SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः प्रागभाववत् साध्यत्वमक्षतमेव । दुःखप्रागभावाभावविशिष्टदुः खात्यन्ताभावो मोक्षः सुषुप्त्यादिदशायां विशेषणाभावात् नातिप्रसङ्ग इति तु सुवचम् । १९ (१०) अथ यथा दूरस्थसरोऽवगाहनादिसाध्यस्य तदुपायपूर्वकत्वादिविशेषणविशिष्टसन्तापशान्त्यादिरूपफलस्य अनायाससिद्धवृष्ट्यादितोऽनिर्वाहेऽपि विशेष्य વિશિષ્ટ દુઃખનો અત્યંતાભાવ મોક્ષ છે. સુષુપ્તિ વગેરે દશામાં વિશેષણનો અભાવ હોવાથી અતિવ્યાપ્તિ નથી આવું પણ કહી શકાય છે. (૧૦) શબ્દાર્થ :—પૂર્વપક્ષઃ દૂરના સરોવરમાં અવગાહન જન્યત્વ વિશિષ્ટ સંતાપશાંતિરૂપ ફલનો અનાયાસસિદ્ધ વૃષ્ટિથી નિર્વાહ ન થતો હોવા છતાં પણ ફક્ત વિશેષ્ય રૂપ સંતાપશાંતિ ફલ તો વૃષ્ટિથી સાધ્ય છે માટે (ફક્ત વિશેષ્યની ઇચ્છા હોય તો) દૂરના સરોવરના અવગાહનમાં જવાબ ઃ—જે અત્યંતાભાવ સાથે દુ:ખનો પ્રાગભાવ ન હોય તે દુ:ખાત્યતાભાવ મોક્ષ કહેવાય. પહેલાં કહ્યું તેમ ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થનો પ્રાગભાવ હોય. મુક્તિમાં દુઃખ ઉત્પન્ન થવાનું નથી માટે દુઃખનો પ્રાગભાવ નથી. આમ મુક્તિમાં રહેતો દુઃખાત્યતાભાવ પ્રાગભાવાભાવવિશિષ્ટ છે. સંસારી અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા બાદ દુઃખ ઉત્પન્ન થવાનું છે. આથી સુષુપ્તિ અવસ્થામાં દુ:ખ પ્રાગભાવ છે. સુષુપ્તિ અવસ્થાનો અત્યંતાભાવ દુઃખપ્રાગભાવાભાવ વિશિષ્ટ નથી. માટે અતિવ્યાપ્તિ નથી. આ રીતે દુ:ખાત્યંતાભાવ મુક્તિ છે. ‘દુઃખપ્રાગભાવ મુક્તિ છે' એ વાત યોગ્ય નથી. (૧૦) વિવરણ :–મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ અલ્પ આયાસ તરફ હોય છે. અલ્પ પ્રયત્નથી મળતા ફળમાં તેને વિશેષ પક્ષપાત હોય છે. (નજીકમાં બે રૂપિયામાં ચા મળતી હોય તો સ્પેશ્યલ ચા પીવા હોટલ સુધી લાંબા થવાનું કોઈ પસંદ કરતું નથી.) ફળ બે પ્રકારના હોય છે—એક અવિશિષ્ટ ફળ અને બીજું વિશિષ્ટ ફળ (ચા અને સ્પેશ્યલ ચા) સુખ કે દુઃખનિવૃત્તિ એ અવિશિષ્ટ ફળ છે. તે વિશેષ્ય જ જ્યારે વિશેષણથી વિશિષ્ટ બને ત્યારે વિશિષ્ટ ફળ બને. અવિશિષ્ટ ફળમાં પ્રવૃત્તિની દૃષ્ટિએ કોઈ ફરક પડતો નથી. વિશિષ્ટ ફળમાં વિશેષ્યભાગ સહેલાઈથી સાધ્ય બનતો હોય અને વિશેષણ ભાગ અઘરો હોય ત્યારે પ્રવૃત્તિ સહેલાઈથી સાધ્ય બનતા વિશેષ્યમાં જ થાય છે. વિશિષ્ટફળમાં પ્રવૃત્તિ થતી નથી. ઉદાહરણ તરીકે રણમાં એક માણસને તરસ લાગી છે. જલ ન મળવાથી તેને સંતાપ થઈ રહ્યો છે. સંતાપશાંતિ તેનું ઉદ્દેશ્ય (=ફળ) છે. જલ માટે તે નજર દોડાવે છે. દૂર સરોવર નજરે પડે છે. તે સમજે છે કે સંતાપશાંતિ કરવી હોય તો સરોવરમાં જઈ ડૂબકી લગાવી પાણી કાઢવાનો શ્રમ વેઠવો પડશે. બીજો કોઈ ઉપાય ન મળતાં તે શ્રમ વેઠીને સંતાપ શમાવે છે. આ જ સમયે આકાશમાં વાદળ ઉમટી આવે ને વૃષ્ટિ થાય તો તે માણસ સરોવર સુધી લાંબો થતો નથી. આ વાત અનુભવ સિદ્ધ છે. આ સ્થળે સંતાપશાંતિ ફળ છે. અન્ય કોઈ ઉપાય ન હોય ત્યારે દૂરસ્થ સરોઅવગાહન દ્વારા જ તે સાધ્ય છે.આમ અવિશિષ્ટ એવી સંતાપશાંતિ દૂરસ્થ સરોઅવગાહનઉપાયપૂર્વકત્વ વિશેષણથી વિશિષ્ટ બને. અહીં વિશેષણને કારણે વિશિષ્ટ=ફળ શ્રમસાધ્ય બને છે. વિશેષ્ય સંતાપશાંતિ જો અનાયાસે થતી વૃષ્ટિથી સાધ્ય જણાય તો વિશિષ્ટ ફળ માટે પ્રવૃત્તિ નહીં થાય. કારણ કે શ્રમસાધ્ય ફળમાં બલવદ્ દ્વેષ પ્રવૃત્તિનો પ્રતિબંધ કરે છે. પ્રસ્તુતમાં, આત્યંતિક દુઃખનિવૃત્તિને મુક્તિ કહી છે. અહીં દુઃખનિવૃત્તિ વિશેષ્ય છે અને
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy