SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ [વૈરાગ્યવર્ધા આટલું હોવા છતાં પણ સંસારી જીવો સંસારથી વિરક્ત થતાં નથી. સાચું પૂછો તો સંસારમાં એકલી અશાતા જ છે, ક્ષણમાત્ર પણ શાતા નથી. ૨૪૩. (શ્રી નાટક સમયસાર) * જેમ શિકારીના ઉપદ્રવ વડે ભયભીત થયેલું સસલું અજગરના ખૂલ્લાં મોઢાને દર-બિલ જાણી પ્રવેશ કરે છે તેમ અજ્ઞાનીજીવ સુધા, તૃષા, કામ-ક્રોધાદિક તથા ઇન્દ્રિયના વિષયની તૃષ્ણાના આતાપ વડે સંતાપિત થઈને વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે, તેમાં પ્રવેશ કરીને પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિક ભવપ્રાણને નાશ કરી નિગોદમાં અચેતનતુલ્ય થઈને અનંતવાર જન્મ-મરણ કરતો થકો અનંતકાળ વ્યતીત કરે છે કે જ્યાં આત્મા અભાવતુલ્ય જ છે. ૨૪૪. (શ્રી રત્નકરંડશ્રાવકાચાર) * નવનિધિઓથી પણ એ સ્વમાનરૂપ ધનને મોટું ધન જાણીને તું હવે તેના રક્ષણ અર્થે પરમ સંતોષવૃત્તિને ધારણ કર! ધનાદિ વિનાશી અને તુચ્છ વસ્તુને અર્થે યાચના કરી આત્મગૌરવરૂપ પરમ ધનને લુંટાવા દેવું એ તને યોગ્ય નથી. સંસારપરિણામી જીવો તૃષ્ણાવશ બની સ્વમાનને પણ કોરાણે કરી દીનવતું વાચક બની જાય છે અને એ આશા તો નવનિધિ મળવા છતાં શમાવવી કેવળ અસંભવ છે, ઉલટી વધે છે. તો પછી એ અલ્પ પરિણામે વ્યાકુળતા જન્ય વિનાશિક ઇષ્ટ ધનાદિની પાછળ ઘેલા બની તેને અર્થે દીનપણું સેવવું એ શું તને ઉચિત છે? આમ ચિંતવી જેમ બને તેમ એ આશારૂપ ગ્રાહનો નિગ્રહ કર. ૨૪૫. (શ્રી આત્માનુશાસન) * ધન, પરિજન (દાસ--દાસી), સ્ત્રી, ભાઈ ઔર મિત્ર આદિકે મધ્યમ્સે જો ઇસ પ્રાણી કે સાથ જાતા હૈ ઐસા યહાં એક ભી કોઈ નહીં હૈ ફિર ભી પ્રાણી વિવેકસે રહિત હોકર ઉન સબકે વૈરાગ્યવષ ] વિષયમેં તો અનુરાગ કરતે હૈં, કિન્તુ ઉસ ધર્મકો નહીં કરતે હૈ જો કિ જાનેવાલેકે સાથ જાતા હૈ. ૨૪૬. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને-નિજસ્વરૂપનેછોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે! ૨૪૭. (શ્રી નિયમસાર-ટીક) * મોહના ઉદયરૂપ વિષથી મિશ્રિત સ્વર્ગનું સુખ પણ જો નશ્વર હોય તો ભલા બીજા તુચ્છ સુખોના સંબંધમાં શું કહેવું? અર્થાત્ તે તો અત્યંત વિનશ્વર અને હેય છે જ, તેથી મને એવા સંસાર-સુખથી બસ થાવ હું એવું સંસાર-સુખ ચાહતો નથી. ૨૪૮, (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જેની બન્ને બાજુ અગ્નિ સળગી રહી છે એવી એરંડની લાકડીની વચ્ચે ભરાયેલો કીડો જેમ અતિશય ખેદખિન્ન થાય છે તેમ આ શરીરરૂપ એરંડની લાકડીમાં ફસાયેલો જીવ જન્મ-મરણ આદિ દુઃખોથી નિરંતર ખેદખિન્ન થાય છે. એરંડની લાકડીમાં ફસાયેલો કીડો નાશી-ભાગીને ક્યાં જાય? કારણ કે બંને તરફ અગ્નિ સળગી રહી છે. હે ભાઈ! આ શરીરની પણ એ જ દશા જાણીને તેનાથી તું મમત્વ છોડ કે જેથી એ એરંડની લાકડીના કરતાં પણ અનંત દુઃખના કારણભૂત એવું શરીર જ ધારણ કરવું ન પડે. શરીર ઉપરનો અનુરાગ જ નવા નવા શરીર ધારણનું કારણ છે એમ જાણી પૂર્વ મહાપુરુષોએ એ શરીરથી સર્વથા સ્નેહ છોડ્યો હતો. ૨૪૯. | (શ્રી આત્માનુશાસન) * જેવી રીતે ખોબામાંથી પાણી ક્રમે ક્રમે ઘટે છે, તેવી રીતે
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy