SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ [ વૈરાગ્યવર્ધા તે રામ પણ યમરાજનો વિષય બની ગયા અર્થાત્ તેને પણ મૃત્યુએ ન છોડ્યા. બરાબર છે દૈવથી અધિક બળવાન બીજું કોણ છે? અર્થાત્ કોઈ પણ નથી. ૧૩૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * કાળે વર્ષા પડે, કાળે વૃક્ષો ખીલે, કાળે ચંદ્ર ખીલે, કાળે ઢોર ઘરે આવે, સ્વાતિનક્ષત્રના કાળે છીપમાં પાણી પડતાં મોતી પાકે, તેમ ઉત્તમ દેવ-ગુરુના મહાન યોગ-કાળે તું આવ્યો ને પૂજ્ય પદાર્થ અનુભવમાં ન આવે એ અજબ તમાસા છે! ૧૩૯. (દેહિનાં નિધાન) * વેરી હોય તે પણ ઉપકાર કરવાથી મિત્ર બને છે, તેથી જેને દાન સન્માન આદિ આપવામાં આવે તે શત્રુ પણ પોતાનો અત્યંત પ્રિય મિત્ર બની જાય છે. વળી પુત્ર પણ ઇચ્છિત ભોગ રોકવાથી તથા અપમાન તિરસ્કાર આદિ કરવાથી ક્ષણમાત્રમાં પોતાનો શત્રુ થઈ જાય છે. માટે સંસારમાં કોઈ કોઈનું મિત્ર નથી અને શત્રુ નથી. કાર્ય મુજબ શત્રુપણું અને મિત્રપણું પ્રગટ થાય છે. સ્વજનપણું, પરજનપણું, શત્રુપણું, મિત્રપણું જીવને સ્વભાવથી કોઈની સાથે નથી. ઉપકાર-અપકારની અપેક્ષાએ મિત્રપણું-શત્રુપણું જાણવું. વસ્તુતઃ કોઈ કોઈનું શત્રુ-મિત્ર નથી. માટે કોઈની પ્રત્યે રાગ-દ્વેષ કરવો ઉચિત નથી. ૧૪૦. (શ્રી ભગવતી આરાધના) * પોતે કરેલાં કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રી-પુત્રમિત્રાદિક) સુખ-દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રી-પુત્રમિત્રાદિક) ધૂતારાની ટોળી તને મળી છે. ૧૪૧. (શ્રી યશસ્તિલકચંષ્ટ્ર) * જો રાત્રિમે સંપત્તિ કે સાથ સોતે હૈ વહી પ્રાતઃકાલ વૈરાગ્યવષ ] નિર્ધન હો જાતે હૈં. સંપત્તિ સદાકાલ એક સમાન નહીં રહતી હૈ, ઇસકે સંબંધમેં કિસીકા અભિમાન નહીં ચલતા. ૧૪૨. (શ્રી બુધજન-સત્સઈ) * જીવોકે દેશ, જાતિ, કુલાદિ સહિત મનુષ્યપના હોતે ભી દીર્ધાયુ, પાંચો ઇન્દ્રિયોંકી પૂર્ણ સામગ્રી, વિશિષ્ટ તથા ઉત્તમબુદ્ધિ, શીતલ મંદકષાયરૂપ પરિણામોંકા હોના કાકાલીય ન્યાયકે સમાન દુર્લભ જાનના ચાહિયે. જૈસે કિસી સમય તાડકા લ પકકર ગિરે ઔર ઉસ હી સમય કાક આના હો એવમ્ વહ ઉસ ફલકો આકાશમેં હી પાકર ખાને લગે ઐસા યોગ મિલના અત્યન્ત કઠિન હૈિ. ૧૪૩. (શ્રી જ્ઞાનાર્ણવ) * અનાદિકાલસે ઇસ સંસારમેં ભ્રમણ કરતે હુએ ઇસ જીવકે અપને કર્મવશ કૌન બાંધવ નહીં હુએ ઔર કૌન શત્રુ નહીં હોંગે? અર્થાતુ અપને અપને કર્મવશ સભી જીવ એક દૂસરેકે મિત્ર ઔર શત્રુ હુએ હૈં ઔર હોંગે. ફિર ભી ન જાને ક્યાં યહ મનુષ્ય નવીન કુટુંબકે મોહમેં પડકર આપત્તિમેં પડતા હૈ ઔર જૈનધર્મકો છોડકર સદા અપને હિતસે ભ્રષ્ટ હોતા હૈ, આત્મહિતમે નહીં લગતા. ૧૪૪. (શ્રી સુભાષિતરત્નસંદોહ). * અજ્ઞાની પોતે પોતાને છેતરે છે ને માને છે કે અમે લાભમાં છીએ, આમ જગત અનાદિથી ઠગાણું છે. ૧૪૫. (દષ્ટિનાં નિપાન) * જિસકે આધીન અપની આત્મા નહીં હૈ ઉસકે આધીન દૂસરે માનવ કૈસે હો સકતે હૈં? જિસકે આધીન અપની આત્મા હૈ વ જો શાંત હૈ ઉસકે આધીન તીન લોક હો જાતા હૈ. ૧૪૬. (શ્રી સારસમુચ્ચય)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy