SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः जन्ये च दुरितनाशेऽतिप्रसङ्गभङ्गाय तद्विशेषणोपादानम् । न च तच्छरीरारम्भककर्मणां तत्त्वज्ञाने जातेऽपि भोगादेव क्षयः, अत एव तत्त्वज्ञानिनोऽपि नारदादयः सुखोपाये प्रवर्तन्ते दुःखोपाये च निवर्तन्ते, तथा च तत्त्वज्ञानजन्यदुरितनिवृत्तेस्तादृशदुरितसमानकालीनतया नोक्तरूपात्यन्तिकत्वं निर्वहतीति वाच्यम् । जातेऽपि तत्त्वज्ञाने भोगादेव प्रारब्धशरीरकर्मसु क्षीणेष्वेव तत्त्वज्ञानान्तरादितरदुरितनाशोपगमात् तस्यैवात्यन्तिकत्वेन मोक्षरूपत्वात् । न च तादृशकर्मसु विद्यमानेष्वेव तत्त्वज्ञानरूप પ્રશ્ન તત્ત્વજ્ઞાન થઈ જાય તેમ છતાં તે શરીરનો આરંભ કરનારા કર્મોનો ભોગથી જ ક્ષય થાય છે. આથી જ નારદ વગેરે તત્ત્વજ્ઞાનીઓ સુખના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને દુઃખના ઉપાયથી નિવૃત્ત થાય છે. આમ તત્ત્વજ્ઞાનથી થતો દુરિતનાશ શરીરઆરંભક દુરિતનો સમાનકાલીન જ છે. તેથી મુક્તિમાં આત્યંતિકત્વ વિશેષણ ઘટતું નથી. જવાબ:–તત્ત્વજ્ઞાન થયા પછી પણ ભોગથી જ પ્રારબ્ધ શરીર કર્મનો ક્ષય થાય છે. તે ક્ષય થયા પછી બીજું તત્ત્વજ્ઞાન થાય છે, તેવું સ્વીકાર્યું છે. બીજા તત્ત્વજ્ઞાનથી થતો દુરિતનાશ આત્યંતિક છે અને તે જ મોક્ષ છે. પ્રશ્ન : તત્ત્વજ્ઞાનથી આત્યંતિક દુરિતનિવૃત્તિ થાય છે એ વાત સાચી નથી. તત્ત્વજ્ઞાનજન્ય દુરિતનિવૃત્તિ પણ દુરિત સમકાલીન જ છે. તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ શરીર તો રહે જ છે. જ્યાં સુધી શરીરનિર્વક કર્મો છે ત્યાં સુધી શરીર છે. શરીરનિર્વક કર્મો ભોગથી જ નાશ પામે છે. એટલે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ શરીરનિર્વક કર્મો હોવાથી તત્ત્વજ્ઞાનજન્ય દુરિતનાશ આત્યંતિક ન થયો. તત્ત્વજ્ઞાન થાય એટલે તમામ દુરિતનો નાશ થઈ જ જાય એવું નથી. પ્રારબ્ધ કર્મનો નાશ ભોગથી જ થાય છે. તત્ત્વજ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધ કર્મો હોય છે. માટે જ નારદ જેવા તત્ત્વજ્ઞાનીઓ પણ પ્રારબ્ધ અનુસાર સુખના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને દુઃખના ઉપાયથી નિવૃત્ત થાય છે. આમ, આત્યંતિક દુરિતનાશ શક્ય નથી. જવાબ : તત્ત્વજ્ઞાનના બે તબક્કા છે. પ્રારંભિક તત્ત્વજ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધકર્મનો ક્ષય થતો નથી. પ્રારબ્ધકર્મ ભોગથી ક્ષય પામે ત્યારે દ્વિતીય કક્ષાનું તત્ત્વજ્ઞાન થાય છે. આ તત્ત્વજ્ઞાનથી બીજા તમામ દુરિતોનો નાશ થાય છે. અને આ તત્ત્વજ્ઞાનથી જન્ય દુરિતધ્વંસ જ આત્યંતિક છે. પ્રાથમિક તત્ત્વજ્ઞાનજન્યરિતધ્વંસ લક્ષ્ય નથી માટે તેમાં અતિવ્યાપ્તિ થશે નહીં. પ્રારંભિક તત્ત્વજ્ઞાન થયા પછી પણ જયાં સુધી પ્રારબ્ધશરીરકમ બાકી છે ત્યાં સુધી ઇતર સકલ કર્મોનો ક્ષય થતો નથી. દ્વિતીય કક્ષાના તત્ત્વજ્ઞાનથી જ તે થાય છે. પ્રશ્ન:-પ્રારબ્ધકર્મની હાજરીમાં પ્રારંભિક કક્ષાનું) તત્ત્વજ્ઞાન તો છે. તો તેના દ્વારા ઇતર કર્મોનો ક્ષય કેમ નથી થતો ? જવાબ :–દુરિતનિષ્ઠ-નાશ્યતા-નિરૂપિત નાશતાવરચ્છેદક જાતિ ચરમતત્ત્વજ્ઞાનમાં જ છે. અર્થાત્ દુરિતનો સર્વનાશ ચરમતત્ત્વજ્ઞાનથી જ થાય છે. માટે પ્રાથમિક તત્ત્વજ્ઞાનથી ઇતર કર્મોનો ક્ષય થતો નથી.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy