SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુલન : : ૧૩૯ www સેવા પૂ. ભાઈશ્રી અંતકાળ સુધી કરતા ગયા છે. માનવમાત્રના સુખ માટે, કલ્યાણુ માટે, તેમનું કરુણાપૂર્ણ હૃદય છલકાતું હતું. તે એમના નિકટના સહવાસમાં આવનાર સ્પષ્ટપણે જોઈ શકતા હતા. જેમ વિરલ આત્માઓના જીવનમાં એક પ્રકારની સુસ’વાદિતા જળવાતી હાય છે તેવી જ સ`વાદિતા પૂ. ભાઈશ્રીના જીવનમાં જોવામાં આવતી હતી. તેમનુ... ખાલ્ય જીવન, કુમાર જીવન, કુટુંબ જીવન, વ્યાપારી પ્રવૃત્તિ, રાજકીય પ્રવૃત્તિ અને અન્ય પ્રકારની સામાજિક અને સાંસ્કારિક એવી ઘણી પ્રવૃત્તિમાં તેમનું આત્મશ્રદ્ધાથી ભરેલુ ધાર્મિક હૃદય દૃષ્ટિગેાચર થયા કરતું હતું. વિશાળ બુદ્ધિ, સમતાલવૃત્તિ, તલસ્પર્શી વિચારશક્તિ, સ’પૂર્ણ ઉદારવૃત્તિ, સાચી પારખશક્તિ અને કરકસરવૃત્તિ, અનન્ય પૂજ્ય ભાવ વગેરે ઘણા ગુણા તેમના જીવનમાં આતપ્રોત થયા હતા. વેપારી અને વ્યવહારી સમજ અસામાન્ય હતી, છતાં જાણે તેએ કાઈ પૂર્વના ચેાગને પૂરા કરવા જ ન આવ્યા હેાય એવું લાગતું હતું. કુટુંબસેવા અને કુટુંબપ્રેમના પદા પાઠ શીખવવા જાણે. પેાતે અવતાર ધારણ કર્યા હાય તેમ પણ લાગતું હતુ. વિવેકબુદ્ધિ એટલે નીરક્ષીર સમજવાની શક્તિ. બુદ્ધિ તે સૌમાં હાય જ છે, દરેક વ્યક્તિ બુદ્ધિથી વ્યવહાર ચલાવે છે, પણ એ સામાન્ય બુદ્ધિશક્તિ હાય છે. જ્યારે અસામાન્ય વ્યક્તિઓમાં બુદ્ધિના ચમકારા પ્રમળ રીતે ચાલુ હાય છે, ત્યારે અંતઃકરણના ભાવ પ્રમાણે તેએ પેાતાની સાથે અન્યને દોરે છે. તેમની પારદશી દૃષ્ટિ મધું પામી જાય છે અને પલકારામાં ખરા નિર્ણય લેવાઈ જાય છે. જ્યાં સુધી અનિષ્ટ ન થવાતું હેાય ત્યાં સુધી ભલે ચાલવા દે, પણ જ્યારે લાગે કે આમાંથી અનિષ્ટ થશે ત્યારે તે નિણુ ચેાને અમલમાં મુકાવતાં તેઓ અચકાતા નથી. એટલુ જ નહિ પણ પેાતાના પ્રભાવથી તેઓ તે માટેનુ અદ્ભુત મનેાખળ પણ દર્શાવે છે. પૂ. ભાઈશ્રીમાં આવી વિશાળ વિવેકબુદ્ધિ હતી. દરેકેદરેક પ્રસ`ગમાં તે વસ્તુના તાગ પામી જતા. વેપારમાં કે અન્ય કાર્યમાં પણ તેઓની નિણૅયશક્તિ સાચુ· પામી જતી. અંતર્મુદ્ધિના વ્યાપારા અગમ્ય છે, વિવેકબુદ્ધિ એ અંતરની સાથે સકળાયેલી સૂક્ષ્મ
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy