SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १३५ भूत्' इत्युद्दिश्यैव प्रवृत्तेः दुःखानुत्पादस्यैव प्रयोजनत्वात् । न च तस्याऽसाध्यत्वम्, योगक्षेमसाधारणजन्यतायाः प्रागभावेऽपि सत्त्वात् । (७) आत्यन्तिकदुःखप्रागभावो मोक्षः तस्य प्रतियोगिजनकाऽधर्मनाशमुखेन कृतिसाध्यत्वादित्यतिमन्दम्, प्रागभावस्य प्रतियोगिजनकत्वनियमेन मुक्तस्य पुनरा ન, પ્રા. | પરંતુ મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે કે દુ:ખપ્રાગભાવાડસહવૃત્તિત્વવિશિષ્ટ દુઃખસાધનāસને મોક્ષ માનવા કરતાં દુઃખપ્રાગભાવને જ મોક્ષ માનવામાં લાઘવ છે. તથા પ્રાયશ્ચિત્ત વગેરેમાં જે મુમુક્ષુઓ પ્રવૃત્તિ કરે છે તેમાં પણ એ જ ઉદેશ હોય છે કે “મને દુઃખ ન મળો.' અર્થાત દુઃખની અનુત્પત્તિને ઉદ્દેશીને પ્રાયશ્ચિત વગેરેમાં પ્રવૃત્તિ થતી હોવાને લીધે દુઃખની અનુત્પત્તિ અર્થાત્ દુ:ખોત્પત્તિઅભાવ =દુ:ખના પ્રાગભાવને જ પ્રયોજન = પુરુષાર્થ માની શકાય. જેને ઉદ્દેશીને પ્રવૃત્તિ થતી હોય તેને જ પ્રયોજન =પુરુષાર્થ માની શકાય. અર્થાત્ પુરુષ વડે પોતાનામાં રહેવા સ્વરૂપે જે ઇચ્છાય તે જ પુરુષાર્થ કહેવાય. આથી દુ:ખપ્રાગભાવને જ પરમપુરુષાર્થ =ચરમપુરુષાર્થ =મોક્ષપુરુષાર્થ માનવો પડશે. શંકા :- ૧ ૨ તo | દુઃખના પ્રાગભાવને પુરુષાર્થ માની શકાય તેમ નથી, કારણ કે દુ:ખપ્રાગભાવ તો અનાદિકાલીન હોવાને લીધે સ્વતઃ સિદ્ધ છે, સાધ્ય નથી. જે સાધ્ય હોય તે પુરુષાર્થ =પ્રયોજન બની શકે. આકાશ યા વધ્યાપુત્ર કોઈનું પ્રયોજન નથી બનતા. આથી દુઃખપ્રાગભાવને પુરુષાર્થ કેમ માની શકાય ? જે સર્વદા સન્નિહિત જ હોય તેની પ્રાપ્તિનો અભિલાષ કઈ રીતે થઈ શકે ? પ્રાગભાવમાં પણ જન્યતા માન્ય સમાધાન :- યો10 | ભાગ્યશાળી ! તમારી આ શંકા વ્યાજબી નથી. એનું કારણ એ છે કે જેની પ્રાપ્તિ થઈ શકે તેમાં જેમ જન્યતા રહે છે તેમ પ્રાપ્તના રક્ષણમાં પણ જન્યતા =સાધ્યતા =પુરુષપ્રયત્નવિષયતા રહે છે. અર્થાત્ અપ્રાપ્તની પ્રાપ્તિ જેમ પુરુષ પ્રયત્નથી સાધ્ય છે તેમ પ્રાપ્તિનું રક્ષણ પણ પુરુષપ્રયત્નથી સાધ્ય છે. યોગ અને ક્ષેમ બન્નેમાં જન્યતા =સાધ્યતા સમાન છે. દુઃખપ્રાગભાવ અનાદિ હોવાના લીધે ભલે તેની પ્રાપ્તિ પુરુષપ્રયત્નથી સાધ્ય ના બને. પરંતુ પ્રાપ્ત એવા પ્રાગભાવનું રક્ષણ કરવા સ્વરૂપ ક્ષેમ તો જરૂર પુરુષપ્રયત્નથી સાધ્ય બનશે. પુરુષ એવા પ્રકારનો પ્રયત્ન કરે જેથી અનાદિ એવા દુઃખપ્રાગભાવનો નાશ ના થાય. આથી દુ:ખનો પ્રાગભાવ જરૂર પ્રયોજન = પુરુષાર્થ બની શકે છે. માટે દુ:ખપ્રાગભાવને છોડી દુઃખપ્રાગભાવઅસમાનાધિકરણ દુઃખસાધનāસને મોક્ષ માનવો એ બરાબર નથી. મોક્ષ આયન્તિક દુઃખપ્રાગભાવસ્વરૂપ છે–પ્રભાકર (૭) માર્ચે | પ્રભાકરમિશ્ર નામના મીમાંસકનું એમ કહેવું છે કે–મોક્ષ એ બીજું કાંઈ નથી પરંતુ આત્યંતિક દુઃખપ્રાગભાવ એ જ મોક્ષ છે. પ્રાગભાવ અનાદિ હોવાથી સાક્ષાત્ પુરુષપ્રયત્નવિષય બની શકતો નથી, પરંતુ તેના પ્રતિયોગીના જનક અધર્મના નાશ દ્વારા એ પણ સાધ્યકોટિમાં આવી શકે છે. આશય એ છે કે દુ:ખપ્રાગભાવ અનાદિસિદ્ધ હોવાથી તેની ઉત્પત્તિ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy