SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः (शङ्का)तत्त्वज्ञानस्य साक्षाददृष्टनाशकत्वे क्वचिद्भोगः क्वचिच्च तत्त्वज्ञानम् इत्यननुगमेन व्यभिचाराद्भोगस्याऽदृष्टनाशकारणता न सम्भवतीत्यपि नाशङ्कनीयम् । भोगोपहितादृष्टनाशत्वस्य भोगजन्यतावच्छेदकतया व्यभिचारानवकाशात्, अन्यथा तवापि प्रायश्चित्तकीर्तनादिजन्यादृष्टनाशे व्यभिचारात् । જરૂરી છે. જવાબ :-પ્રાયશ્ચિત્તથી કર્મનો ક્ષય થાય છે. પ્રાયશ્ચિત્ત કરનારને કર્મનો ભોગ હોતો નથી. માટે ઉપરોક્ત વાકયમાં સૂર્ય પદનો અર્થ “વેદે જણાવેલા કર્મનાશકોથી અનાશ્ય કર્મ' એવો કરવો આવશ્યક છે. પ્રાયશ્ચિત્તની જેમ તત્ત્વજ્ઞાન પણ વેદબોધિત નાશક છે. તેથી ભોગ વિના જ કર્મનાશ થાય છે એવું માનવામાં કોઈ ક્ષતિ નથી. પ્રશ્ન –તત્ત્વજ્ઞાનને સાક્ષાત્ અદષ્ટનાશક માનવાથી કોઈ સ્થળે ભોગ તો કોઈ સ્થળે તત્ત્વજ્ઞાન અદષ્ટનાશક બનતા અનrગમ થશે. જયાં અનrગમ હોય ત્યાં પરસ્પર કારણવિરહપ્રયુક્ત વ્યભિચાર થશે માટે ભોગની અદેકારણતા સંભવતી નથી. જવાબ :–ભોગરૂપ ઉપાધિથી યુક્ત અષ્ટનાશત્વ ભોગનિરૂપિત જન્યતાનું અવચ્છેદક છે. તેથી વ્યભિચારને અવકાશ નથી. આ રીતે કારણતા નહીં માનીએ તો પ્રાયશ્ચિત્ત, કીર્તન વગેરેથી જન્ય અદૃષ્ટનાશમાં વ્યભિચાર તમારા મતે પણ થશે. એ સ્વીકૃત છે. પ્રાયશ્ચિત્તમાં ઝટિતિભોગસંપાદકત્વ માની શકાય તેમ નથી. તેથી વિરોધનો પરિહાર કરવા ઉપરોક્ત વચનના અર્થની જ સંગતિ કરવી રહી. આ વચનમાં ઝર્મ પદનો કર્મસામાન્ય અર્થ નથી પણ કર્મવિશેષ છે. જે કર્મ વેદબોધિત નાશકોથી અનાશ્ય છે તે કર્મવિશેષ અહીં સૂર્ણ પદથી અભિપ્રેત છે. તત્ત્વજ્ઞાન, પ્રાયશ્ચિત્ત વગેરે વેદબોધિત કર્મનાશકો છે. જે કર્મોનો તેમનાથી નાશ ન થાય તે કર્મોને ભોગવવા જ પડે. આવો અર્થ કરવાથી વિરોધ રહેતો નથી. ભોગ વિના પણ તત્ત્વજ્ઞાનથી કર્મનાશ થઈ શકે છે. આ સિદ્ધાંતમાં કોઈ ખોટ જણાતી નથી. પ્રશ્ન :–ભોગ, પ્રાયશ્ચિત્ત અને તત્ત્વજ્ઞાન આ ત્રણે જો એક કર્મનાશ રૂપ કાર્યના જ કારણ હોય તો ક્યો કર્મનાશ શેને કારણે થયો તે ઓળખી શકાશે નહીં. જ્યાં ભોગથી કર્મનાશ થયો ત્યાં તત્ત્વજ્ઞાન કે પ્રાયશ્ચિત્ત રૂપ કારણ નથી તેથી રમાવે કાર્યસત્ત્વરૂપ વ્યભિચાર પણ થાય છે. માટે ભોગને અદૃષ્ટનાશનું કારણ માનવું જોઈએ નહીં. જવાબ :-ભોગ-પ્રાયશ્ચિત્તાદિની તૃણારણિમણિન્યાયે પ્રાતિસ્વિક કારણતા છે તેથી વ્યભિચાર નથી. ભોગાવ્યવહિતોત્તરક્ષણોત્પન્ન કર્મનાશ પ્રત્યે ભોગ કારણ છે. આમ કાર્યતાવચ્છેદક કર્મનાશત્વ, ભોગવ્યવહિતોત્તરક્ષણોત્પત્તિમત્ત્વ નામની ઉપાધિથી સહિત છે તેથી વ્યભિચાર નથી. (સ્વમતે કેવળ ભોગ કર્મનાશનું કારણ નથી જ. પ્રશ્નકાર અનrગમ અને વ્યભિચારને કારણે ભોગને કર્મનાશનું કારણ માનવાનો નિષેધ કરે છે તેનો આ જવાબ છે) જે (=પ્રશ્નકાર) ભોગને કર્મનાશનું કારણ નથી માનતા તે પ્રાયશ્ચિત્તને તો માને છે તો પણ અનનુગમ અને વ્યભિચાર દોષ આવે છે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy