SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવને સમજી હવે કાંઈ તેમનાં ભજનભક્તિ નહીં કરવાં પડે. હું જ પરમાત્મા છું તો હવે ભજન કોનું કરવું ? અને જે ભજન કરીએ તે કે૯૫ના કરે. માટે હવે પરમાત્માનું ભજન પણ કરવું નહી અને જે છે તે પ્રારબ્ધ બંધાયું છે તે ભોગવે છૂટકે. જે જે થાય છે તે પ્રારબ્ધ પ્રમાણે થાય છે. આવા નિશ્ચય કરી જે અહંકાર મમત્વ સ્વચ્છ'દાદિકને કાઢવા પુરુષાર્થ કરવો નહીં તે, હે પ્રભુ, મને તો મોટી ભૂલ લાગે છે. એ એમ કેમ બને ? આ ક૯૫ના ઉપર બધું છોડીને ક્રિયા માત્ર કરવી નહિ અને વિનયનું તે મૂળ નહિ ! આ જગતમાં હું પરમાત્મા અને સર્વ ઠેકાણે પરમાત્મા છે એમ સમજી હાલ નય ઉપરનો ચાલી છેવટે નય છોડવી જોઈ એ તે કોઈ પણ સમજ્યા વગર હાલ છોડી છે. | વળી હું તો એમ જાણું છું જે, હે પ્રભુ, તમે કહો તે સત્ છે. પણ આ તો અનેક વાત નક્કી કરી પોતીકા સ્વરછ દે ચાલ્યા છે તેમાં મુનિ દેવકરણજી પણ તેમ જ સમજ્યા છે. તો હવે મારે કઈ પ્રકારેથી કોઈની જરૂર નથી; આપ જ મને બાધ કરો. તે વિના બીજાનો બાધ સમજાતો નથી. પણ આ લેક તો ક૯૫નાથી અનુમાન કરી કહે છે કે મને કેવળજ્ઞાન છે. વળી કહે છે કે મને કાંઈ લાગતું નથી. તે લાકે હમણાં વેદાંતી સંન્યાસી પાસે જઈ આવ્યા અને રૂા. ૧૨) નો આત્મપુરાણ ગ્રંથ ખરીદી લાવ્યા છે. તે ગ્રંથ મુનિ દેવકરણજીને વાંચવો છે. તે તે ગ્રંથ, હે પ્રભુ, મારે વાંચવા સાંભળવો યુક્ત છે કે નહી તે વિષે, હે પ્રભુ, આજ્ઞા કરશે. જે વાંચવા લાયક હોય તો વાંચુ; નહીં તો કાંઈ જરૂર નથી. તો તે કૃપા કરી જણાવશો. વળી મુનિ દેવકરણજી વેદાંતને બહુ વખાણે છે ને તેમ છે તે મતમાં ચાલવું એમ કહે છે તે સહેજ જણાવ્યું છે. હે પ્રભુ, હવે મારે કાંઈ બીજુ જેવું નથી. મારે તો મારા આત્માનું કલ્યાણ થાય તેમ કરવું છે. હાલમાં, હે પ્રભુ, હું ઉત્તરાધ્યયન વાંચું છું. વળી અમારી પાસે અંબાલાલભાઈ એ ચોપડી ઉતારી આપી છે તે વાંચી અહુ જ આનંદ માનું છું. હાલમાં મારા ખરે આશરો, હે પ્રભુ,
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy