SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યો છું... તને ટોડર કહ્યું તો તારાથી સહન ન થયું ? બોલ, હવે તારે શું કહેવું છે...?” ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એ માનવો, વિસરશો નહિ. ડોક્ટરનાં દિલમાં પણ વીજળીનો ઝબકારો થયો... જબરજસ્ત ધરતીકંપ થયો. તેના અંતરમાં... થયું કે મારાથી ભયંકર અપરાધ થયો. તેના હૈયામાં આઘાત લાગ્યો. “બસ... મા... આવી ભૂલ ફી ક્યારેય નહિ કરું... મને માફ કર... તારો ઉપકાર હું ભૂલ્યો અને અહંકારના પાપે આપના દિલને દુઃખ પહોંચાડયું બસ. હવે પછી ડો. ટોડરમલ નહિ હવે ટોડલો કહીશ તોય મને મંજૂર છે.” ડો. ટોડરમલ તો સારોયે સમાજ કહેશે... મારી વ્હાલી મા ટોડલો કહી બોલાવવાનો તો તારો જ અધિકાર છે. હું ભૂલ્યો! મા મને સાફ કરજે...!” બસ... ટોડરમલને માની અભક્તિના અપરાધનો ખ્યાલ આવી. ગયો. પછીનો સમય અને શક્તિ માની જિંદગીભર ભક્તિ કરવામાં જીવન લગાડી દીધું...! આ વાત પરથી આપણે બોધ લેવાનો છે... મા તરફથી જ વાત્સલ્ય મળી શકે તેમ છે. માટે સેવામાં ક્યાંય કચાશ રાખશો નહિ...! જૈનશાસ્ત્ર તો ત્યાં સુધી જણાવે છે કે પુત્રને દીક્ષા લેવાના ભાવ જાગે તો મા-બાપની રજા વિના દીક્ષા આપી શકાય નહિ... હૈયાની હોશ સાથે જો રજા આપે કે મારી દીકરાને દીક્ષા આપો. ત્યારે જ તેને કરેમિ ભંતેનો પાઠ ભણાવી શકાય છે. મૃગાપુત્ર તેમની માતાને કેવી મધુર વાતની રજૂઆત કરીને દીક્ષા લેવા માટે સમજાવે છે...! મા મને નરકમાં... કાપી નાંખવામાં આવતો હતો. ફાડી નાંખવામાં આવતો હતો. ગરમ તવામાં બળી નાંખવામાં આવતો હતો... મા વધુ તો શું કહ્યું ત્યાં મારા શરીરના ટુકડે ટુકડા કરી નાંખવામાં આવતા હતા અને હા મા... ત્યારે હું ખૂબ ધ્રૂજતો.. રડતો... બૂમો પાડતો છતાં મારી કોઈ દયા ખાતું ન હતું...! નરકના આ જાલિમ અને ભયાનક દુઃખો પાસે માતાજી સાચું કહું છું. સંયમનાં દુઃખો પાસે માતાજી સાચું કહું છું. સંયમનાં દુઃખો જ નથી લાગતા...! આવી અનેક બાબતની રજૂઆત કરીને માતાજીની પાસે દીક્ષા માટેની સમ્મતિ મેળવી હતી. છ જીવોના અધિકારમાં... બન્ને પુત્રોએ મા-બાપને કેવી વૈરાગ્ય સભર વાતોથી હતી. છ જીવોના અધિકારમાં... બન્ને પુત્રોએ મા-બાપને કેવી વૈરાગ્ય સભર વાતોથી સમજાવીને વૈરાગી બનવા દીધા હતા. બધાય દીક્ષા પંથે નીકળી ગયા. થાવસ્ત્રાપુત્રની માતા પણ દીકરાને સંસારમાં રોકાઈ જવા કેટલો સમજાવે છે ? પણ પુત્રે માતાને જગતના વાસ્તવિક સ્વરૂપનું સચોટ દર્શન કરાવ્યું. ત્યારે માતાએ સહજ દીક્ષા માટેની જગતના વાસ્તવિક સ્વરૂપનું સચોટ દર્શન કરાવ્યું. ત્યારે માતાએ સહજ દીક્ષા માટેની અનુજ્ઞા આપી હતી. ટૂંકમાં સારું કામ કરવામાં ય મા-બાપના હૈયાની સમ્મતિ લેવાથી સારા કામમાં સફળતા મળે છે. જ્યારે સંમતિ લીધા વિના કાર્ય કરવામાં સો ટકા સફળતા પ્રાયઃ મળતી નથી, મા-બાપના હૈયાને દુઃખી કરીને એટલે કે તેમની ખુશી વિના લીધેલી દીક્ષા ગુરુમાતાના હૈયાને ખુશ કરી શકતી નથી. ઠાણાંગસૂત્રમાં ચાર પ્રકારના પુત્રો બતાવ્યા છે. તેમાં અભિજાત નામનો પુત્રનો ભેદ છે તે બતાવે છે. મા-બાપ કરતાં સવાયો હોય. દશરથ કરતાં જેમ રામ સવાયા થયા હતા. બીજા નંબરમાં અનુજાત, મા-બાપની પરંપરાને અનુસરનાર. ઈન્દિરાજી જેમ નહેરૂના પગલે ચાલ્યા હતા તેમ ત્રીજા નંબરમાં કુલાંગર મા-બાપથી ઉતરતા ગુણવાળા. શ્રેણિકના પુત્ર કોણિકે પિતાને ફટકા મારવાની સજા ફટકારી હતી. ત્યારબાદ ચોથા નંબરમાં અપજાત એટલે કે મા-બાપ સારાયે કુળને કલંક લગાડવાનું કાર્ય કરતા પુત્ર. આ ચારમાં આપણે આપણી જાતને ગોઠવવી જોઈએ. આપણો નંબર શેમાં આવે છે...? સારામાં નંબર ના આવતો હોય તો આજથી જ દઢ સંકલ્પ કરો સારા પુત્ર તરીકે નંબર મેળવવા માટેનો. મા-બાપની સાથેના વ્યવહારમાં જે કુશળ અને ભક્તિ ભાવવાળો -૧૬o -૧૬૮
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy