SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः प्रवृत्तिदर्शनात् । क्षेमरूपञ्च साधनत्वं लब्धपरिरक्षणं सिद्धस्योत्तरकालसत्त्वनिर्वाहकत्वम् । प्रागभावस्याप्युत्तरोत्तरकालसम्बन्धः प्रतियोग्युत्पादविरोधिनिर्वाह्यः । दुःखोत्पादविरोधी च दुःखबीजीभूताधर्मनाशहेतुरात्मतत्त्वज्ञानमेवेति तत्साध्यत्वं दुःखप्रागभावस्येति प्राभाकाराणां मतम् । १७ ( ९ ) तदयुक्तम् । निर्विशेषितदुःखप्रागभावस्याऽप्युत्तरकालसम्बद्धस्य संसारदशासाधारणतया स्वसमानाधिकरणदुःखासमानकालीनदुःखध्वंसविशिष्ट एवासौ કર્મ અને સાપનો ડંખ દૂર કરવો વગેરે લૌકિક કર્મમાં પ્રવૃત્તિ થતી દેખાય છે. ક્ષેમરૂપ સાધનતા એટલે પ્રાપ્તનું રક્ષણ કરવું અર્થાત્ સિદ્ધ પદાર્થનું ઉત્તર કાળમાં સત્ત્વ નિર્વહન કરવું. પ્રાગભાવના પ્રતિયોગી પદાર્થના ઉત્પાદના વિરોધીની ઉપસ્થિતિને કારણે પ્રાગભાવનો ઉત્તરકાલમાં સંબંધ ચાલુ રહે છે. દુઃખની ઉત્પત્તિનું વિરોધી આત્મતત્ત્વનું જ્ઞાન છે. દુઃખનું બીજ અધર્મ છે. અધર્મનો નાશ તત્ત્વજ્ઞાનથી થાય છે. તેથી દુઃખ ઉત્પન્ન થતું નથી. આમ દુઃખપ્રાગભાવ તત્ત્વજ્ઞાનસાધ્ય છે. (૯) શબ્દાર્થ :—કોઈ પણ વિશેષણથી રહિત ઉત્તરકાલસંબદ્ધ દુ:ખપ્રાગભાવ સંસારદશામાં પણ હોય છે તેથી પોતાના અધિકરણમાં રહેલા દુઃખના અસમાનકાલીન દુઃખધ્વંસથી વિશિષ્ટ માટે તે ગોવધજન્ય દુઃખના વિરોધી પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય શું છે ? દુઃખ જ ઉત્પન્ન થયું નથી તો તેના ધ્વંસને ઉદ્દેશીને પ્રવૃત્તિ કેવી રીતે થશે ? તે જ રીતે સાપ કરડે નહીં છતાં તેનો ડંખ(=દાંત) કાઢવાની પ્રવૃત્તિ થાય છે. સર્પદંશજન્ય દુઃખ નથી તેથી તજ્જન્ય દુઃખનો ધ્વંસ ઉદ્દેશ્ય નથી. આમ વૈદિક સ્થળે પ્રાયશ્ચિત્તાદિમાં અને લૌકિક સ્થળે ડંખ દૂર કરવામાં પ્રવૃત્તિ થાય છે તેનો ઉદ્દેશ દુઃખધ્વંસ નથી. આનો અર્થ એ થયો કે કેવળ ઉત્પન્ન થયેલા દુઃખનો ધ્વંસ કરવામાં પ્રવૃત્તિ થાય છે તેવું નથી. ઉત્પન્ન ન થયા હોય તેવા દુઃખ ન આવે એ માટે પણ પ્રવૃત્તિ થાય છે. અનુત્પન્ન દુઃખ એટલે જ દુઃખનો પ્રાગભાવ. દુઃખ પ્રાગભાવના સાધનમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ નથી પણ ક્ષેમસાધનતાનું જ્ઞાન કારણ બની શકે છે. ક્ષેમનો અર્થ છે પ્રાપ્તની રક્ષા. એટલે જે સિદ્ધ છે તેનું સત્ત્વ ઉત્તરકાળમાં ટકાવી રાખવું. પ્રાગભાવ અનાદિ હોવાથી સિદ્ધ છે તેનું અસ્તિત્ત્વ ઉત્તરકાળમાં ટકી રહે તે માટે પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રાગભાવનો પ્રતિયોગી પ્રાગભાવનો વિરોધી છે. ઘટ ઉત્પન્ન થતાંવેત ઘટનો પ્રાગભાવ નાશ પામે છે. જ્યાં સુધી પ્રતિયોગી ઉત્પન્ન થતાં નથી ત્યાં સુધી પ્રાગભાવ ટકી રહે છે. પ્રાગભાવના પ્રતિયોગીનો વિરોધી પદાર્થ પ્રાગભાવ ટકાવી રાખે છે. પ્રસ્તુત સ્થળે દુ:ખપ્રાગભાવનો પ્રતિયોગી દુઃખ છે. દુઃખનું બીજ અધર્મ છે. તત્ત્વજ્ઞાન અધર્મનો નાશ કરે છે તેથી દુઃખ ઉત્પન્ન થતું નથી અને દુ:ખપ્રાગભાવ ટકી રહે છે. આ રીતે તત્ત્વજ્ઞાન દુઃખપ્રાગભાવને ટકાવવામાં મદદરૂપ થાય છે. તેથી મોક્ષ તત્ત્વજ્ઞાનથી નિર્વાહ્ય છે. આ પ્રાભાકરોનો મત છે. (૯) વિવરણ :–પ્રાભાકરોનો મત અયુક્ત છે. પ્રાભાકરોએ દુઃખપ્રાગભાવને મુક્તિ કહી, નૈયાયિકોએ દુઃખÜસને મુક્તિ કહી. સંસારાવસ્થામાં થતા દુઃખÜસમાં અતિવ્યાપ્તિ ન થાય તે માટે નૈયાયિકોએ સ્વસમાનાધિકરણદુઃખાસમાનકાલીનત્વ એ દુઃખધ્વંસનું વિશેષણ વિવક્ષિત કર્યું. આ અતિવ્યાપ્તિ પ્રાભાકરોના મતમાં પણ છે. યત્કિંચિત્ દુઃખપ્રાગભાવ સંસાર અવસ્થામાં પણ છે. તેથી સંસાર
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy