SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ શાશ્વત સુખશાંતિને પામીએ એવી આપ પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે તે સફળ થાઓ. મારા ત્રિવિધિના તાપે અશરણ બઘો લોક બળતો, ભૈલી અજ્ઞાને હા! સ્વફૅપ નિજ, દુઃખે ઊકળતો; તમારી વાણી ને શરણ વિણ ના તાપ ટળતો, તથાપિ ના શોધે શરણ તુજ, એ ખેદ રળતો. ૩ અર્થ :- હે પ્રભુ! ઊર્ધ્વ, અઘો અને મધ્ય એવા ત્રણેય લોકમાં જેને કોઈનું શરણ નથી એવા અશરણ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી જગતમાં બળી રહ્યા છે. હા! આશ્ચર્ય છે કે અનાદિકાળથી પોતાના સ્વસ્વરૂપને અજ્ઞાનના કારણે ભૂલી જઈ; જન્મ, જરા, મરણના કે ત્રિવિધ તાપાગ્નિના દુઃખમાં જ તે ઊકળ્યા કરે છે. તે ત્રિવિઘ તાપ માત્ર તમારી વીતરાગ વાણી કે તમારા અનન્ય શરણ વિના ટળી શકે એમ નથી. તો પણ હે નાથ! મારો આત્મા ભારે કર્મવશાત્ આપનું શરણ લેવાને શોઘતો નથી એ જ મોટો ખેદ વર્તમાનમાં મને દુઃખ આપે છે તેને હે નાથ! તું નિવાર, નિવાર. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાક ૨૧૩માં પરમકૃપાળુદેવે ઉપરોક્ત ભાવ વ્યક્ત કર્યો છે. તેને આ કડીમાં વણી લેવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે : આ લોક ત્રિવિઘ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીઘે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; સપુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્વરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯) અસાતા સંસારે ભરપૅર ભરી ત્યાંય સુખી જો કદી કોઈ પ્રાણી, અનુભવી શકે પુણ્ય-સખી જો; તમે બોઘેલું તે અનુસરી કમાણી શુભતણી, કરીને પામ્યો છે સુખ, પણ ભેંલે છે મૂળ ઘણી. ૪ અર્થ :- આ સંસારમાં અશાતા વેદનીય ભરપૂર ભરેલી છે. ત્યાં પણ કદી કોઈ પ્રાણી સુખી દેખાય છે અથવા પુણ્યરૂપી સખી સાથે સુખ અનુભવતા નજરે પડે છે, તે પણ હે કૃપાળુ! તમારા બોઘેલા બોઘને અનુસરીને જે પુણ્યની કમાણી જીવોએ કરી છે તેથી જ તે બાહ્ય સુખ સામગ્રીને પામ્યા છે. છતાં તે સુખના મૂળભૂત કારણ એવા આપ ઘણીને જ ભૂલી જાય છે; એ આશ્ચર્ય છે. ઉપરોક્ત ભાવ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પત્રાંક-૨૧૩માં નીચે પ્રમાણે છે : “સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્યરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આશીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે.” (વ.પૃ.૨૬૯) કરી સત્કાર્યોને પરભવ વિષે નૃપતિ થયો, છતાં ભૂલ્યો હેતું સફળ ભવ મોહે નહિ થયો;
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy