SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ मुक्तिवादः (२४) यत्त्वेतत्क्षणोत्पन्नयोग्यविभुविशेषगुणत्वेन नाश्यता एतत्क्षणोत्तरक्षणवृत्तित्वविशिष्टयोग्यविभुविशेषगुणत्वेन नाशकता, अपेक्षाबुद्धिनाशे द्वित्वप्रत्यक्षञ्च विशेषसामग्री, चरमज्ञानादिकन्तूत्तरक्षणवृत्तित्वविशिष्टं स्वयमेव स्वस्य नाशकमिति, तन्न, एतत्क्षणावृत्तियोग्यविभुविशेषगुणत्वेनैव नाशकत्वौचित्यात् ।। અયોગ્ય છે, કારણ કે મોક્ષમાં પૂર્વકાલોત્પન્ન જ્ઞાનાદિના નાશકની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. પ્રમાણ વિના પ્રમેયની કલ્પના કરવી અસંગત છે. (૨૪) યત્વે | અહીં અમુક નૈયાયિકોનું એવું કથન છે કે–ઉપરોક્ત કાર્યકારણભાવમાં સ્વનો નિવેશ કરેલ હોવાથી સ્વપદાર્થ બદલતાં કાર્યકારણભાવ બદલી જશે. ઘટક બદલતાં તેનાથી ઘટિત પદાર્થ પણ બદલી જાય છે. આથી સ્વપદાર્થભેદપ્રયુક્ત અનંત કાર્યકારણભાવ સ્વીકારવાની આપત્તિ આવશે. આના કરતાં એતત્ ક્ષણોત્પન્ન યોગ્ય વિભુવિશેષગુણને નાશ્ય માનવામાં અને એતëણોત્તરક્ષણવૃત્તિત્વવિશિષ્ટ યોગ્ય વિભુવિશેષગુણને નાશક માનવામાં લાઘવ છે. વર્તમાન ક્ષણમાં રહેનાર ચૈત્રીય જ્ઞાનાદિનો નાશ વર્તમાનક્ષણ પછીની ક્ષણમાં રહેનાર ચૈત્રીય જ્ઞાનાદિ દ્વારા થઈ શકશે. જો કે આવું માનવામાં અપેક્ષાબુદ્ધિનો પણ તૃતીય ક્ષણે નાશ થવાની આપત્તિ ઊભી રહે છે, છતાં દ્વિ–પ્રત્યક્ષને અપેક્ષાબુદ્ધિનાશની વિશેષ સામગ્રી માનીને તેનું નિરાકરણ કરી શકાય છે. અહીં પ્રક્રિયા એવી છે કે—ઘટ-પટ જોઈને પ્રથમ ક્ષણે ‘ગયો :' આવા આકારવાળી અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પછીની દ્વિતીય ક્ષણે ઘટ-પટમાં દ્વિત્વ સંખ્યા ઉત્પન્ન થાય છે. પછી તૃતીય ક્ષણે ઘટ-પટના વિશેષણીભૂત દ્વિવત્વનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. આ દ્વિતંત્વનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ એ જ અપેક્ષાબુદ્ધિના નાશની વિશેષ સામગ્રી છે. આથી ચતુર્થ ક્ષણે દ્વિતંત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ અને અપેક્ષાબુદ્ધિનાશ ઉત્પન્ન થશે. પછીની ક્ષણે દ્વિત્વસંખ્યાનો નાશ થશે. આ રીતે વિશેષ સામગ્રીની ઉપસ્થિતિ તૃતીયક્ષણે થવાથી અપેક્ષાબુદ્ધિનો નાશ ચતુર્થક્ષણે થશે. વિશેષ સામગ્રીની ગેરહાજરીમાં સામાન્યસામગ્રીથી વિશેષ કાર્ય ઉત્પન્ન થઈ ના શકે. ભણાવવાનું કામ સામાન્ય શિક્ષક કરે છતાં પણ વિજ્ઞાન ભણવા માટે તો વિજ્ઞાનના શિક્ષકની જ જરૂર પડે, ઇતિહાસના શિક્ષક વિજ્ઞાન ન ભણાવી શકે. તથા મુક્તિની પૂર્વ ક્ષણે ઉત્પન્ન થયેલ ચરમ જ્ઞાન વગેરેનો નાશ ઉત્તરક્ષણવૃત્તિત્વવિશિષ્ટ સ્વ =ચરમજ્ઞાન વગેરે દ્વારા જ થશે. આથી અંતિમ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અન્ય વિશેષગુણ મુક્તિમાં ઉત્પન્ન ન થવા છતાં મુક્તિમાં ચરમ જ્ઞાનાદિના નાશકનો દુકાળ નહીં પડે. આ રીતે મોક્ષમાં જ્ઞાનાદિનો નાશ સિદ્ધ થશે. - સં૦ | પરંતુ પ્રકરણકાર શ્રીમજી ઉપરોક્ત તૈયાયિકવક્તવ્ય સાથે સહમત નથી. શ્રીમદ્જીનું આના પ્રતિવાદમાં એવું કથન છે કે એતત્પણઉત્તરક્ષણવૃત્તિત્વવિશિષ્ટ યોગ્ય વિભુવિશેષગુણને નાશક માનવામાં નાશકતાઅવચ્છેદકધર્મના શરીરમાં ગૌરવ આવી પડે છે. તેની અપેક્ષાએ એતત્ક્ષણઅવૃત્તિ યોગ્ય વિભુવિશેષગુણને નાશક માનવું ઉચિત છે, કારણ કે તેમ કરવામાં નાશકતાઅવચ્છેદક ધર્મનું શરીર લઘુ બને છે. આમ લાઘવ સહકારથી એતક્ષણાવૃત્તિયોગ્યવિભુવિશેષગુણત્વમાં નાશતાઅવચ્છેદકતા સિદ્ધ થવાથી મુક્તિમાં ચરમ જ્ઞાનાદિનો નાશ થવાની આપત્તિ નહીં આવે, કારણ કે એતત્ક્ષણ =મુક્તિપૂર્વક્ષણમાં ચરમજ્ઞાનાદિ વૃત્તિ હોવાથી
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy