SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ વઘારતાં વઘારતાં કેવળજ્ઞાન થાય છે. વૈરાગ્યઉપશમ વધે એવું શાસ્ત્રમાં ઘણું કહ્યું છે અને સિદ્ધાંતબોઘ તો થોડો જ છે.” .ભા. ૨ (પૃ.૧૬૮) ૩૪. સદ્દબોઘના વઘતા બળે એકાગ્રતા અતિ આદરી, મેંળ ભૂલ ભગવાને દઠી જે ટાળવી અતિ આકરી. વૈરાગ્યવૃદ્ધિ ત્યાં થઈ, પુરુષાર્થબળ જાગ્યું અતિ, નિશ્ચય કર્યો કે “અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. ૩૫ અર્થ :- સદ્ગોઘનું બળ હૃદયમાં વઘવાથી એકાગ્રતા અત્યંત પ્રાપ્ત થતાં જીવની મૂળ ભૂલ ભગવાને દીઠી. જે ટાળવી અત્યંત આકરી છે, એમ જાણી વૈરાગ્યની વૃદ્ધિ થઈ અને પુરુષાર્થ બળ અત્યંત જાગૃત થયું. તેથી એવો નિશ્ચય કર્યો કે હવે અલ્પ વયમાં મારે ચારે ગતિને અવશ્ય ટાળવી જ છે. (૩૫ા આ મોહ હણવાને હવે ઘરી રત્નત્રય તપ આદરું; ત્રણ જ્ઞાન છે પણ જ્ઞાનફળ વિરતિ વિના ઘરમાં ફરું? તે ઘન્ય! નેમિનાથ આદિ ર્જીવન ટૂંકું જાણીને, કુમારકાળે મોક્ષ માટે તન પીલે તપ-ઘાણીએ. ૩૬ અર્થ :- આ અનાદિના મોહને હણવાને માટે હવે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય રત્નને ઘારણ કરી સર્વ કર્મોને બાર પ્રકારના તપ વડે તપાવી તેથી મુક્ત થાઉં. મતિ, શ્રુત, અવધિજ્ઞાન વિદ્યમાન છે પણ “જ્ઞાનસ્ય ફળ વિરતિ’ જ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ આવવું જોઈએ. પણ એ વિના હજી હું ઘરમાં જ ફરું છું. એ નેમિનાથ આદિ ભગવંતોને ઘન્ય છે કે જેણે પોતાનું જીવન ટૂંકુ જાણીને સંસારમાં પડ્યા વિના જ કુમારકાળમાં મોક્ષ માટે તારૂપી ઘાણીમાં પોતાના તનને પીલવા લાગ્યા હતા અર્થાત ઇચ્છા નિરોઘ કરવારૂપ તપ કરવા લાગ્યા હતા. ૩૬ાા અજ્ઞાનતામાં પાપ કીઘાં તે ટળે જ્ઞાને, ખરે! જે જ્ઞાન પામી પાપ કરતો, તે ઘૂંટે શાથી, અરે? રે! બાલ્યકાળ તથા જુવાનીમાં રહી ઘરમાં ઘણાં, જીંવ પાપ સેવે, તેથી તજવાં પાપ ગૃલ્લંઘન તણાં. ૩૭ અર્થ - અજ્ઞાન અવસ્થામાં કરેલા પાપોનો સમ્યકજ્ઞાન વડે જરૂર નાશ કરી શકાય છે. પણ જે સમ્યકજ્ઞાન પામીને પણ પાપ જ કરે તે જીવ અરેરે! કઈ રીતે પાપોથી છૂટી શકશે? અરેરે! બાલ્ય અવસ્થામાં કે યુવાન અવસ્થામાં જીવ ઘરમાં રહીને ઘણા પાપ સેવે છે. તેથી મારે હવે ગૃહત્યાગ કરીને ઘરમાં રહેવાથી થતાં પાપોનો જરૂર ત્યાગ કરવો છે; એમ શ્રી વીર જિન ત્રીસ વર્ષના ભર યૌવનમાં ઘરમાં બેઠા ચિંતવન કરે છે. ૩શા યૌવનવયે જે કામ જીતે સર્વને જીંતનાર એ, ને આત્મજ્ઞાને કર્મ હણીને મોક્ષસુખ વરનાર તે.” તે રાજ્યભોગાદિ થકી નિઃસ્પૃહ વિર બ્રહ્મચારી છે ગૃહ કેદ સમ સમજી ચહે બનવા અસંગનવિહારી તે. ૩૮ અર્થ - યૌવનવયમાં જે કામરાગને જીતે તે સર્વ વિષયોને જિતનાર થાય છે.
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy