SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હે પ્રભુ ! આપનું સ્થિર એટલે અનાદિકાળથી ચાલ્યું આવતું અલૌકિક એવું વીતરાગ દર્શન અર્થાત્ સનાતન જૈનધર્મ મારા હૃદયમાં સદા વાસ કરીને રહો. તથા આપની વીતરાગતા સૂચક મુખમુદ્રા મારા નજર આગળથી કદી દૂર ના ખસો. આપની સર્વમાં સમ એવી આત્મદ્રષ્ટિ તે જ મારા હૃદયમાં સદા ચોટી રહો. અહો! આશ્ચર્યકારી એવા શ્રતનું ભાન કરાવનાર કાનનો ઉપયોગ સત્કૃતના શ્રવણમાં જ રહો. કારણ મહાપુરુષો દ્વારા ઉપદિષ્ટ સત્કૃત વિના મોક્ષનો માર્ગ જાણ્યો જાય તેમ નથી. લા. ગુરુગમ-પકડની ટેકરૅપ તુજ નાક કદ વસરાય ના, સત્સંગ શ્વાસોચ્છવાસ તે સ્મૃતિપટ થકી ભૂંસાય ના; જગજીવને ઉપકારકારક કર નિરંતર શિર રહો! સ્વફૈપાચરણદ્વૈપ ચરણ ઉર અંકિત ટંકોત્કીર્ણ હો! ૧૦ અર્થ :- દેહથી ભિન્ન આત્મા છે વગેરે ગુરુગમની પકડ કરવારૂપ ટેક એ જ નાક અર્થાત્ પોતાની ઇજ્જત છે, તે કદી વીસરાય નહીં. તેમજ શ્વાસોચ્છવાસે સત્સંગ કરવો એવો જે આપનો ઉપદેશ, સ્મૃતિમાંથી કદી ભૂંસાય નહીં એમ ઇચ્છું છું. જગતના જીવોને ઉપકારક એવો આપનો કર એટલે હાથ તે સદૈવ મારા શિર ઉપર સ્થાપિત રહો. તથા સ્વરૂપાચરણરૂપ ચારિત્ર જ સુખરૂપ છે એવો ભાવ સદા મારા હૃદયમાં ટાંકણાથી કોતરેલ હોય તેમ અંકિત રહો. એ જ મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ૧૦ના ગુરુ રાજના વિશ્વાસરૃપ આસન અડોલ રહો ઉરે, સ્વ-સ્વરૃપ-તન્મયતારૂપી અવગાહના નિજ ગુણ ઘરે; ને ત્યાગ જગ-વિસ્મૃતિરૃપ વળી ધ્યાન સંત સ્વરૂપનું, અતિ નિર્વિકલ્પ થવા વિકલ્પો જન્મતા મરવા ગણું. ૧૧ અર્થ - શ્રી ગુરુરાજની દ્રઢ શ્રદ્ધારૂપ અડોલ આસન મારા હૃદયમાં સદા રહો. તથા મારા આત્મસ્વરૂપમાં જ તન્મયતારૂપી અવગાહના હો કે જે નિજ આત્મગુણોને ઘારણ કરીને રહેલ છે. વળી જગતની વિસ્મૃતિરૂપ ખરો અંતરંગ ત્યાગ મારા હૃદયમાં વાસ કરો. તથા સંત પુરુષોને પ્રાપ્ત એવા સહજાત્મસ્વરૂપનું ધ્યાન મને સદા રહો. તે આત્મધ્યાનમાં સાવ નિર્વિકલ્પ થવા પુરુષાર્થ કરતાં પૂર્વ કર્મના ઘક્કાથી જે વિકલ્પો આવે તે મરવા આવે છે એમ હું માનું એવી કૃપા કરો. /૧૧ાા. આશ્ચર્યકર આચાર્ય પદવીને દપાવી ગૌતમે, પોતે ન કેવળજ્ઞાન પણ શિષ્યો વરે કેવળ ક્રમે; ગુરુભક્તિ તો ખરી તેમની જેનું હૃદય વીરમાં રમે, શ્રુતકેવળી પણ શિર પરે ગુરુ-આણ ઘારે ઉદ્યમે. ૧૨ અર્થ :- આશ્ચર્યકારક એવી આચાર્ય પદવીને શ્રી ગૌતમસ્વામીએ દીપાવી હતી. પોતે કેવળજ્ઞાની નહીં હોવા છતાં, તેમનાં શિષ્યો ક્રમપૂર્વક કેવળજ્ઞાનને પામતા હતા. સાચી ગુરુભક્તિ તો તેમની જ હતી કે જેનું હૃદય સદા મહાવીર પ્રભુમાં રમતું હતું. પોતે શ્રુતકેવળી હોવા છતાં પણ મહાવીર પ્રભુને પોતાના ગુરુ માની તેમની જ આજ્ઞાને સદા ઉદ્યમપૂર્વક શિરોધાર્ય કરતા હતા. ||૧૨ા
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy