SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧ ૫ ૫ તે પણ અવ્રતથી પજે, બીજ એક કુદર્શન સર્વ તણું છે. ઉત્તમ યોગથી એક સુદર્શન જીવ લહે, બીજ મોક્ષતણું તે. અર્થ – અનાદિકાળથી જીવ કર્મ વડે મલિન છે. તે આઠ પ્રકારે નવિન કર્મનો બંઘ કરે છે. કર્મોનો આશ્રવ છે તે જ કર્મબંઘનું બીજ છે. તે કર્મોના આશ્રવ પણ ક્રોધ, માન, માયા, લોભાદિ ભાવોથી થાય છે. તે કષાયભાવો પણ જીવમાં અવ્રત એટલે અસંયમ હોવાથી ઊપજે છે. તે અસંયમભાવ વગેરે સર્વનું બીજ એકમાત્ર કુદર્શન અર્થાત્ મિથ્યાત્વ છે. ઉત્તમ જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થયે જો જીવ સુદર્શન એટલે સમ્પ્રદર્શનને પ્રાપ્ત કરી લે તો તે મોક્ષસુખના બીજને પામ્યો એમ ગણવા યોગ્ય છે. I૧૧ાા સમ્યગ્દર્શન-કારણ-યોગ સમ્યજ્ઞાન પ્રમાણ બનાવે, સર્વ પદાર્થ-પ્રકાશક જ્ઞાન જ હિત-અહિત યથાર્થ જણાવે. હિત-અહિત-વિચારક કુશીલ છોડ, સુશીલ ઘરે પુરુષાર્થી, શીલ મહોદય દે, પછી ઉત્તમ મોક્ષતણાં સુખ લે પરમાર્થી. અર્થ - સમ્યક્દર્શનના કારણ વડે જ સમ્યજ્ઞાન પ્રમાણભૂત બને છે. તથા સર્વ પદાર્થ પ્રકાશક એવું સમ્યકજ્ઞાન જ આત્માને હિત કે અહિતરૂપ શું છે તે યથાર્થ જણાવે છે. હિત અહિતનો વિચારક એવો પુરુષાર્થી જીવ તે કુશીલ એટલે ખરાબ આચરણને તજી સુશીલ એટલે સદાચાર અથવા સમ્યક્રચારિત્રને ઘારણ કરે છે. પછી શીલ એટલે સ્વરૂપમાં રમણતારૂપ સમ્યક્રચારિત્રનો મહાન ઉદય થયે તે પરમાર્થપ્રેમી જીવ મોક્ષતણાં ઉત્તમ સુખને પામે છે. (૧૨ાા તે ત્રણ લોક વિષે ય પ્રઘાન ગણાય સુપંડિત પામ સુદ્રષ્ટિ, શાશ્વત સુંખ-નિશાન જ કેવળજ્ઞાન લહે શિવ-સાઘન-પુષ્ટિ; ઇન્દ્રિય વિષયમાં મન જેમ ઘરે રતિ, તેમ રમે નિજ ભાવે, તો નહિ મોક્ષ અતિ Èર; એમ મહાપુરુષો ર્જીવને સમજાવે. અર્થ :- સુદ્રષ્ટિ એટલે સમ્યગ્દર્શન પામેલ જીવ ત્રણેય લોકમાં પ્રઘાન ગણાય છે. તે જ સુપંડિત અર્થાત સાચો વિદ્વાન છે કે જેણે પોતાના સ્વરૂપને યથાર્થ ઓળખી લીધું. એવો જીવ શિવસાઘનની પુષ્ટિ કરીને અર્થાત્ મોક્ષ પ્રાપ્તિના સાઘન જે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ છે તેને સેવી શાશ્વત સુખનો ભંડાર એવું કેવળજ્ઞાન જ છે, તેને પામે છે. ઇન્દ્રિયોના વિષયોમાં મન જેમ અતિ રાગપૂર્વક પ્રવર્તે છે તેમ જો પોતાના આત્મભાવમાં રમે તો મોક્ષપ્રાપ્તિ અતિ દૂર નથી. એમ મહાપુરુષો જીવને સમજાવે છે. “કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગુ રે.” -શ્રી આનંદઘનજી ૧૩ નિર્મળતા સ્થિરતાદિ ગુણો ગણ સમ્યગ્દર્શન જો ત્રણ ભેદ, આત્મપ્રતીતિ બઘાય વિષે ગણ, ક્ષાયિક ભેદ બહુ બળને દે; અંશથી સિદ્ધપણું પ્રગટાવત એ જ રુચિ કહીં મોક્ષની સામે; તેથી મલિનપણે પ્રતીતિ ક્ષય-ઉપશમે વળ વેદક નામે;
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy