SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः (१) प्रणम्य परमात्मानं जगदानन्ददायिनम् । ___ न्यायालोकं वितनुते धीमान् न्यायविशारदः ॥१॥ પ્રીતિદાયિની (ગુર્જરવ્યાખ્યા) (૧) મહોપાધ્યાય ન્યાયાચાર્ય યશોવિજયજી ગણિવર્ય “પ્રખ્ય પરમાત્માન' ઇત્યાદિ કહીને ‘ન્યાયાલોક' નામના ગ્રન્થરત્નનું મંગલાચરણ કરે છે. આદ્ય શ્લોકનો સામાન્ય અર્થ આ રીતે છે– જગતને આનંદ આપનાર પરમાત્માને નમસ્કાર કરીને બુદ્ધિમાન ન્યાયવિશારદ ન્યાયાલોક નામના ગ્રંથની રચના કરે છે. મંગલશ્લોક વિશેષાર્થ શિષ્ટ પુરુષ કોઈ પણ કાર્યની શરૂઆતમાં તે કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણ કરે છે. ગ્રંથકાર મહોપાધ્યાયજી મહારાજ પણ આ શિષ્ટાચારના પાલન માટે પોતાના ઇષ્ટદેવ પરમાત્માને નમસ્કાર કરે છે, જે મંગલસ્વરૂપ છે. આ મંગલાચરણ ગ્રન્થકારની આસ્તિકતાનું પ્રતિક પણ છે. કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ પછી વચનાતિશયસંપન્ન પરમાત્મા મોક્ષપુરુષાર્થપ્રધાન દેશના દ્વારા નિકટમુક્તિગામી ભવ્યાત્માઓને તો પરમાનંદ આપે જ છે. પરંતુ પોતાની અપર્યાપ્ત અવસ્થામાં પણ તીર્થંકર પરમાત્મા નરકાદિના જીવોને આનંદ આપે છે–ઉપકાર કરે છે. આવું અદ્વિતીય અચિંત્ય સામર્થ્ય માત્ર પરમાત્મામાં જ હોય છે. આથી સર્વ જીવોને આનંદદાયી એવા પરમાત્માને ગ્રંથપ્રારંભમાં કરાયેલ નમસ્કાર યોગ્ય જ છે અને સર્વવિઘ્નનાશક પણ છે–આમ ફલિત થાય છે. મંગલ શ્લોકના ઉત્તરાર્ધમાં ન્યાયાલોક નામના ગ્રન્થને કરવાની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને અભિધેયનો નિર્દેશ પણ કરવામાં આવેલ છે. અભિધેયને વિષયસ્વરૂપ અનુબંધ પણ કહે છે. અનુબંધનો અર્થ છે વિપયજ્ઞાનદારી રાત્રે પ્રવર્તવઃ | અર્થાત્ જે પોતાનું જ્ઞાન કરાવવા દ્વારા શાસ્ત્રમાં પ્રવર્તન કરાવે તે અનુબંધ કહેવાય છે. શાસ્ત્રના વિષયનું જ્ઞાન થવાથી તે વિષયના અર્થી સમર્થ શ્રોતા અને પાઠક વિવક્ષિત શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે. આથી અભિધેય અનુબંધસ્વરૂપ કહેવાય છે. વિષય, સંબંધ, અધિકારી અને પ્રયોજન–આ ચાર અનુબંધના ભેદ છે. અહીં વિષયસ્વરૂપ અનુબંધનું શબ્દતઃ ગ્રહણ કરવામાં આવેલ છે અને શેષ ત્રણ અનુબંધ સામર્થ્યગમ્ય છે. પોતાના વાચ્યાર્થ સાથે આ ગ્રન્થનો અભિધેય-અભિધાયકભાવ સંબંધ છે, જેને વાચ્ય-વાચકભાવ સંબંધ પણ કહે છે અભિધેયાર્થના જિજ્ઞાસુ અને સમર્થ વિદ્વાન્ શ્રોતા અથવા પાઠક અહીં અધિકારી છે–આ અર્થતઃ જણાય છે. ગ્રંથકારનું સાક્ષાત્ પ્રયોજન છે–જિજ્ઞાસુ અધિકૃત શ્રોતાવર્ગ-પાઠકવૃંદ ઉપર ઉપકાર કરવો તથા શ્રોતા અથવા વાચક મહાશયનું સાક્ષાત્ પ્રયોજન છે ન્યાયાલોક ગ્રંથના અભિધેયાર્થના જ્ઞાનની પ્રાપ્તિ. ગ્રંથકાર અને શ્રોતા યા વાચક બન્નેનું પરંપર પ્રયોજન છે મોક્ષપ્રાપ્તિ. આ વાત પણ સામર્થ્યગમ્ય છે. જો કે શ્રીમદ્જીએ શબ્દતઃ સાક્ષાત્ ફક્ત
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy