SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) હિત-પ્રેરણા અર્થ હવે તો હે નાથ! તમારા ચરણકમળની મને ભેટ થઈ છે તો આત્મબોઘ એટલે આત્મા સંબંઘીનું જ્ઞાન મને આપો કે જેથી આ સંસાર સમુદ્રથી તારનાર એવી દ્રઢ આત્મશ્રદ્ધા મારા અંતઃકરણમાં પ્રગટ થાય અને અવશ્ય મારા સર્વ દુઃખનો અંત આવે. આ દુઃખના દરિયારૂપ સંસારથી હું ક્યારે છૂટું? ક્યારે છૂટું? એવા ભણકારા સ્વગત એટલે મારા આત્મામાં સદા જાગ્યા કરો, તથા તમારા શુદ્ધ સહજાત્મસ્વરૂપના સ્મરણને હવે હું શા માટે વિસારું? અર્થાતુ તેનું સ્મરણ મારા હૃદયમાં હવે સતત ચાલુ રહે એવી આપ પ્રભુ મારા ઉપર કૃપા કરો. ||૧૧|| કરું શ્રદ્ધા સાચી, અચળ, મરણાંતે ટકી રહે, વળી વાણી-કાર્યો ઉપશમ અમીનો રસ વહે; લહું અંતે શાંતિ પરમ સુખઘામે પ્રગટ છે, અનંતી આત્માની અખુંટ વિભૂતિ એકરૃપ તે. ૧૨ અર્થ - આપના શુદ્ધ સ્વરૂપની એવી સાચી શ્રદ્ધા કરું કે જે અચળપણે મને મરણની છેલ્લી ઘડી સુધી ટકી રહે. વળી મારા વાણીકાર્યમાં કહેતા વાણી બોલવામાં પણ જાણે કષાયની ઉપશાંતતા થઈ હોય એવો અમી એટલે અમૃતમય મીઠી નિર્દોષ વાણીનો રસ વહે. તેના ફળસ્વરૂપ જીવનના અંત સમયે હું એવી પરમ આત્મશાંતિને પામું કે જે “સ્વયં જ્યોતિ સુખધામ” સ્વરૂપ એવા આત્મામાં સદા પ્રગટ છે. આત્મામાં અનંત અખૂટ ગુણોની વિભૂતિ એટલે વૈભવ તે એકરૂપ થઈને સર્વકાળ સ્વભાવમાં રહેલો છે તેને હું આપની કૃપાએ હવે પ્રગટ કરું. ૧૨ના વરો શાંતિ સર્વે અનુપમ સદા સિદ્ધપદની, લહી ભક્તિ તારી સ્વફૅપ સમજી તન્મય બની; પ્રીતિ તોડી બીજી, વિમલ હૃદયે મોક્ષ-રુચિની અભિલાષા રાખી, ગુરુચરણ સેવો, પ્રભુ ગણી. ૧૩ અર્થ - હે ભવ્યાત્માઓ! તમે અનુપમ એવી સિદ્ધપદની પરમશાંતિને સર્વકાળને માટે પામો. તે પરમશાંતિને પામવા માટે પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રગટાવી, તેના શુદ્ધ સહજાત્મસ્વરૂપને સમજી, તેના ધ્યાનમાં તન્મય બનો. વળી તે સ્વરૂપધ્યાનમાં તન્મય થવા અર્થે જગતની બીજી બધી પ્રીતિને તોડી, નિર્મળ હૃદય કરી, તેમાં માત્ર મોક્ષની અભિલાષા રાખી, શ્રી સદ્ગુરુ દેવને પ્રભુ ગણી તેમના ચરણકમળને ભાવભક્તિપૂર્વક સેવો, તો જરૂર તે અનુપમ આત્મશાંતિને તમે પામશો. [૧૩ ભલે થોડું તોયે પરમ સુખનું કારણ બનો, સુણી વાણી તારી, હિત-અહિત જાણી પરિણામો; કરુણાળુ સ્વામી, સહજ પરમાર્થી ભવિજનો, કળિકાળે તારું શરણ પકડી નિર્ભય બનો. ૧૪ અર્થ – હે પરમકૃપાળુદેવ! ભલે થોડી આરાઘના કરું પણ તે સાચી રીતે કરું કે જેથી મારા આત્માને તે પરમ શાશ્વત સુખનું કારણ થાય. તથા હે કૃપાળુ! તારી અમૃતમય વાણી સાંભળીને આ મારે હિતરૂપ છે અને આ માટે અહિતરૂપ છે એમ જાણી મારા જીવનમાં તે રૂપે પરિણમો. તેમજ હે કરુણાળુ સ્વામી! સહજ સ્વરૂપને પામવાના પરમ અથ એવા ભવિજનો, આ કળિકાળમાં તારું અનન્ય શરણ
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy