SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ અનાદિ કાલીન મોહની ઘેલછા છે. ૫. [ વૈરાગ્યવર્ષા (શ્રી આત્માનુશાસન) * આ અજ્ઞાની પ્રાણી, અમુક મરી ગયા, અમુક મરણ સન્મુખ છે અને અમુક ચોક્કસ મરશે જ-આમ હંમેશા બીજાના વિષયમાં તો ગણતરી કર્યા કરે છે. પરંતુ શરીર, ધન, સ્ત્રી આદિ વૈભવમાં મહા મોહથી પકડાયેલો મૂર્ખ મનુષ્ય પોતાની સમીપ આવેલા મૃત્યુને દેખતો પણ નથી. ૬. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * દયારહિત યમરાજ જો મરણસે ડરતા હૈ ઉસકો છોડતા નહીં હૈ. ઇસલિયે બેમતલબ ડર ન કર. અપના ચાહા હુઆ સુખ કભી નહીં પ્રાપ્ત હોતા હૈ ઇસલિયે તૂ ઇસ સુખકી ઇચ્છા ન કર. જો મર ગયા-નષ્ટ હો ગયા ઉસકા શૌચ કરને પર લૌટકર નહીં આતા હૈ ઇસલિયે બેમતલબ શોક ન કર. સમજકર કામ કરનેવાલે વિદ્વાન બેમતલબ કામ ક્રિસલિયે કરેંગે? ૭. (શ્રી તત્ત્વભાવના) * હે અજ્ઞાની મનુષ્ય! આ સમસ્ત જગત ઇન્દ્રજાળ સમાન વિનશ્વર અને કેળના થડ સમાન નિઃસાર છે. આ વાત શું તું નથી જાણતો? શું શાસ્ત્રમાં સાંભળ્યું નથી? અને શું પ્રત્યક્ષ નથી દેખતો? અર્થાત્ તમે એને અવશ્ય જાણો છો, સાંભળો છો અને પ્રત્યક્ષપણે પણ દેખો છો તો પછી ભલા અહીં પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મરણ થતાં શોક કેમ કરો છો? અર્થાત્ શોક છોડીને એવો કાંઈક પ્રયત્ન કરો કે જેથી શાશ્વત, ઉત્તમ સુખના સ્થાનભૂત મોક્ષને પામી શકો. ૮. (શ્રી પદ્માદ પંવિશત) * હે ભાઈ! તારી નજર સામે તું શું નથી જોતો કે આ જગત કાળરૂપ પ્રચંડ પવનથી નિર્મૂળ થઈ રહ્યું છે! ભ્રાંતિને છોડ! જગતમાં કોઈની નામ માત્રની પણ સ્થિરતા નથી. જે દિવસની મંગળમય પ્રભાત જણાય છે, તે જ દિવસ અસ્તપણાને પ્રાપ્ત થાય વૈરાગ્યવર્ધા ] * છે. ભાઈ! આ જગતનો સ્વભાવ જ ક્ષણભંગુર છે. પહાડ જેવા વિસ્તીર્ણ જણાતાં રૂપોનો ઘડી પછી અવશેષ પણ જણાતો નથી. કોણ જાણે શા કારણથી તું એ ઇન્દ્રજાળવત્ જગતના ઇષ્ટ પદાર્થોમાં આશા બાંધી ભમ્યા કરે છે! ૯. (શ્રી આત્માનુશાસન) * આ મનુષ્ય શું વાનો રોગી છે? શું ભૂત-પિશાચ આદિથી ગ્રહાયો છે? શું બ્રાંતિ પામ્યો છે? અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી સમાન ચંચળ છે' આ વાત જાણે છે, દેખે છે અને સાંભળે પણ છે તોપણ પોતાનું કાર્ય (આત્મહિત) કરતો નથી. ૧૦. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જે વીર છે તેને પણ મરવું પડે છે તથા જે વીર નથી તે પણ અવશ્ય મરે છે. જો વીર તથા કાયર બંને મરે જ છે તો વીરતાથી અર્થાત્ સંકલેશ રહિત પરિણામોથી મરવું જ શ્રેષ્ઠ છે. હું શાંત પરિણામી થઈને પ્રાણોનો ત્યાગ કરીશ. ૧૧. (શ્રી મૂલાચાર) * જે જીવને જે કાળમાં જે વિધાનથી જન્મ-મરણ ઉપલક્ષણથી દુઃખ-સુખ-રોગ-દરિદ્ર આદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં તે જ વિધાનથી નિયમથી થાય છે તેને ઇન્દ્ર કે જિનેન્દ્રસ્તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી. ૧૨. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા) * પોતાના કોઈ સંબંધી પુરુષનું મૃત્યુ થતાં જે અજ્ઞાનવશ શોક કરે છે તેની પાસે ગુણની ગંધ પણ નથી, પરંતુ દોષ તેની પાસે ઘણાં છે-એ નક્કી છે. આ શોકથી તેનું દુઃખ અધિક વધે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થ નષ્ટ થાય છે. બુદ્ધિમાં વિપરીતતા આવે છે તથા પાપ (અશાતાવેદનીય) કર્મનો
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy