SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) દયાની ૫૨મ ધર્મતા ૨૫ અર્થ :—સ્વજનનો વિયોગ આપણને ઘડી પણ ગમતો નથી તો કોઈપણ જીવને હણો નહીં. કેમકે જેને આપણે માર્યો, તેનું મરણ થવાથી તેના કુટુંબીઓને સર્વ કાળ માટે તેનો વિયોગ થઈ ગયો, તે તેને કેમ ગમે? એમ દીર્ઘ દૃષ્ટિથી જોઈને કોઈપણ જીવને હણવો એ મહાપાપ છે એમ માનવું. ।।૨૦।। કહે, “તને મારી પછી ઇન્દ્ર બનાવું' તોય, કંઠે પ્રાણ છતાં ચહે જીવવાને સૌ કોય. ૨૧ અર્થ ઃ– કોઈ એમ કહે કે તને હું મારી નાખી ઇન્દ્ર બનાવું, તો કંઠે પ્રાણ આવ્યા હોય તો પણ સૌ જીવવાને ઇચ્છે છે, મરવાને કોઈ ઇચ્છતું નથી. યજ્ઞમાં પશુઓને હઠ્ઠી સ્વર્ગે મોકલે પણ પશુઓ પોતે મરીને સ્વર્ગે જવા ઇચ્છતા નથી. ।।૨૧।। તેથી ત્રિભુવન-રાજ્યથી જીવન ğવને પ્રિય, અભયદાન ઉત્તમ ગણી, કરો નહીં અપ્રિય. ૨૨ અર્થ :– ત્રણે ભુવનના રાજ્યથી પણ જીવોને પોતાનું જીવન વધારે પ્રિય છે. તેથી અભયદાનને સદૈવ ઉત્તમ ગણી તેને કદી અપ્રિય કરશો નહીં. ।।૨૨।। કેહનાશ સમ વચન-ધા મન બાળે, બહુ ફ્લેશ, ‘પાંખ આંખ તું તોડ ફ્રોડ' એ હિંસક આદેશ. ૨૩ અર્થ :– કોઈના દેહનો નાશ કરવા સમાન કઠોર કે મર્મ વચનનો ઘા પણ જીવોના મનને બાળે છે. : તથા બહુ ક્લેશનું કારણ બને છે. જેમકે આની તું પાંખ તોડી નાખ, આની આંખ ફોડી નાખ વગેરે બોલવું તે હિંસક આદેશ છે. આવા વચન ઉચ્ચારવા તે દયાધર્મના ઘાતક છે. ।।૨૩। હિંસક જીવને મારવા હેતો કોઈ અજાણ; કહેનારો તે કોટિનો હિંસા-શિક્ષક જાણ. ૨૪ = અર્થ :– કોઈ અજ્ઞાની પ્રાણી હિંસક જીવોને મારી નાખવાનું કહે તો કહેનારો પણ હિંસાની શિક્ષા આપનાર હોવાથી તે પણ તે જ કોટીનો ઠર્યો. ।।૨૪।। દયા, રિબાતાને હણ્યે' એમ કહે મતિમૂઢ; કર્મ ન છોર્ડ કોઈને; હણો કર્મ ગતિ-ગૂઢ. ૨૫ અર્થ :— કોઈ મતિમૂઢ એમ કહે કે જે બિચારો દુઃખથી રીબાતો હોય તેને મારી નાખવો; તેથી તે -- દુ:ખથી છૂટી જશે. એમ પરને મારી તેના પર મેં દયા કરી એમ માને, પણ એમ મારી નાખવાથી તેના કરેલા કર્મ છૂટી જાય નહીં. માટે કર્મની ગતિ ગૂઢ છે. તેને પ્રથમ સમ્યક્ પ્રકારે જાણવી. પછી તે કર્મોને હણવાનો પ્રયત્ન કરવો, તો વાસ્તવિક રીતે દુઃખથી છૂટાય. ।।૨૫) સૂર્યકિરણથી શીત વર્ષે, જળ મથતાં ઘી થાય, શશીકિ૨ણથી દાઝુએ તો હિંસા સુખદાય. ૨૬ અર્થ :– સૂર્યના કિરણથી શીતળતા વર્ષે, જળને મથતાં જો ઘી થાય અને ચંદ્રમાના કિરણથી જો દાઝીએ, એમ જો બને તો હિંસા સુખ આપનારી થાય. ।।૨૬।
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy