SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) જિનદેવ-સ્તવન કતલ કરવા પાછળ પડિયો શત્રુ કોઈ મહાન, તુજ સમીપતા પામી બન્ને બને સુમિત્ર સમાન. જય અહો! જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૩ અર્થ – કોઈ મનુષ્ય કે પશુ વૈરભાવથી કોઈને શત્રુ માની તેને કતલ કરવા પાછળ પડ્યો હોય તે પણ તમારી પાસે આવતાં આપના પ્રશાંત યોગબળે બન્ને શત્રુ હોવા છતાં પણ મિત્ર બની જાય છે. એવું અદ્ભુત આત્મસામર્થ્ય આપનું હોવાથી મહાન એવા જિનેન્દ્ર પ્રભુનો સદા જય હો જય હો. સા. અંતરંગ અરિ કામ-ક્રોઘ સૌ તજતા નિજ તોફાન, તુજ સમીપ તે શાંત બનીને, ભૂલે નિજ ગુમાન. અહોહો! દેવ જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. ૪ અર્થ - અંતરમાં રહેલા ષડરિપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ સૌ કષાય ભાવો પણ આપની સમીપતા પામી શાંત બની જાય છે અને પોતાના ગુમાન એટલે ગર્વ, અભિમાનને ભૂલી જાય છે. એવી આપની વીતરાગ દશા ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વર્તો. જા. કર્મ-સંગ આ અમને અનાદિ, કર્મ-કૃપાએ જ્ઞાન, શ્વાસોચ્છવાસ વડે વળી જીવીએ-એવું અમ અજ્ઞાન. અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. જય દેવ જિનેન્દ્ર મહાન, ૫ અર્થ - આત્માની અનંત શક્તિ હોવા છતાં કર્મોનો સંગ અમને અનાદિકાળથી છે. તે કર્મની કૃપા એટલે તે કર્મોનો ક્ષયોપશમ થાય અર્થાતુ જેટલી ઇન્દ્રિયોની કે મન વગેરેની પ્રાપ્તિ થાય તેના આધારે માત્ર શ્વાસોચ્છવાસ વડે અમે જીવીએ છીએ. એવી અમારી અજ્ઞાનદશા હાલમાં વર્તે છે. પણ મૂળસ્વરૂપે જોતાં જ્ઞાનદર્શનવડે જીવનારો એવો હું જીવ છું. તો પોતાના સહજ સ્વરૂપમાં જ ત્રિકાળ નિવાસ કરીને હું કયારે રહીશ? એ સહજ સ્વરૂપનું ભાન કરાવનાર મહાન એવા આપ જિનેન્દ્ર દેવનો સદા જય હો. પા. અહિતમાં હિત માની બેઠો, હિતતણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તાના જાણું, અનિત્યનું અભિમાન. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૬ અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો તથા ક્રોઘાદિ કષાયભાવો કે જે આત્માને અહિતરૂપ છે તેમાં હું હિત માની બેઠો છું. અને આત્માને હિતરૂપ એવા વૈરાગ્યભાવમાં, કે ક્ષમા, સરળતા, વિનય, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આદિ આત્મઘર્મને ઘારણ કરવામાં કે ઇન્દ્રિય જય કરવામાં અથવા કષાયોને ઉપશાંત કરવામાં ખરેખર મારું હિત રહેલું છે તેનું મને હજું સુધી ભાન નથી. તથા મારી શાશ્વત ત્રિકાળ રહેનાર, કદી મરનાર નહીં એવી નિજ આત્મસત્તા છે તેનું પણ મને જ્ઞાન નથી. અને વળી તેથી વિપરીત અનિત્ય એવા શરીર, ઘન, કુટુંબાદિને મારા માની તેનું અભિમાન કરું છું એ જ મારી અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. માટે મહાન આશ્ચર્યકારક એવા વીતરાગ સ્વરૂપને ધારણ કરનાર આપ જિનેન્દ્ર પ્રભુને ઘન્ય છે ઘન્ય છે. કા. અજકુળમાંના સિંહ-શિશું સમ દુઃખ ખમું વિણ ભાન, સ્વફૅપ તમારું નાખી સ્વામી, વાણી આવી જ્યાં કાન. IT II
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy