SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭ પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શેક થાય છે ? એ જ અગાંભીય દશાથી પ્રવર્તાવું પડે છે.” (વ. ૮૧.) | સંવત ૧૯૪૪ના મહા સુદી બારસે તેઓશ્રીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. અને સંવત ૧૯૪પના મહા વદ સાતમે લખે છે : ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે....' (વ. ૫૦.) ‘કમ ગતિ જાણે તે જાણે. જ્ઞાનીની વાત. કર્મોદય સમજવા વિકટ છે. ” મારાં પૂ. માતુશ્રી ઝબકબાએ કાઈને વાત કરી હતી કે તેમનું (મારા પિતાજીનું) સમગ્ર જીવન સાધુ જેવું જ હતું. પૂ. રવજી અદા કહેતા કે તારા બાપુ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર ” લખી ગયા છે તે સઘળાં શાસ્ત્રોનો સાર છે. એક પ્રસંગની વાત છે. વવાણિયામાં વીરજી દેસાઈ કરીને એક ભાઈ રહેતા હતા. એક દિવસ પ્રભુએ તેમને પૂછયું: ‘મારી કાકીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા ?” વીરજી દેસાઈ એ જવાબ દીધો નહીં. છ મહિના થયા ત્યાં તો તેમનાં પત્ની ગુજરી ગયાં. દેસાઈ ફરી સગપણ કરવાની તૈયારીમાં જ હતા. પ્રભુએ તે વાત જાણી ત્યારે તેમને કહ્યું : “ છ મહિના સુધી સગપણ કરશો નહીં.” બાળવયથી જ લોકોમાં સામાન્યપણે પણ પ્રભુના જ્યોતિષના જ્ઞાનની કંઈક ચમત્કારિક પ્રતિષ્ઠા હતી. જેથી દેસાઈ એ તેમના વચન પર વિશ્વાસ લાવી સગપણની વાત અટકાવી દીધી. અને બન્યું પણ એવું જ કે બરાબર છ મહિના પૂરા થયે તેમને રાત્રે ઉપાશ્રયથી ઘેર આવતાં સર્પ કરડયો અને તેઓ ગુજરી ગયા. પરમકૃપાળુ દેવ પોતે ચાખ્યા વગર જ ચીભડાં કડવાં છે કે મીઠાં તે કહી દેતા તેથી પૂ. માને બહુ જ આશ્ચર્ય થતું'. એક વાર તેઓ મોરબી મારે મોસાળ પધાર્યા હતા. આવીને ઓટલા પર બેસી ગયા. સામે પાડોશમાં રહેનાર બાઈ એ કહ્યું: શ્રી. ૨.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy