SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પકડવાનો પ્રયત્ન કરજે. કાળના નિરવધિ સમંદરમાં પચીસસોછવ્વીસસો વર્ષનો ગાળો બહુ જ નાનકડો ગાળો છે. પ્રભુને કૈવલ્ય ઉત્પન્ન થયું એ ક્ષણોનાં આન્દોલનો ધરતીમાં, વૃક્ષોમાં ઝિલાયાં હોય... તમે એને મેળવી શકો ધ્યાનદશામાં. કલ્યાણક સ્થળોની યાત્રાની પાછળ આ જ તો ઉદ્દેશ હોય છે ને ! એમના ચહેરા પરના હર્ષથી અભિવ્યક્ત થતો હતો. એ હર્ષનો શાબ્દિક અનુવાદ આવો થઈ શકે : અભુત આનંદ મળ્યો આરાધનાનો...! સાધ્વીજી પુણ્યદર્શનાશ્રીજી (૫૧ ઉપવાસ), સાધ્વીજી આત્મદર્શનાશ્રીજી (૩૧ ઉપવાસ) તથા સાધ્વીજી ભવ્યરસાશ્રીજી (અઠ્ઠાઈ)ની તપશ્ચર્યા સાથે સાધ્વીજી સમયજ્ઞાશ્રીજી, સાધ્વીજી ગુણજ્ઞાશ્રીજી અને સાધ્વીજી પરમધારાશ્રીજીએ પોતાની જન્મભૂમિના દાદાનાં ચરણોમાં ૩૬ ઉપવાસની સાધનાનું પુષ્પ સાદર સમર્પિત કર્યું. સાધ્વીજી હેમવર્ધનાશ્રીજી તથા સાધ્વીજી પરાર્થવર્ધનાશ્રીજીએ સિદ્ધિતપની સાધનાનું પુષ્પ સમર્પિત કરેલ. શ્રાવક વર્ગમાં ૭ માસક્ષમણ, ૫૦ અઠ્ઠાઈ, સિદ્ધિતપ, ભદ્રતપ, શ્રેણિતપ આદિ તપશ્ચર્યા થયેલ. રાયણ વૃક્ષની નીચે ધ્યાન ધરીએ ત્યારે પ્રભુ ઋષભદેવે કૈવલ્ય પ્રાપ્તિ પૂર્વે કરેલ ધ્યાનદશાનાં આન્દોલનો આપણને મળે. ૪૫ સાધુ-સાધ્વીજીઓના યોગોદ્વહન થયેલ. જૂનાડીસાનું અમારું વિ.સં. ૨૦૭૧નું ચાતુર્માસ પણ પૂર્વ મહાપુરુષોની સાધનાની ઊર્જાને પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે યોજાયું હતું. પૂજ્યપાદ, પ્રશાન્તમૂર્તિ આચાર્ય ગુરુભગવંત શ્રીમદ્વિજય અરવિન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં આચાર્ય શ્રીયશોવિજયસૂરિજી, આચાર્ય શ્રીરાજપુણ્યસૂરિજી, આચાર્ય શ્રીભાગ્યશવિજયસૂરિજી, મુનિ શ્રીદિવ્યરત્નવિજયજી, મુનિ શ્રીમહાયશવિજયજી આદિ ૩૧ મુનિવરો અને સાધ્વીજી તરુણચન્દ્રાશ્રીજી, સાધ્વીજી મયૂરકલાશ્રીજી, સાધ્વીજી જયશીલાશ્રીજી આદિ ૧૧૪ સાધ્વીજીઓ ચાતુર્માસમાં હતાં. એક તો આ ઊર્જાક્ષેત્ર. અને એમાં ઊર્જાપુરુષ, પંચોતેર વર્ષના દીર્ધસંયમી પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રા. અનુભવ બહુ જ અનોખો રહ્યો. સહુની સાધના અહીંની ઊર્જાને કારણે ઊંચકાઈ. ચાતુર્માસ પ્રવેશથી પર્યુષણ પર્વ સુધી રહેલ સેંકડો આરાધકોનો અને પર્યુષણા મહાપર્વ માટે આવેલ સંખ્યાબંધ આરાધકોનો અનુભવ જૂનાડીસામાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચન્દ્રસૂરિ મહારાજા અને પૂજ્યપાદ આચાર્ય ભગવંત હીરવિજયસૂરિ મહારાજાએ સાધના કરેલી છે. એમની સાધનાનાં આન્દોલનો આ ઊર્જાક્ષેત્રમાં પથરાયેલ છે. આપણા યુગના સાધનામહર્ષિ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભદ્રસૂરિ મહારાજા, પૂજયપાદ નિઃસ્પૃહશિરોમણિ આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિસાગરસૂરિ મહારાજા, પૂજયપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય વૅકારસૂરિ મહારાજા , ૧૭૮ ક મોલ તમારી હથેળીમાં ના હમ દરસના, ના હેમ ફરસને કે ૧૭૯
SR No.009271
Book TitleMoksh Tamari Hathelima
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size316 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy