SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવ અને સાવદ્યયોગની વિરતિ (વિભાવમાં છે પાપવૃત્તિમાં ન જવું) આ બે ચરણોને પરમપાવન ‘કરેમિ ભંતે !! સૂત્રમાં પણ કેવા સરસ રીતે વણી લેવામાં આવ્યાં છે ! : ‘કરેમિ ભંતે ! સામાઇયે, સાવજ્જ જોગ પચ્ચખામિ...' હું સમભાવમાં સ્થિર થાઉં છું અને સાવદ્યયોગમાં, પાપવૃત્તિમાં ન જવાની પ્રતિજ્ઞા જડ પદાર્થોને કઈ રીતે જાણશું ? પદાર્થ પદાર્થ છે. એ સારો પણ નથી. ખરાબ પણ નથી. ઠંડી વાઈ રહી છે. હવે સફેદ શાલ સારી કે ક્રીમ કલરની સારી એવો વિકલ્પ ત્યાં હોતો નથી. ઠંડી ઊડે એવું કંઈ પણ જોઈએ... આને ઉપયોગિતાવાદ કહેવાય છે. શરીરની મર્યાદાને ઢાંકવા માટે વસ્ત્રો જોઈએ. પણ એ આવાં હોય તો સારાં અને આવાં ન હોય તો સારાં નહિ આવી વાત સાધકના મનમાં હોતી નથી. વસ્ત્ર વસ્ત્ર જ હોય છે. જ્ઞાતાભાવે. જડ પદાર્થોને માત્ર પદાર્થો તરીકે જોવા છે. તે સારા છે કે ખરાબ છે એ વિચારવું નથી. સ્વાનુભૂતિની પગથારે જ આગળ વધવું છે. ત્રીજું ચરણ છે : ‘પંચવિહાયારજાણગા...' પંચવિધ આચારની એવી જાણકારી, જે અનુભૂતિના સ્તર પર વિસ્તર્યા કરે. સાધકના સન્દર્ભમાં સમ્યગ્રજ્ઞાનાચાર એટલે જ્ઞાતાભાવ. સમ્યગદર્શનાચાર એટલે દ્રષ્ટાભાવ. સમ્યફચારિત્રાચાર એટલે ઉદાસીનભાવ. સમ્યક્તપાચાર એટલે ધ્યાન, કાયોત્સર્ગ આદિની લીનતા. સમ્યગુવીર્યાચાર એટલે આત્મશક્તિના વહેણનું સ્વ તરફ વળવું. ક્રમશ: પાંચે આચારોને આત્મસાત્ કઈ રીતે કરવા તે જોઈએ. હવે દરેક આત્માને કઈ રીતે જોઈશું ? દરેક આત્મા અનન્તગુણોથી પરિપૂર્ણ છે એ રીતે જોવું છે. અત્યાર સુધી પોતાના સિવાયના બીજાઓને સારા માનવાનું કદાચ નથી થયું. બીજાઓને સારા માનવા તે અગણિત જન્મોની ભૂલનું પ્રાયશ્ચિત્ત થશે. જ્ઞાતાભાવ. પરમપાવન દશવૈકાલિક સૂત્રમાં એક સરસ સાધના આપણને અપાઈ છે : સર્વમિત્રતાની. ભગવાન શય્યભવસૂરિ મહારાજ કહે છે : “સવમૂયuખૂબસ...' સાધક પૂછશે : ગુરુદેવ ! સર્વમિત્રતાની સાધના આપે મને આપી. એ સાધનાને ટકાવી રાખવા મારે શું કરવું જોઈએ ? ગુરુદેવ કહેશે : ‘સમું મૂયાડું પાસો...' તે સમ્યફ રીતે પ્રાણીઓને જો . અત્યાર સુધી તું બીજાઓને ત્યારે જ સારા માનતો હતો જ્યારે એ ઉપયોગી શેયોને જાણવા છતાં તેમાં રાગ, દ્વેષ આદિ ન થાય તે જ્ઞાતાભાવે. જોયોને ત્રણ વિભાગમાં વહેંચીએ : જડ, ચેતન (અન્ય), સ્વ. ૨૪ : મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી : ૨૫
SR No.009271
Book TitleMoksh Tamari Hathelima
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size316 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy