SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૪૫ કાળ દરમિયાન તે આવો યોગ પ્રાપ્ત ન થયો. પણ બહેનોએ આ વાત લક્ષમાં રાખીને તેમના દેહવિલય પછી તેમની ભાવનાને મૂર્ત કરવા યથાશક્તિ દ્રવ્ય એકઠું કરી પરમકૃપાળુ દેવના પત્રાને મૂળ હસ્તાક્ષરમાં ત્રાંબાના પતરા પર ઉતારવાનું પવિત્ર કાર્યા શરૂ કર્યું. | પૂ. માની છેલ્લી માંદગીના એ દિવસોમાં તેઓ સતત પ્રભુમય. રહેતાં હતાં. તેમના દેહવિલય થયે તે દિવસે હું સાંજે જ જઈ શકી. મેં જોયું કે તેમને ઘણી વેદના થતી હતી, પણ તે તરફ તેમનું લક્ષ જ નહોતું. મેં અને સૌ. ભાનુમતીએ તેમના પ્રત્યે ભક્તિ પ્રગટ કરી. સૌ. ભાનુમતીએ મને જમવાનો આગ્રહ કર્યો અને પૂ. માએ મારે ખાતર કઈક લેવાની ઈચ્છા કરી પણ કંઈ લઈ શકયાં નહિ. તેમની સાથે હું જમી તેથી તેમને આનંદ થયા. હું એ પ્રેમાળ જ્ઞાનમૂર્તિના હસતા ચહેરાને જેઈ ઘેર ગઈ અને ફરી મને તે દશન પ્રાપ્ત ન જ થયાં. બીજે દિવસે સમાધિ-અવસ્થામાં પરોઢિયે તેઓએ દેહ મૂકી દીધે, ને અનંતતામાં લીન થઈ ગયાં. પૂર્વના કોઈ પુણ્ય પૂ. માની મારા પર કૃપાદૃષ્ટિ હતી, પણ તેમના જ્ઞાનનો પૂરો લાભ હું લઈ શકી નહિ. અત્યારની અવસ્થા તો સાવ નિરાધાર લાગે છે કે, “ ગુરુ બિન કૌન ઉતારે પાર ? ?’ આ રીતે એમનો વિયેગ નિકટનાં પ્રિય જનાના વિરોગથી પણ વસમું લાગે છે. મેં પૂ. માને પૂછેલું કે, “ આપણાં શરીરના ભરોસો નથી, તો પછી બહેનને આધાર કાના ? '' પૂ. માએ કહ્યું કે, “ બાઈ, આધાર ભગવાનનાં વચનોનો.” પૂ. માના પાર્થિવ દેહ ગયે પણ તેમણે બહેનાનાં અંતરમાં જગાડેલી જાગૃતિની જ્યોતિરૂપે અપાર્થિવ સ્વરૂપે તેઓ આપણી વચ્ચે જ છે એવું મને સતત લાગ્યું છે. અત્યારે પણ પૂ. માની છાયા નીચે બપોરના જે સમય વાચન માટે મુકરર કરેલ હતો તે પ્રમાણે વાચન ચાલે છે અને બહેનો તેમાં ખંતથી રસ લે છે. પૂ. માના બે પુત્રો શ્રી હીરાલાલ અને શ્રી બાબુભાઈ અને પુત્રવધૂઓ સૌ. ભાનુમતીબહેન અને સૌ. મેનાબહેનમાં પૂ. માના શુભ સંસ્કાર પડેલા છે. તેઓએ પૂ. માની ભાવના અને કાર્યને વેગ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy