SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આગવી કળા રામચંદ્રજી પાસે હતી જે કારણે ‘હાયવોય'ની જગ્યાએ ‘હોય’ ચાલ્યા કરે...સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર કીરને રામજી દુઃખમાંય સુખી રહ્યા હતા. દુ:ખને વળાવવા ચાહતા હો તો - દુ:ખનો સ્વીકાર કરો, તિરસ્કાર ન કરો. દુઃખ મારાં જ કરેલાં કર્મનું ફળ છે તેવું વિચારો. દુઃખને હસતાં મુખે સહન કરી લો. પેલા ભોળા ભક્ત તુકારામને સામે લાવો. તેમની પત્ની વિચિત્ર સ્વભાવવાળી હતી. રોજ ખટપટ ચાલતી હતી. છતાંય તુકારામ જાતને દોષિત ગણી પ્રભુ ભજનમાં લીન થઈને દુઃખનાં વાતાવરણમાં સુખી. રહેતા હતા. પરદેશી રાજાના જીવનને નિહાળી લો. ધર્મથી ઓપતી જેની જિંદગી બની હતી. છટ્ઠના પારણે છàની તપસાધના કરતા હતા. તેમની પત્નીનું નામ સૂરિકંતા હતું. તેને પરદેશીનું ધર્મ આચરણ ના ગમ્યું તેની અભિલાષાઓ સંતાષાતી ન હતી. પરિણામે રાણી સૂકિંતાએ પરદેશીને પારણામાં ઝેર પીવડાવી દીધું હતું. છતાં જુઓ પરદેશીની કેવી નિર્મળ દષ્ટિ હતી. તે કહે છે કે સૂરિવંતા નિર્દોષ છે માત્ર તે તો નિમિત્ત છે. મારાં જ કર્મોનો આ દોષ છે...! જેના કારણે દુ:ખ પણ સુખ બની ગયું હતું. આવા તો એક નહિ અનેક દાખલાઓ ઈતિહાસનાં પાને સુવર્ણ અક્ષરે લખાયા છે. જેઓને જિંદગીમાં દુઃખના ઘૂંટડા પ્રેમથી અમૃત માની પી જઈને સમાજને પ્રેરણાનું પાથેય પૂરું પાડયું છે. આ કથાઓને આંખ સામે રાખવામાં આવે તો મોટે ભાગની આપણી વ્યથાનો સુખદ અંત આવી જાય તેમ છે. તેમાં લેશ શંકા નથી. તમને લોકોને સોળ રોગ તો થયા નથી ને ? માત્ર નાનકડા રોગોથી તમે હારી શા માટે જાવ છો? રોગમાં હસતાં રહેવા માંગતાં હો તો જેમને તમારા કરતાં વધુ રોગો છે તેમને યાદ કરીને પ્રભુનો ઉપકાર માનો કે મને ગૂમડું જ થયું છે પણ કેન્સર તો નથી થયું ને ? જો જો પછી ગૂમડાની પીડા આપોઆપ ઓછી થયા વિના રહેશે નહિ...! તમારી જાતને સુખી માનો તમારો દીકરો તમારી સામે બોલે છે. તમારી અપેક્ષા અનુસાર ચાલતો નથી. માટે તમે હતાશ થઈ ગયા છો. દીકરાને હવે જોવો ગમતો નથી. તેની સાથે વાત કરવાય તમે રાજી નથી, ખરુંને? તો તમારી આંખ સામે કોણિકને લાવી દો. તમને તમારી દીકરો ફટકા તો મરાવતો નથી ને? અથવા તો દીકરાઓએ એમના મા-બાપને ઘરડા ઘર ભેગા કરી દીધા છે તેના કરતાં ત સારો છે ને ? તમારું કહ્યુન જ નથી કરતા. એટલું જ દુઃખ છે. તેમાં દિકરાને ધિક્કારની દષ્ટિથી જોઈને તમે શા માટે દુઃખી થાવ છો? રામ જેવો પુત્ર આ જમાનામાં તમને નથી મળ્યો તેનું તમને દુઃખ થતું હશે, પરંતુ આ કોણિક જેવો પુત્ર તમોને આ કળિયુગમાં નથી મળ્યો તે માટે તમારી જાતને ભાગ્યશાળી માનો...! તમારા પતિના સ્વભાવ બાબતે તમે દુઃખી થઈ જાવ છો ખરુંને? પતિ તરફથી તમારી અપેક્ષાઓ પૂરી થતી નથી માટે તમે દુઃખી છો ? તમારી ધારણા બધી ખોટી પડવાથી તમે દુઃખી થઈને બેઠા છો ? તો તમારી આંખ સામે અંજનાસતીના પતિ પવનજંયને લાવીને ગોઠવી દો...! બાર વરસ સુધી જેને સામું પણ જોયું નથી ખબર પણ રાખી નથી. છતાં અંજના ધર્મમય જીવન જીવી રહી હતી. તો મારે તો ઘણું સારું છે અંજના કરતાં. તો શા માટે દુઃખી થઈને જિંદગીને ઝેરવત બનાવી રહ્યા છો? પત્ની તરફથી જો તમે દુઃખી થતા હો તો તમારી સામે તુકારામને ગોઠવી દો, જુઓ પછી તમે જ પ્રભુનો ઉપકાર માનવાનો ભૂલશો નહિ. અચ્છા ચાલો... પરદેશી જેવી તો પત્ની તમોને નથી જ મળીને તમારા ઉપવાસના પારણે મગ અને મગનું પાણી પીવડાવી છે.. ગરમ રાબ અને સૂંઠ ખવડાવે છે. આભાર માનો ઈશ્વરનો કે આ કળિયુગના કાળમાંય તમારા નસીબ ઘણાં ઉજળાં છે... ! તમે તમારી ૧૮૮ –૧૮૭
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy