SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १३१ रूपस्य नानात्वाद् गुरुत्वाच्च । लाघवाद् भव्यत्वस्यैव मुक्तिशमादि स्वरूपयोग्यतावच्छेदकत्वकल्पनात् । (५) एतेन शमादेः श्रुतौ सहकारित्वेन बोधनात् न स्वरूपयोग्यतावच्छेदकत्वम् । शमादिसम्पन्नत्वेन च न मोक्षाधिकारिता, श्रुतिसङ्कोचापत्तेः, शमादि સ્વરૂપયોગ્યતા =કારણતા. બીજી વાત એ છે કે શમ, દમ વગેરે લિંગ હોવાના કારણે મુમુક્ષુમાં મોક્ષની સ્વરૂપયોગ્યતા માનવામાં આવો તો પ્રશ્ન એ થાય કે શમાદિની સ્વરૂપ યોગ્યતા ક્યાં હોય? આના જવાબમાં એમ જ કહેવું પડશે કે સંસારી જીવમાં જ અમદમ વગેરેની સ્વરૂપયોગ્યતા =કારણતા હોય. અર્થાત્ શમાદિ લિંગ મોક્ષકારણતાઅવચ્છેદક બનશે અને સંસારીપણું એ સમાદિકારણતાવચ્છેદક બનશે. આ રીતે દ્વિવિધ કાર્યકારણભાવ સ્વીકાર કરવાને બદલે “તદ્વૈતરસ્તુ વિંછે તેન ?'એ ન્યાયથી સંસારીપણાને જ મોક્ષહેતુત્વનું નિયામક માનવું ઉચિત છે. ભવ્યત્વ મોક્ષકારણતાઅવચ્છેદક-સ્યાદ્વાદી ઉત્તરપક્ષ - નૈo | મોક્ષકારણતાવચ્છેદકસ્વરૂપે અથવા સમાદિના કારણતાઅવચ્છેદક ધર્મરૂપે સંસારિત્વનો સ્વીકાર કરવો યુક્ત નથી, કારણ કે સંસારિત્વ એ નિત્યજ્ઞાનાદિભિન્ન આત્મત્વસ્વરૂપ હોવાના લીધે અનેકવિધ છે. નિત્યજ્ઞાનાદિનો આશ્રય ઈશ્વર હોવાથી સંસારીમાંથી તેની બાદબાકી કરવા માટે આત્મત્વને સંસારિત્વ કહેવાને બદલે નિત્યજ્ઞાનાદિવિશિષ્ટથી ભિન્ન આત્મત્વ એ સંસારિત છે. ઈશ્વરની બાદબાકી કરવા માટે સંસારિત્વને જેમ નિત્યજ્ઞાનવિશિષ્ટભિન્ન આત્મત્વસ્વરૂપ માની શકાય છે તેમ નિત્યઇચ્છાવિશિષ્ટભિન્નઆત્મત્વ, નિત્યપ્રયત્નાશ્રય અન્યઆત્મત્વ, શરીરવિશિષ્ટ આત્મત્વ આદિ અનેકસ્વરૂપ માની શકાય છે. અર્થાત્ સંસારિત્વનું કોઈ એક નિશ્ચિત સ્વરૂપ નથી. બીજું, ઉપરોક્ત સ્વરૂપવાળા સંસારિત્વનો મોક્ષાદિકારણગતઅવચ્છેદક ધર્મસ્વરૂપે સ્વીકાર કરવામાં કારણતાઅવચ્છેદક ધર્મનું શરીર ખૂબ મોટું થઈ જશે, કારણ કે દર્શિત સંસારિત્વ એ સખંડ ઉપાધિસ્વરૂપ હોવાથી અનેક પદાર્થથી ઘટિત છે. માટે સંસારિત્વને મુક્તિના કે શમાદિના કારણતાઅવચ્છેદક ધર્મસ્વરૂપ માની શકાય તેમ નથી. શંકા :- તો પછી મુક્તિ અને સમાદિનું કારણગતાઅવચ્છેદક કોણ બનશે? સમાધાન - તા. | શમ-દમ વગેરે અનુગત કાર્ય હોવાથી તેના કારણતાઅવચ્છેદક ધર્મસ્વરૂપે એક જાતિવિશેષ સિદ્ધ થાય છે કે જે આત્મત્વની વ્યાપ્ય છે. એનું નામ છે ભવ્યત્વ. જે ભવ્યત્વ જાતિ સમાદિની કારણતાઅવચ્છેદક છે તેને જ મોક્ષની જનકતાઅવચ્છેદક માનવમાં લાઘવ હોવાથી અમે મોક્ષ-શમાદિની સ્વરૂપયોગ્યતાના નિયામકરૂપે ભવ્યત્વની જ કલ્પના કરીએ છીએ. (૫) શંકા :- તેન૦ | શ્રુતિ અર્થાત્ વેદ ઉપનિષદમાં તો શમ, દમ વગેરેને મુક્તિના સહકારી તરીકે ઓળખાવેલા છે, નહિ કે સ્વરૂપયોગ્યતાના નિયામક સ્વરૂપે. બીજી વાત એ છે કે શમ-દમ આદિ ગુણોથી સંપન્ન હોવાના લીધે મોક્ષાધિકારિતા માનવામાં તો વેદશાસ્ત્રોને સંકુચિત બનાવવાની આપત્તિ આવશે. તથા સમાદિ ગુણ પ્રાપ્તિ દ્વારા મોક્ષઅધિકારનો નિશ્ચય થશે એમ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy