર સાંભળી. ૧૯ - અર્થ — તેથી સાચા આત્મજ્ઞાની ગુરુ પાસે જઈને જયઘોષ બ્રાહ્મણે ભલી એટલે આત્માને કલ્યાણકારી એવી દીક્ષા ગ્રહણ કરી. તથા સત્શાસ્ત્રોને સાંભળી પંચ મહાવ્રતરૂપી સાચો યજ્ઞ કરવા લાગ્યા. ॥૧૯॥ા ઇન્દ્રિયોને વિષયોથી વારી સંયમસજ્જ તે મોક્ષમાર્ગે પ્રવર્તે છે, તીર્થ જંગમ રૂપ તે. ૨૦ ૩૩ અર્થ પાંચ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી નિવારી સંયમસજ્જ એટલે સંયમ પાળવામાં સજ્જ બની મોક્ષમાર્ગે પ્રવર્તે છે, એવા શ્રી જયઘોષ મુનિ હવે જંગમ એટલે હાલનાચાલતા તીર્થરૂપ બન્યા. ॥૨॥ા વારાણસી પુરીમાં તે વિહાર કરતાં ગયા, ગામ બહાર ઉદ્યાન યાચીને સ્થળ ઊતર્યા. ૨૧ અર્થ :— એકવાર તે વિહાર કરતા પોતાની વારાણસીપુરીમાં ગયા અને ગામ બહાર ઉદ્યાનમાં રહેવા માટેનું સ્થળ થાચીને એટલે પૂછીને ત્યાં ઊતર્યા. ।।૨૧।। એક માસ અનાહારી તપના શુભ પારણે, ભિક્ષાર્થે ચાલતા આવ્યા વિજયોષબારણે. ૨૨ અર્થ :— એક મહિનાના અનાહારી એટલે ઉપવાસ તપના શુભપારણાના દિવસે ભિક્ષા અર્થે ચાલતા તે પોતાના સંસારીભાઈ વિજયોને બારણે આવ્યા. ।।૨૨। મલિન કૃશ ભાઈને યતિવેષે ન ઓળખે, વિજયઘોષ બોલ્યા કે, “ભિક્ષુ યજ્ઞ ન પારખે૨૩ અર્થ :— મલિન છે વસ્ત્ર જેના અને કૃશ છે કાયા જેની એવા યતિવેષે એટલે મુનિવેષમાં રહેલા પોતાના ભાઈને ન ઓળખવાથી વિજયઘોષ બ્રાહ્મણ બોલ્યો કે અરે ભિક્ષુ! આ યજ્ઞ ચાલી રહ્યો છે તેને તું પારખતો નથી? અર્થાત્ તેના ભાવને તું જાન્નતો નથી! ।।૨૩।।
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy