SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) નિગ્રંથ ગુરુ ગીત નિગ્રંથ ગુરુ ગીત (હરિગીત છંદ) * જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વ-સ્વરૂપનો ગુરુ-દર્શને સહજે ગયો. ‘રે!મુક્તિમાર્ગ પિછાનવો સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદ ને પ્રતિબંધથી જીવ રઝળતા થાક્યો નથી.’૧ અર્થ :— સદા છે જય જેનો એવા જયવંત પરમકૃપાળુ સદ્ગુરુદેવનો સંગ મને પૂર્વભવમાં કરેલ પુણ્યના પુંજથી થયો. જેથી સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવાનો મને સદા દુર્લક્ષ હતો તે ગુરુદેવના દર્શન માત્રથી સહેજે નાશ પામ્યો; અર્થાત્ પરમકૃપાળુદેવના વચનામૃતથી સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવાનો મને સહેજે લક્ષ થયો. હે ભવ્યો! જન્મ જરા મરણથી મુક્ત થવારૂપમુક્તિ માર્ગની ઓળખાણ કરો; કારણ સુખ તે વિના આ જગતમાં નથી. સંસારમાં જીવ પોતાના સ્વચ્છંદે એટલે પોતાની મરજી પ્રમાણે ચાલીને કે પ્રતિબંધથી અર્થાત્ ચેતન તથા જડ પદાર્થો સાથે રાગ બંધન કે દ્વેષબંધન કરીને જીવ ચારગતિમાં રઝળ્યા કરે છે; તેને હજી થાક લાગ્યો નથી. આ જીવને સ્વચ્છંદ મૂકી જ્ઞાની પુરુષના આશારૂપ ખીલે બંધાવું ગમતું નથી. તેથી હરાયા ઢોરની જેમ ગમે ત્યાં મોઢું ઘાલે છે. અને ચારગતિમાં માર ખાય છે. ગુરુની આજ્ઞામાં વર્તે તો ગુરુ પણ પ્રસન્ન થઈ તેને જ્ઞાન આપે. તેમજ ગુરુ આજ્ઞા આરાધવામાં વિઘ્ન કરનાર એવા લોકસંબંધી બંધન કે સ્વજન કુટુંબરૂપ બંધનમાં રાગ ક૨વાનું ઘટાડે કે મટાડે તો દેહાભિમાનરૂપ બંધન શિથિલ થઈ અંતે સંકલ્પ વિકલ્પરૂપ બંધનથી પણ જીવ રહિત થઈ મુક્તિને પામે. એમ આ પ્રથમ ગાથામાં પૂર્વ પુણ્યના ઉદયે શ્રી ગુરુનો ભેટો થાય તો જ સ્વસ્વરૂપનો લક્ષ પામી જીવ સ્વચ્છંદ અને પ્રતિબંઘને મૂકી મુક્તિને વરી શકે, એવો નિર્દેશ કર્યો. ॥૧॥ કલ્યાણકારી વચન એવાં પ્રબળ જાગૃતિ આપતાં નથી સાંભળ્યાં, નથી આદર્યાં, નથી લીનતા કરી ભાવમાં; અનાદિકાળથી હું મોહભાવની નીંદમાં તેથી ઘોડું, હવે ગુરુ-ચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. ૨ ૧૩ અર્થ :– ‘સ્વચ્છંદને પ્રતિબંઘથી જીવ રઝળતો થાકતો નથી એવા આત્માને કલ્યાણકારી પ્રબળ જાગૃતિ આપનાર વચનોને નથી કદી સાંભળ્યા કે નથી જીવનમાં ઉતાર્યા કે નથી તેવા ઉત્તમ ભાવોમાં કદી લીનતા કરી. તેથી જ અનાદિકાળથી હું શરીર કુટુંબાદિ મોહભાવની નીંદમાં ઘોરી રહ્યો છું. પણ હવે પરમકૃપાળુ ગુરુદેવના ચરણનું શરણ ગ્રહણ કરીને હે પ્રભુશ્રી! આપની સમીપ જ રહીશ. એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ।।૨।। ગુરુના વિના નિજકલ્પના ને આગ્રહો કી ના ટળે, અતિ ઊછળતા હંફાવતા કામાદિ પાછા ના વળે;
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy