SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - રાગદ્વેષરૂપ મળને ટાળવા માટે જીવે હૃદયમાં હિતઅહિતના ભાનરૂપ વિવેક પ્રગટાવવો જોઈએ. તે અર્થે સદગુરુનો બોઘ વિચારતાં અવિવેકભાવ શીધ્ર ટળશે. ||૧૦ના સદગુરુબોઘ વિચારવા ઉરમાં કર અવકાશ, ઇંદ્રિય-વિષય-વાસના, કષાય કચરો ખાસ. ૧૧ અર્થ :- સદગુરુનો બોધ વિચારવા માટે પ્રથમ બીજા વિચારો મૂકીને હૃદયમાં અવકાશ લાવ. તે બોઘને વિચારવામાં ખાસ બાઘક કારણો તે પંચેન્દ્રિયના વિષયની વાસના તથા કષાયરૂપ કચરો છે; તેને પ્રથમ દૂર કર. /૧૧ાા ઉપશમ-ત્યાગ-વિરાગથી સન્મુખ વૃત્તિ થાય, ગુરુકૃપાથી જીવને સ્વાનુભવ સમજાય. ૧૨ અર્થ - વિષય કષાયનું ઉપશમન કરવાથી જીવમાં વૈરાગ્ય અને ત્યાગભાવ પ્રગટે છે. તેથી જીવની આત્મસન્મુખ વૃત્તિ થાય છે, અને ગુરુકૃપાથી જીવને સ્વઆત્માનો અનુભવ કેમ કરવો તેનો ઉપાય સમજાય છે. ૧૨ાા વસ્તુ-ચિંતન-ધ્યાનથી મન જ્યારે સ્થિર થાય. ઇંદ્રિયાતીત નિજસુખે રહીં, અનુભવ વેદાય. ૧૩ અર્થ :- આત્મવસ્તુના ચિંતન કે ધ્યાનથી મન જ્યારે સ્થિર થાય ત્યારે ઇન્દ્રિયથી અતીત એટલે જુદા એવા નિજ આત્મસુખના અનુભવનું પોતાને સાક્ષાત્ વેદન થાય છે. “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત્ સુખ ઉપજૈ, અનુભવ યાકો નામ.” -સમયસાર નાટક ||૧૩મા સ્થિરતા બે ઘડી ત્યાં થતાં પ્રગટે કેવળ જ્ઞાન; કર્મતણા ઘક્કા થકી ટકે ન તેનું ધ્યાન. ૧૪ અર્થ - સ્વરૂપમાં બે ઘડી સુધી સ્થિરતા થતાં જીવને કેવળજ્ઞાન પ્રગટે છે. પણ કર્મના ઘક્કાથી ધ્યાનની તે શ્રેણી બે ઘડી સુધી ટકવી ઘણી મુશ્કેલ છે. ૧૪ અનુભવ જન મંડ્યા રહે અભ્યાસે ઘર ખંત, કરે નિર્જરા કર્મની કરી આત્મા બળવંત. ૧૫ અર્થ :- આત્મ અનુભવી જ્ઞાની પુરુષો ઉત્સાહ ઘરીને તે ધ્યાનની શ્રેણીને બે ઘડી સુધી ટકાવવા પુરુષાર્થના બળે મંડ્યા રહે છે, અને આત્માને અત્યંત બળવાન બનાવી અંતે સર્વ કર્મની નિર્જરા કરી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. ૧પો (૨) બાહ્ય વૃત્તિ બહુ દોડતી, કરવા પર વ્યવહાર; લોભ સર્વનું મૂળ છે, લાભ લોભ અપાર. ૧૬ અર્થ - હવે બીજી સંતોષ નામની સુખશયા વિષે બોધ આપે છે :અનાદિકાળથી જીવની બાહ્યવૃત્તિ તે પર પદાર્થના લે મેલ કરવાના વ્યવહારમાં જ આનંદ માનીને
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy