SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ | [ વૈરાગ્યવર્ધા * હું અનાદિકાળથી આત્મસ્વરૂપથી યુત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો, તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મને પોતાને હું તે જ છું-આત્મા છું એમ મેં ઓળખ્યો નહિ. ૩૭૩. (કી સમાધિતંત્ર) * મિથ્યાત્વથી ઉત્પન જે મોહ, તેનાથી ધતૂરાથી ઊપજેલ મોહ સારો છે. દર્શન-મોહ અનંતાનંત જન્મ-મરણ વધારે છે, ધતૂરો અલ્પકાળ ઉન્મત્ત કરે છે. મિથ્યાદર્શન અનંતાનંત ભવપર્યત જીવને અચેત કરી કરી મારે છે. માટે જન્મ-મરણના દુઃખથી ભયભીત હોય તે મિથ્યાત્વનો ત્યાગ કરે છે. ૩૭૪. (શ્રી ભગવતી આરાધના) * છતી વસ્તુને અછતી કેમ કરો છો? છતી વસ્તુ અછતી થાય નહિ. પૂર્વે ભૂલથી છતીને અછતી માની હતી (તેથી) તેનું અનાદિ દુ:ખરૂપ ફળ પામ્યો હતો. હવે શરીરને આત્મા કેમ માનીએ? એ તો લોહીથી, વીર્યથી, સાત ધાતુનું બનેલું, જડ, વિજાતીય, નાશવાન અને પર છે. તે (શરીર) મારી ચેતના નથી. ૩૭૫. (શ્રી અનુભવપ્રકાશ) * અવિવેકી માનવ સ્ત્રીકે સંસર્ગકો સુખ કહતે હૈં કિંતુ વિચાર કિયા જાવે તો યહ હી દુઃખોકે બડે ભારી બીજ હૈ. ૩૭૬. (થી સારસમુચ્ચય) * જેમ ભૂખ્યો કૂતરો હાડકું ચાવે છે અને તેની અણી ચારેકોર મોઢામાં વાગે છે, જેથી ગાલ, તાળવું, જીભ અને જડબાનું માંસ ચીરાઈ જાય છે અને લોહી નીકળે છે, તે નીકળેલાં પોતાના જ લોહીને તે ખૂબ વાદથી ચાટતો થકો આનંદિત થાય છે. તેવી જ રીતે અજ્ઞાની વિષય-લોલુપી જીવ કામ-ભોગમાં આસક્ત વૈરાગ્યવષ ] થઈને સંતાપ અને કષ્ટમાં ભલાઈ માને છે. કામક્રીડામાં શક્તિની હાનિ અને મળ-મૂત્રની ખાણ સાક્ષાત્ દેખાય છે તોપણ ગ્લાનિ કરતો નથી, રાગ-દ્વેષમાં જ મગ્ન રહે છે. ૩૭૭. (શ્રી નાટક સમયસાર) એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતો હોય અને બીજી તરફ ત્રણ લોકનું રાજ્ય મળતું હોય તોપણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે, ત્રણ લોકનું રાજય પામીને પણ અમુક નિશ્ચિતકાલ પછી ત્યાંથી પતન થશે જ અને સમ્યગ્દર્શનનો લાભ થતાં અવિનાશી મોક્ષ-સુખ પ્રાપ્ત થાય છે. તેથી ત્રણ લોકના લાભ કરતાં સમ્યત્વનો લાભ શ્રેષ્ઠ છે. ૩૭૮.(શ્રી ભગવતી આરાધના) * ચૈતન્યરૂપ એકત્વનું જ્ઞાન દુર્લભ છે, પરંતુ મોક્ષ આપનાર તે જ છે. જો તે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ જાય તો તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. ૩૭૯. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * પ્રાણનો નાશ કરનાર વિષ ભોજનમાં ખાવું સારું, થાપદ (શિકારી પ્રાણી) સિંહ આદિ હિંસક પશુઓથી ભરેલાં વનમાં નિવાસ કરવો સારો, અને ભડકે બળતી અગ્નિમાં પડીને પ્રાણનો ત્યાગ કરવો પણ સારો; પરંતુ મિથ્યાત્વ સહિત આ સંસારમાં જીવવું સારું નથી. કેમ કે વિષ આદિથી પ્રાણનો નાશ થવાથી તો એક જન્મમાં જ દુઃખ સહન કરવું પડે છે, અને મિથ્યાત્વથી જનમ-જનમમાં પ્રતિક્ષણ તીવ્ર યાતનાઓનો સામનો કરવો પડે છે. ૩૮૦. (શ્રી સુભાષિતર-સંદોહ) * જો કોઈ ભી મનુષ્ય વિદ્વાન હૈ વે ભી કામ વ ધનકે સ્નેહમેં તત્પર રહતે હુએ ઇસ સંસારમેં મોહિત હો જાતે હૈ, યહ મિથ્યાભાવકી મહિમા હૈ. યહ બડે ખેદકી બાત હૈ. ૩૮૧.
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy