SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) દયાની પરમ ધર્મના દયા-પ્રતાપે દીપનું જગમાં સુંદર સર્વ; દયાવેલ વિસ્તારવા યોજાયાં સૌ પર્વ. ૮ અર્થ :— જગતમાં સુંદર એવી સુખ શાંતિ સર્વત્ર જણાય છે, તે દયાના પ્રતાપે છે. જો એકબીજામાં દયાના પરિણામ ન હોય તો આ જગતનું સ્વરૂપ ભયંકર થઈ પડે. સર્વ પર્વોની યોજના પણ આ દયાવેલને વિસ્તારવા માટે કરવામાં આવેલ છે. જેમકે બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદશ, પૂર્ણિમા વગેરે કે પર્યુષા, દીવાળી પર્વ વગેરેના દિવસોમાં લીલોતરી કે રાત્રિભોજન ત્યાગ આદિની યોજના બીજાં જીવોના રક્ષણ માટે કરવામાં આવેલ છે. તેમજ પોતાના આત્માની દયા ખાવા વિશેષ આરાઘના પર્વ દિવસોમાં થાય એ પણ મુખ્ય હેતુ એમાં સમાયેલ છે. ૮ાા ૨૩ દયાપાળથી થંભિયો દરિયો જળભંડાર, જગત હૂઁબાડી દે નહીં; એ અચરજ ઉર ઘાર. ૯ અર્થ :– દયાપાલનથી જ જળથી ભરેલો એવો દરીયો પોતાની મર્યાદા મૂકી જગતને ડૂબાડતો નથી. આ આશ્ચર્યકારી વાતને તું હૃદયમાં ઘારણ કરી, દયાપાલનમાં સદૈવ તત્પર રહે. IIII જીવદયા મહા યજ્ઞરૂપ વૃષ્ટિ વશ કરનાર; હિંસા જગમાં જ્યાં વઘી, દુકાળ પણ પડનાર. ૧૦ અર્થ :જીવોની દયા પાળવી એ મહા યજ્ઞરૂપ છે. એ અતિવૃષ્ટિને વશ કરનાર છે અર્થાત્ અતિવૃષ્ટિ થાય તે દયાની હીનતાનું પરિણામ છે. જગતમાં જ્યાં હિંસાની વૃદ્ધિ થઈ ત્યાં દુકાળ પણ પડે છે. ।।૧૦।। દયામંત્રથી વશ કર્યો, સ્વાર્થપિશાચ મહાન, ‘ખાઉં ખાઉં' વી બધું જગ કરશે વેરાન. ૧૧ અર્થ :- દયારૂપી મંત્ર વડે સ્વાર્થરૂપી મહાન પિશાચ એટલે રાક્ષસને વશ કરો. નહીં તો સર્વને ‘ખાઉં ખાઉં' કહી આખા જગતને વેરાન એટલે ઉજ્જડ બનાવી દેશે. પૈસાના લોભથી સ્વાર્થવશ જીવ કોઈ પણ પ્રકારના પાપ દયા મૂકીને કરવા લલચાઈ જાય છે. જો સર્વ જીવમાં સ્વાર્થવૃત્તિ વૃદ્ધિ પામશે તો આખું જગત ખેદાનમેદાન થઈ જશે. માટે દયા એ જ ધર્મ છે. એને મંત્ર માની તેને આઠરી સર્વ જગતના જીવોનું હિત કરો. ।।૧૧।। ઘરે દયા માતાસમી વત્સલતા સુવિશાળ, શરણાગતને કે શણ, તે સૌની સંભાળ, ૧૨ અર્થ :— જે હલુકર્મી જીવ દયાધર્મને ધારણ કરશે તેને તે દયા, માતા સમાન અંત૨માં સર્વ જીવો પ્રત્યે સુવિશાળ એવી વાત્સલ્યતા પ્રગટાવશે. તેના પરિણામે તે દયાધર્મ, પોતાને શરણે આવેલા શરણાગતને શરા આપી સદૈવ તે આત્માની સંભાળ લેશે અર્થાત્ તેનું કલ્યાણ કરશે. ।।૧૨। સ્વજનસમા સૌ જગğવો, વિશ્વ મહાન કુટુંબ; દયા વિશાળ ઘરો ઉરે, ટળે અનાદિ દંભ. ૧૩ અર્થ :— જગતના જીવો સાથે પૂર્વે મારે અનંતી સગાઈ થઈ ચૂકી છે. માટે તે બધા મારા સ્વજન
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy