SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન તો બધાંને દર્શનનો લાભ થાય. અને કદી હાલ તેટલો વખત કાઢતાં અડચણ જેવું દેખાતું હોય તો મુંબઈ જતી વખતે તે આવવાનું જરૂર રાખશે; અને જે તારીખે આપ વઢવાણ પધારો તે તારીખે મને અગાઉ લખી જણાવજે એટલે આપના દર્શને વઢવાણ કાંપ અગર મૂળી સ્ટેશને આવું. કાંપમાં આવું તો વળતી વખત કલાક દોઢ કલાકનો સમાગમ થાય એમ મારે વિચાર છે. મારે શરીરે બે દિવસ થયા ઠીક જેવું વરતાય છે. તેમ જ આંખે પણ જરા ઠીક વરતાય છે. જ્ઞાની પુરુષ પૂર્વના ઉદેભાવથી અજ્ઞાની માફક વર્તતા હોય તેને કયા લક્ષણથી જ્ઞાની જાણવા લખું', તો જે પૂરવનું ઉપાજનનું બળ હોય અને જ્ઞાની પુરુષનો સમાગમ હોય તો તે પુરુષને જ્ઞાનીની અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાની પુરુષની આંખ વૈરાગથી ભરેલાની પરીક્ષા થાય. એ બે પરીક્ષા જેને થઈ છે તેને સદેહે ઊપજવાનું કારણ નથી. જ્ઞાની પુરુષને કાંઈ ચાર હાથ વગેરે બીજી કોઈ નિશાની હોતી નથી. માણસના જેવી જ ચેષ્ટા હોય છે. આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું માહાત્મ્ય વાપૂજાળથી થઈ ગયેલા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મેહની કરમનું બળ છે પણ જે પ્રત્યક્ષ જ્ઞાનીનું માહાત્મ્ય જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે. તેમ જ જે આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે. તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી. - અહંતા, મમતા, ક્રોધ, માન, માયા, લોભમાં ઉદાસીનપણુ” જ્ઞાનીને વર્તે છે. પણ કોઈ ઉદેભાવથી તેને વે’વાર જોઈ સંદેહકારક લાગે છે તો તે કેવી રીતે વરતવું જોઈએ ? ઉદે આ૫ વચ્ચે લખો તે તે હાલો હલે નહીં તો પણ જ્યારે સંસારનો વે’વાર મૂકી જોગીના ’વાર આદરે તો સ દેહ પડવાનું ઓછું કારણ થાય. - મને એમ લાગ્યું તેમ લખી જણાવ્યું છે, પણ આપના ધારવામાં કોઈ ફેરફાર દેખાતા હોય તે લખી જણાવશો.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy