SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः तावच्छेदकतया जातिविशेषाणां मानसत्वव्याप्यानां कल्पयितुं शक्यतया मिथो व्यभिचारानवकाशात् । (४३) मृतशरीरावच्छेदेन ज्ञानोत्पत्त्यसम्भवेन काशीमरणाद्युत्तरं शरीरान्तरपरिग्रहोऽपि कल्प्यतेऽनन्यगतिकत्वात् । भगवतो महारुद्रस्य तारकोपदेशस्तु मुमूर्षुतादशायामेव मृतस्योपदेशासम्भवात् । तथा च श्रुतिः 'अत्र हि जन्तोः ८० પણ વિરોધ થતો નથી. તત્ત્વજ્ઞાન માનસ બોધરૂપ છે તેથી કાશીમરણ જન્યતાવચ્છેદક તરીકે માનસત્વની વ્યાપ્યજાતિની કલ્પના થઈ શકે છે તેથી વ્યભિચાર નથી. (૪૩) શબ્દાર્થ :–મૃત શરીર અવચ્છેદેન જ્ઞાન ઉત્પન્ન થતું નથી તેથી કાશીમરણ પછી બીજા શરીરની કલ્પના કરવામાં આવે છે. કારણ કે તે સિવાય કોઈ ગતિ નથી. ભગવાન મહારુદ્રે કરેલો તારક ઉપદેશ મરવાની ઇચ્છા ધરાવતા પુરુષની દશામાં જ સમજવો. કારણ કે મૃતને ઉપદેશ સંભવતો નથી. આ અંગે શ્રુતિ છે “અહીં જન્તુના પ્રાણ નીકળી રહ્યા હોય છે ત્યારે રુદ્ર તારક બ્રહ્મ કહે છે જેથી અમૃત થઈ મોક્ષ પામે છે.” રુદ્રનો ઉપદેશ અદૃષ્ટ દ્વારા બીજા શરીરના પરિગ્રહને આધીન આત્મતત્ત્વસાક્ષાત્કારનો જનક છે. જાતિ છે. જે સ્થળે યોગાભ્યાસથી તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્થળે માનસત્વની વ્યાપ્ય જાતિવિશેષની કલ્પના કરવી. તેથી વ્યભિચાર નહીં રહે. યોગાભ્યાસાવ્યવહિતોત્તરક્ષણજન્યતત્ત્વજ્ઞાનમાં માનસત્વની વ્યાપ્ય જે જાતિ છે, તે જાતિ કાશીમરણાઘુત્તરક્ષણજન્ય તત્ત્વજ્ઞાનમાં નથી. તેથી વ્યભિચારને અવકાશ નહીં રહે. (૪૩) વિવરણ :—પ્રશ્ન :–કાશીમરણ, તત્ત્વજ્ઞાન દ્વારા મુક્તિનું કારણ છે. આવું માનવું શક્ય નથી કારણ કે મરણ પછી તત્ત્વજ્ઞાન કોને થશે ? જ્ઞાનની ઉત્પત્તિ શરીરાવચ્છેદેન થાય છે. તત્ત્વજ્ઞાન માનસબોધ રૂપ છે. મૃતશરીરાવચ્છેદેન મનનો સંયોગ નથી માટે જ્ઞાનની ઉત્પત્તિ શક્ય નથી. જવાબ :–કાશીમરણ પછી તત્ત્વજ્ઞાનની ઉપપત્તિ કરવા અદૃષ્ટ દ્વારા આત્મા બીજા શરીરને ધારણ કરે છે એવી કલ્પના કરવામાં આવે છે કારણ કે એમ માન્યા સિવાય છૂટકો નથી. પ્રશ્ન :–કાશીમરણને મોક્ષનું કારણ જણાવતી શ્રુતિ આ પ્રમાણે છે ‘સત્ર દ્દિનન્તો: પ્રાપ્તેમમાળેષુ રુદ્રસ્તાર ં બ્રહ્મ વ્યાપટ્ટે યેનાસાવમૃતીમૂત્વા મોક્ષીમતિ’ ‘અહીં એટલે કાશીમાં જીવના પ્રાણ જાય ત્યારે ભગવાન્ રુદ્ર તારક એટલે સંસારનિવર્તક ઓંકારરૂપ બ્રહ્મનો ઉપદેશ કરે છે જેનાથી આ પ્રાણી અમૃતરૂપ બની મુક્ત બને છે.’ આ શ્રુતિમાં ભગવાન મહારુદ્ર ઉપદેશ આપે છે તે મરણ પછી પ્રાપ્ત થયેલા શરીરને ઉદ્દેશીને હોય છે એવું માનવું રહ્યું. જવાબ :—ના, ભગવાન્ મહારુદ્રનો તારક ઉપદેશ મરણોત્તર પ્રાપ્ત શરીરને ઉદ્દેશીને નથી કે મૃતશ૨ી૨ને ઉદ્દેશીને પણ નથી. ઉપદેશનું ફળ પરને જ્ઞાન કરવા રૂપ છે. મૃત વ્યક્તિને શરીર હોતું નથી તેથી જ્ઞાનોત્પત્તિનો સંભવ નથી. તેથી તેને ઉપદેશ આપવો તે નિષ્ફળ પ્રવૃત્તિ છે. તેમાં આપ્તની પ્રવૃત્તિ થતી નથી. આ ઉપદેશ મરણની પૂર્વક્ષણોમાં હોય છે. શ્રુતિમાં પ્રાજ્ઞેષુ મમાળેષુ આ પદોમાં ભાવસપ્તમીનો અર્થ પ્રાક્કાલીનત્વ છે. તેનો અન્વય વ્યાપટ્ટે ક્રિયાપદ સાથે છે. રુદ્રનો તારક ઉપદેશ અદૃષ્ટ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy