SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) હિત-પ્રેરણા વળી બુદ્ધિશાળી સચિવ સમ ભૂલે સ્વહિત તે, ન આરાધે ધર્મ પ્રગટ સુખહેતુ પ્રબળ જે. ૫ અર્થ :— આ ભવમાં શુભ કાર્યો કરીને બીજા ભવમાં રાજા થયો, છતાં તે રાજપદ પ્રાપ્તિના કારણને ભૂલી ગયો, અને પંચેન્દ્રિય વિષયોના મોહમાં પડી જઈ મનુષ્યભવની સફળતા કરી નહીં. તેમજ કોઈ બુદ્ધિશાળી સચિવ એટલે મંત્રી હોય પણ સ્વઆત્મહિતને ભૂલી જઈ પ્રગટ સુખહેતુ એવા પ્રકૃષ્ટ બળવાળા ધર્મને ન આરાધે તેના જેવું જ સર્વ સામગ્રી પ્રાપ્ત છતાં મેં કર્યું છે. એજ મારા અજ્ઞાનનું પ્રબળપણું છે. પા ઘનાદિના લોભે, વિષય-વિષ-ભોગે જન ભૂલે, જીતી બાજી હારે, નરભવ-મણિ ખોઈ રઝળે; પરાયી પંચાતે નિજહિત ગુમાવે, ન પલળે સુણી વાણી પ્રાણી, પરમ પુરુષે બોર્થી સુકળે. ૬ ૩ અ :– અનાદિના કુસંસ્કારે સંસારી જીવો ઘન, માન, કુટુંબાદિના લોભમાં પડી જઈ તથા વિષ જેવા વિષય ભોગમાં આસક્તિ પામી સ્વઆત્મહિતને ભૂલે છે, જીતેલી બાજી હારી જાય છે; અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિકાયના ભવો, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયના ભવોને વટાવી રત્નચિંતામણિ જેવો આ મનુષ્યભવ પામીને પણ રાગ દ્વેષ, કામક્રોઘાદિ ભાવોમાં જ રાચી રહી તે ચાર ગતિરૂપ સંસારમાં જ ૨ઝળ્યા કરે છે. તથા આત્મા સિવાય બધું પર છે. એવી જગતની ભૌતિક વસ્તુઓની ૫૨પંચાતમાં અમૂલ્ય માનવદેહના સમયને વેડફી નાખી પોતાના આત્મહિતને ગુમાવે છે. તેમજ ભારે કર્મના પ્રભાવે, પરમપુરુષે સમ્યકળાપૂર્વક અર્થાત્ ઉત્તમ દૃષ્ટાંતાદિ વડે જે બોધનો ઘોઘ વરસાવ્યો છે તેને પણ સાંભળીને આ જીવ પલળતો નથી, એ જ એના ભારે કર્મની પ્રગટ નિશાની છે. ।। અરે! એરંડાની બી ઉભય છેડેથી લકડી, કૌંડો તેમાં પામી પરમ દુખ, મૂઓ તરફડી; સ્થિતિ તેવી સૌની જનમ-મરણોથી સળગતી બઘાંની કાયામાં જીવ તરફડે દુઃખી અતિ. ૭ અર્થ :— અરે ! એરંડાની લાકડી જે વચ્ચેથી સાવ પોલી હોય તેના ઉભય એટલે બન્ને બાજીના છેડે અગ્નિ લાગવાથી તેના વચમાં રહેલ કીડો તે બિચારો પરમ દુઃખ પામી તરફડીને મરી ગયો. તેવી જ સ્થિતિ સર્વ સંસારી જીવોની જન્મ અને મરણરૂપ બેય છેડાથી સળગતી છે. તેના વચમાં રહેલ જીવનકાળમાં પ્રાણીઓ શારીરિક વેદના, માનસિક દુઃખ, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ અને અનેક પ્રકારની ઉપાધિ ભોગવતો સદા દુઃખથી અતિ તરફડતો રહે છે. છતાં અરે આશ્ચર્ય છે કે તે દુઃખનું પણ જીવને ભાન આવતું નથી. ।।૭।। સુખી સાચા સંતો ōવિત ઘનઆશા તō તરે, સહે કષ્ટો ભારે શરીરી, ઉરે બોઘ નીતરે; સ્મૃતિથી સંતોની સકળ દુઃખના કારણ ગળે, સદા સેવા ચાહું સીપ વસવા સંત-પગલે. ૮
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy