SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ત્યારે અમે સૌ કુટુંબીઓ અમદાવાદ ગયાં. ત્યાંના બધા મુમુક્ષુ ભાઈ એની ભક્તિ વગેરે આજે પણ સઘળું યાદ આવે છે. પછી પ્રભુ અમદાવાદથી માટુંગા, શીવ અને ત્યાંથી તિથલ પધાર્યા હતા, પૂ. અદા સાથે જ હતા. પછી સંવત ૧૯૫૭માં વઢવાણ કેમ્પ અને પછી રાજકોટ ગયા હતા. રાજકોટમાં કરસનજી મૂલચંદવાળા નાનચંદ અનુપચંદભાઈ ને ઘરે એક દિવસ રહેલા. ત્યાંથી બીજે દિવસે ગામ બહાર ખુલ્લી હવાને કારણે સદરમાં રહેવાનું રાખ્યું હતું. એક દિવસ તબિયત વધારે નરમ થતાં પૂ. દેવમાને બહુ દુ:ખ થયું. તેમને શાંતિ આપતાં પ્રભુએ કહ્યું : * જે છે તે પરમ દિવસે.” તેમ મારાં પૂ. માતુશ્રીને જણાવ્યું હતું કે"""""નામની માળા ફેરવવી. પ્રભુને રાજકોટ રહેવાનું થયુ ત્યારે ત્યાં ઘણા મુમુક્ષુઓ આવતા. પણ શરીરે ઘણી અશક્તિ હોવાને કારણે ડૉકટરે વાતચીત વિશેષ ન કરવાની સલાહ આપેલી. પત્રો લખાવવા પડે તે એક બે લીટીના જ લખાવતા. રાજકોટથી લખેલો છેલે પત્ર આંક ૫૧ અને આંક સ્પ૪-અંતિમ સંદેશાનું કાવ્ય “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં જ છે. મારા કાકા પૂ. મનસુખભાઈ એ પ્રભુની છેવટ સુધીની સ્થિતિનું વર્ણન તેમની પોતાની મનોવ્યથા સાથે એક પત્રમાં ટૂંકમાં આ પ્રમાણે કર્યું છે : “મનદુઃખ ! હું છેવટની પળ પયત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે મને ચેતવ્ય તથાપિ રાગને લઈને તે હું સમજી શકયો નહીં'. હવે મરણ થાય છે કે તેઓશ્રીએ મને એક વાર ચેતવણી આપી હતી. દેહત્યાગના આગલા, દિવસે સાયંકાળે પૂ. રેવાશંકરભાઈને, નરભેરામભાઈ ને અને મને ના કહ્યું, ‘તમે નિશ્ચિત રહેજે. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાના છે. તમે શાંતિ અને સમાધિ ભાવે પ્રવતશે. જે રત્નમયી જ્ઞાનવાણી આ દેહ દ્વારા વ્યક્ત થવાની હતી તે કહેવાને હવે સમય નથી. તમે પુરુષાર્થ કરજે....” અમે તો એવી જ ગફલતમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે * નિશ્ચિત રહે, ભાઈનું સમાધિમૃત્યુ છે.” ઉપાયો કરતાં શરદી
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy