SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ मुक्तिवादः दुःखाभावत्वादिप्रकारकभ्रमदशायां सुखत्वाननुभवादिति वाच्यम्, आत्मसुखयोरभेदे सुखत्वस्यात्मत्वतुल्यव्यक्तिकत्वेनात्मत्वान्यजातित्वासिद्धेः । किञ्च दुःखमप्येवं सुखं स्यात्, 'सर्वं खलु इदं ब्रह्म' इति श्रुत्या आनन्दमयब्रह्माऽभेदबोधनात्, सुखत्वेनाननुभवस्य चोक्तरीत्योपपत्तेः । અનુભવ પણ થવો જોઈએ. આત્મા અને નિત્ય સુખ મિથઃ અભિન્ન હોવાથી આત્માનો સાક્ષાત્કાર થતાં નિત્ય સુખનો સાક્ષાત્કાર થવો ન્યાયપ્રાપ્ત છે. સર્વ સુખ પોતાના સાક્ષાત્કારના જનક હોય છે આવો નિયમ હોવાથી નિત્ય સુખની અભિવ્યક્તિ =અનુભૂતિ સર્વદા થવી જોઈએ. સુખ–ાનવગાહી સુખાનુભવ–મીમાંસક મીમાંસક :- આત્મા નિત્ય સુખથી અભિન્ન હોવાને લીધે આત્માનુભવ સમયે આત્માથી અભિન્ન એવા સુખનો પણ અનુભવ થાય છે જ. પરંતુ આત્માથી અભિન્ન નિત્ય સુખમાં સુખત્વનું ભાન નથી થતું. આનું કારણ એ છે કે સંસારી જીવોમાં શરીર અને આત્મામાં અભેદનો ભ્રમ દુઃખાનુભવ કરાવે છે. એથી હું દુઃખી છું એવું ભાન સંસારી જીવોને થાય છે. અભેદભ્રમના સંસ્કાર જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી આત્માનો અનુભવ થવા છતાં પણ તેમાં સુખત્વનું ભાન થતું નથી. પ્રતિબન્ધક હોય ત્યાં સુધી કાર્ય કેવી રીતે થઈ શકે ? અથવા એમ પણ કહી શકાય કે નિત્ય સુખ તો સર્વદા સન્નિહિત જ છે. પરંતુ તેના વ્યંજકની ગેરહાજરી હોવાના લીધે સુખત્વનો અનુભવ થતો નથી. તેનું વ્યંજક છે આત્યંતિક દુ:ખવિનાશ. સંસારદશામાં દુ:ખમાં સબડતા જીવમાં આત્યંતિક દુ:ખધ્વંસ કયાંથી સંભવે ? એક દુ:ખ જાય ત્યારે બીજા અનેક દુ:ખોની પરંપરા તૈયાર જ હોય છે. જ્યારે ભવિષ્યમાં એક પણ દુઃખ આવવાનું નહીં હોય એવી અવસ્થામાં એ જીવમાં રહેલ દુઃખધ્વંસ નિત્ય સુખને વ્યક્ત કરશે. ત્યારે તેમાં સુખત્વનો અનુભવ કરવા જીવ સમર્થ બને છે. યત્ત | અહીં એવી શંકા થાય કે–સુખના અનુભવની સામગ્રી એ જ સુખત્વના અનુભવની સામગ્રી છે. એથી સંસારી અવસ્થામાં આત્માનો અનુભવ થતાં અનુભૂયમાન નિત્ય સુખમાં સુખત્વનું ભાન પણ અવશ્ય થઈ જ જશે. માટે આત્માથી અભિન્ન નિત્ય સુખ અનુભવાતું હોવા છતાં તેમાં સુખત્વનું ભાન દોષના કારણે અથવા વ્યંજકઅભાવના લીધે સંસારદશામાં નથી થતું આ વાત અનુપપન્ન બની જશે. તો આ બરાબર નથી, કારણ કે સુખમાં જ જયારે દુઃખાભાવત્વનો ભ્રમ થાય ત્યારે અર્થાત્ સુખ જયારે દુઃખાભાવસ્વરૂપે ભાસે ત્યારે સુખમાં સુખત્વનું ભાન નથી થતું. માટે સુખ અને સુખત્વ-બન્નેના સાક્ષાત્કારની સામગ્રી એક જ છે. આ નૈયાયિક માન્યતા બરાબર નથી. માટે નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિને મુક્તિ માનવી યુક્ત છે. નૈયાયિક :- ગાત્મસુo | મીમાંસક મહાશય ! તમારી આ વાત બરાબર નથી, કારણ કે આત્મા અને સુખને અભિન્ન માનવામાં આવે તો આત્મત્વ જાતિ અને સુખ– જાતિ પણ પરસ્પર અભિન્ન થઈ જવાને લીધે આત્મત્વથી ભિન્ન સખત્વજાતિ જ અસિદ્ધ બની જશે. વ્યક્તિઅભેદ એ જાતિબાધક છે. જે બે ધર્મોના આશ્રમમાં અભેદ જ હોય તે બન્ને જાતિ બની શકે. પરંતુ બેમાંથી એક જ જાતિ બની શકે. જેમ ઘટત્વના આશ્રયથી અભિન્નમાં રહેવાને લીધે કલશત્વ જાતિ નથી
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy