SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આપ્યું તે છે. I૧૬ના વળી વર્ષ સાડાબારથી વધુ કાળ વર-છઘસ્થતા, આવે ઋજુંકૂલા-કિનારે ગ્રામ છે જ્યાં જંભિકા, તે ગામના સુંદર વને સુંદર શિલા પર શોભતા, શુભ શાલ તરુ નીચે પ્રતિમાયોગ ઘર છઠ ઘારતા. ૧૭ અર્થ :- હવે જગતબંધુ મહાવીરને છદ્મસ્થ અવસ્થામાં સાડાબાર વર્ષથી વધુ કાળ વ્યતીત થયો. તે એક દિવસ જભિકા નામના ગામની પાસે આવેલ જાકૂલા નદીના કિનારે સુંદર વનમાં સુંદર શિલા ઉપર શુભ શાલ વૃક્ષની નીચે છઠ તપનો નિયમ લઈ પ્રતિમાઘારીને બિરાજમાન થયા; જે અતિ શોભાસ્પદ જણાતા હતા. /૧૭ના થર શીલ બખ્તર પર મહાવ્રત-ભાવનાàપ વસ્ત્ર જો, સંવેગ-હાથી પર ચઢી, લે રત્નત્રયરૅપ શસ્ત્ર, હો! ચારિત્ર-રણમાં ઝૂઝતા ઝટ દુષ્ટ કર્મ-અરિ હણે યોદ્ધો મહાવીર જોઈ લ્યો, સમભાવને તે બળ ગણે. ૧૮ અર્થ :- પ્રથમ પંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનારૂપ વસ્ત્ર પહેરી તેના ઉપર શીલરૂપી બખ્તર ઘારણ કર્યા. તે પ્રત્યેક અહિંસાદિ પંચ મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે છે : સહજ સુખ સાઘન'માંથી - એ પાંચ મહાવ્રતોની દ્રઢતા માટે એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે, જેના ઉપર વતી ધ્યાન રાખે છે. (૧) અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) વચનગુતિ (૨) મનોગુતિ (૩) ઈર્ષા સમિતિ (૪) આદાન નિક્ષેપણ સમિતિ (૫) આલોકિત પાનભોજન એટલે – દેખી તપાસીને પીવાના પદાર્થો કે ભોજન કરવું. (૨) સત્યવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) ક્રોથનો ત્યાગ (૨) લોભનો ત્યાગ (૩) ભયનો ત્યાગ (૪) હાસ્યનો ત્યાગ, કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે, (૫) અનુવીચી ભાષણ એટલે – શાસ્ત્રોક્ત વચન કહેવું. (૩) અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) શૂન્યાગાર–શૂન્ય એકાન્ત જગાએ રહેવું. (૨) વિમોચિતાવાસ–છોડી દીધેલાં ઉજ્જડ થયેલાં સ્થાનમાં રહેવું. (૩) પરોપરોઘાકરણ–પોતે જ્યાં હોય ત્યાં બીજા આવે તો મનાઈ ન કરવી, અથવા જ્યાં કોઈ મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) શૈક્ષ્યશુદ્ધિ-શુદ્ધ ભિક્ષા અંતરાય કે દોષ ટાળીને લેવી. (૫) સાઘર્મી અવિસંવાદ-સાઘર્મી ઘર્માત્માઓ સાથે વિસંવાદ અથવા તકરાર ન કરવી. (૪) બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓઃ- (૧) સ્ત્રી રાગકથા શ્રવણત્યાગ-સ્ત્રીઓની રાગ વઘારનારી કથાઓનો ત્યાગ, (૨) તન્મનોહરાંગ નિરીક્ષણ ત્યાગ-સ્ત્રીઓનાં મનોહર અંગોને દેખવાનો ત્યાગ, (૩) પૂર્વરતાનુસ્મરણ ત્યાગ–પહેલાં ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ, (૪) વૃષ્ટોષસ ત્યાગ–કામોદ્દીપક પુષ્ટ રસનો ત્યાગ, (૫) સ્વશરીર સંસ્કાર ત્યાગ–પોતાના શરીરના શૃંગારનો ત્યાગ. (૫) પરિગ્રહત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ :- મનોજ્ઞ અને અમનોજ્ઞ પાંચ ઇન્દ્રિયોના પદાર્થોને
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy