________________
પરમપાવન પંચસૂત્રક ગ્રન્થ તથાભવ્યત્વ (મોક્ષે જવાની આત્માની યોગ્યતા)ને પરિપક્વ કરવા માટે આ સાધનાત્રિપદીની વાત કરે છે.
કેવી મઝાની આ સાધનાત્રિપદી ! એ ઉપાદાનને નિર્મલ, નિર્મલ બનાવી દે... અને આન્તરયાત્રા ચાલુ !
આધારસૂત્ર
तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं ॥
- પંચસૂત્ર, પ્રથમ સૂત્ર
પ્રશાન્ત અને ગંભીર ચિત્તવાળા, સાવદ્ય યોગથી વિરત, પંચવિધ આચારને જાણનાર, પરોપકારમાં ઓતપ્રોત, કમળ જેવા અસંગ, ધ્યાન અને અધ્યયનથી યુક્ત અને વિશુદ્ધ, વિશુદ્ધતર ભાવથી સંપન્ન સાધુભગવંતોનું શરણ હો !
૧૨ મોક્ષ તમારી હથેળીમાં
Shranik / E / Yashovijay-2013/Mukha Tamari Hathelia (24-6-2015) - st & 2nd 24-6-2015/3rd-28-6-2015