SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- પરમાત્મસ્વરૂપમાં વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ કે રસ નથી. જે જન્મમરણ વગરના હોવાથી કર્મરૂપી અંજનથી રહિત છે, માટે જેનું નિરંજન એવું નામ છે. જેમને ક્રોઘ, માન, મદ, માયા કે મોહ રહ્યાં નથી. જેને હવે કોઈ ધ્યાન કરવાના સ્થાનની જરૂર નથી. જે સદા શુદ્ધ આત્મામાં જ રમતા રામ છે. તે જ ખરેખર નિરંજન પરમાત્મા કહેવા યોગ્ય છે. વેદ, શાસ્ત્ર, ઇન્દ્રિય જાણ્યો જાય નહિ, નિર્મળ ધ્યાને ગમ્ય, સદા દુર્લક્ષ્ય જો; અનંત ચતુષ્કાય, કેવળ લબ્ધિ જ્યાં રહી, સંત નિરંતર ઘરે અલક્ષ્ય લક્ષ્ય જો. જય૦ ૨૫ અર્થ :- એ પરમાત્મસ્વરૂપ કંઈ વેદ, શાસ્ત્ર કે ઇન્દ્રિયો દ્વારા જાણ્યું જાય એમ નથી. નિર્મળ એવા શુક્લધ્યાને જ તે ગમ્ય છે. પણ એવા નિર્મળ ધ્યાનનો જીવને સદા દુર્લક્ષ રહે છે. પરમાત્મ સ્વરૂપ પામેલા એવા પરમપુરુષને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ એ ચાર ઘાતીયા કર્મનો ક્ષય થવાથી ક્રમશઃ અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયેલા છે. અથવા ચાર ઘાતીયા કર્મનો ક્ષય થવાથી નીચે પ્રમાણે નવ લબ્ધિઓ પ્રગટેલી હોય છે : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી (૧) અનંતજ્ઞાન લબ્ધિ દર્શનાવરણીય કર્મના ક્ષયથી (૨) અનંત દર્શન લબ્ધિ મોહનીય કર્મના બે ભેદ છે. તેમાંથી દર્શનમોહનીય કર્મ જવાથી (૩) ક્ષાયિક સમ્યકત્વ લબ્ધિ અને ચારિત્રમોહનીય કર્મ જવાથી (૪) ક્ષાયિક ચારિત્ર લબ્ધિ પ્રગટેલ છે. તથા અંતરાય કર્મના પાંચ ભેદ છે. તેમાંથી દાનાંતરાયકર્મનો ક્ષય થવાથી (૫) અનંતદાન લબ્ધિ, લાભાંતરાય કર્મના ક્ષય થવાથી (૬) અનંતલાભ લબ્ધિ. ભોગાંતરાય કર્મના ક્ષયથી (૭) અનંત ભોગલબ્ધિ. ઉપભોગાંતરાય કર્મના ક્ષયથી (૮) અનંત ઉપભોગ લબ્ધિ તથા વીર્યંતરાયકર્મના ક્ષયથી (૯) અનંતવીર્ય લબ્ધિ પ્રાપ્ત થયેલી છે. એમ કુલ નવ લબ્ધિઓ કેવળી ભગવાનને પ્રાપ્ત થયેલી છે. એવા અલક્ષ્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો સંત એવા જ્ઞાની પુરુષો નિરંતર લક્ષ રાખે છે. દેવ-દેવળે વસતા જે વ્યવહારથી, કેવળજ્ઞાનકૂંપી તઘારી દેવ જો, તેની ભક્તિ થાય વિરાગ-વિચારથી; તો ભવ-વેલી બળી જશે સ્વયમેવ જો. જય૦ ૨૬ અર્થ - પ્રારબ્ધ કર્મ ભોગવવાના કારણે વ્યવહારથી જેનો આ દેહરૂપી દેવળમાં નિવાસ છે એવા સાકાર પરમાત્મા, તે નિશ્ચયથી તો કેવળજ્ઞાનરૂપી શરીરને જ ઘારણ કરનારા દેવ છે. એવા આ દેવની ભક્તિ જો વૈરાગ્યસહિત વિચારથી થાય તો સંસારરૂપી વેલ સ્વયમેવ એટલે આપોઆપ બળીને ભસ્મ થઈ જશે. રકા તારો એક અનંત ગગન વિષે દસે કેવળજ્ઞાને તેમ જ વિશ્વ-વિલાસ જો; તેવા કેવળી પણ આ વિશ્વ વિષે વસે, પણ જગરૂપ નહીં, પરમાત્મ-પ્રકાશ જો. જય૦ ૨૭ અર્થ - અનંત એવા ગગન એટલે આકાશમાં જેમ એક તારાનો પ્રકાશ દેખાય પણ તે કદી આકાશરૂપ થતો નથી. તેમ એક કેવળજ્ઞાન વડે આખા વિશ્વનો વિલાસ માણી શકાય અર્થાત્ જાણી શકાય છે તથા તેવા કેવળી ભગવંતો પણ આ વિશ્વમાં જ વસે છે અને તેના પરમાત્મ પ્રકાશમાં આખું વિશ્વ ઝળકે છે છતાં પોતે કદી તે વિશ્વરૂપ થતાં નથી. રા. મંડપ લર્ગી વેલી વર્દી વર્ષો પથરાય છે, તેમજ શેય પદાર્થો સંથી જ્ઞાન જો. સર્વ જાણવાની શક્તિ ઊભરાય છે, પણ નહિ જોય મળે તો અટકે જ્ઞાન જો. જય૦ ૨૮
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy