SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જોકે મહાવીરનો માર્ગ છે ક્ષત્રિયોનો. જે શિર લઈ શકે, શિર દઈ શકે. તેવા ક્ષત્રિયો ત્યાગના માર્ગે ચઢે ત્યારે સંસાર તજવા માટે મરવા પણ તૈયાર બની જાય છે. વાંદો જોઈને બાર ગાંવ દૂર ભાગી જનારો શું ધર્મના માર્ગે આવેલા કષ્ટોમાં ઊભો રહી શકવાનો? શ્રેષ્ઠ મોક્ષ માર્ગ મળ્યો છે અને મોક્ષમાર્ગના ભોમિયા ગુરુદેવ પણ મળ્યા છે. તો માનવ જીવનને ઉજ્જવળ અને ઉન્નત બનાવવાની ધર્મ કળા જીવનમાં શીખી લઈએ. આજના દિવસે રજૂ કરવું છે કે આપણે ધર્મની શરૂઆત ક્યાંથી કરીશું? તો ધર્મની શરૂઆત આપણી જાતથી અને આપણા માનવના ખોળિયાથી કરીશું. ઈશ્વર બનતાં પહેલાં આપણે ઈન્સાન બનવું પડશે. ઈશ્વર એ શિખરની ટોચ છે તો ઈન્સાન એ તળેટી છે. ઈન્સાન બન્યા વિના ક્યારેય ઈશ્વર બનવામાં સફળતા મળતી નથી. “હે માનવ, તું માનવ બન!'' મહાન બનવા માટેની પ્રથમ શરત છે તું માનવ બન. પ્રભુએ પ્રાણીને પ્રાણી બનવા માટે કહ્યું નથી. તો પંખીઓને પંખી બનવાનું કહ્યું નથી. કહ્યું છે માત્ર માનવને માનવ બનવાનું. માનવના ખોળિયાને વફાદાર રહેવાનું. અને હા, પશુ જગતમાં પશુઓએ પશુની જાતને જેટલું નુકસાન નથી પહોંચાડ્યું એના કરતા માનવે માનવજાતને અને પશુની જાતને નુકસાન પહોંચાડ્યું છે. કતલખાનાનું સર્જન કરનાર કોણ? અણું શોધી અણુબોંબ બનાવનાર કોણ? પશુ કે આપણે? હિંસક હથિયારો બનાવનાર કોણ છે? આપણે જ ને! માનવ જાતે માનવ જાતને ભયભિત બનાવી છે. કોઈ પશુએ આજ દિન સુધી પશુને મારવા કે રંજાડવા કોઈ અણુબોંબ કે કોઈ હથિયાર શોધ્યા નથી. બુદ્ધિને કુબુદ્ધિમાં ફેરવી નથી. માનવ જાતે પોતાની ઈન્સાનિયતને નેવે મૂકી દીધી છે. તમે માનવતાના ગુણોથી વંચિત હશો તો ભગવાનના ગુણો તમારામાં ક્યાંથી આવશે? ભગવાનને યાદ કરનારને મારે એટલું જ કહેવું છે તું પહેલા ઈન્સાન બન. એટલે જ કહ્યું છે કે : ‘ઈન્સાન કો ઈન્સાન બનાયા જાય, ચા કોઈ નયા ભગવાન બનાયા જાય.' ૧૨૯ આજે ઈશ્વરની ધૂન બોલનારા, ઈશ્વરની શોધ કરનારા અને ભગવાનના મંદિરે જઈ પોતાની જાતને ભક્ત ગણનાર, ઉપાશ્રયમાં આવીને પોતાને ધર્મી માની લેનારા, સંત પાસે બેસી સજ્જન ગણી લેનારા, માનવીઓ બહારથી જુદા છે અને અંદરથી કંઈક નાટકો ખેલે છે. એ પાર્ટીમાં જુદા મૂડમાં હોય છે. એ ક્લબોમાં જુગારના મૂડમાં હોય છે. ઘરમાં કંઈક દેખાવો કરીને જીવે છે. બજારમાં તો કંઈક નવું જ મોડલ બની જીવે છે. ઉપાશ્રયમાં વળી સાવ ધર્મિષ્ઠ બની બેસે છે તો પ્રાર્થના સભામાં કે બેસણામાં સાક્ષાત્ લાગણીશીલ ઉદાસ રહે છે. “બંધ કરો'' આ નાટકો અને કૃત્રિમતાની આઢેલી ચાદરોને ઉઘાડી-ફગાવી દો. વાસ્તવિક જીવન જીવવા માટે તૈયાર બનો. પંખીઓએ માળા બાંધ્યા છે પણ માળામાં તાળાં માર્યા નથી. આપણે તાળાં મારીને જીવીએ છીએ. કોઈ આવી ચોરી કરી જશે. આ માનવજાતને દુનિયામાં જ ભેળસેળ અને અદલાબદલીની વ્યથા સર્જાઈ છે. હાય! માનવે જ માનવજાતનું અહિત સર્જ્યું. કોર્ટને જન્મ આપ્યો. જેલનું સર્જન કર્યું. યાદ રાખો, સૃષ્ટિનું જેટલું ખરાબ થાય છે તે માનવ જાતની ભેટ છે. આપણે જ આ સૃષ્ટિને અનર્થોથી અભડાવી છે. સૂર્ય નિયમિત, ચંદ્ર નિયમિત, પશુ-પંખી નિયમિત, પુષ્પ નિયમિત, હાય! માનવી એક જ અનિયમિત. સવારે ઊઠવાનું નક્કી નહીં, સુવાનું તો રામ જાણે. ખાવાનું ભૂખ લાગે ત્યારે નહીં, સમય થાય ત્યારે. કોઈ કાર્યમાં નિયમિતતા ખરી ? ચણ લેવા જાય તે પંખીની દુનિયા, મણ લેવા જાય તે માનવીની દુનિયા.’ સૂર્ય ઊગીને ભેદભાવ વિના પ્રકાશ આપવાનું કામ કરે છે તો ચંદ્ર એટલું જ ભેદ રાખ્યા વિના શીતલતા આપવાનું કાર્ય કરે છે. નદી માનવ-પશુના ભેદ કર્યા વિના સર્વેને તૃપ્ત બનાવવાનું કાર્ય યુગોથી અવિરત કરી રહી છે. પુષ્પ વિના સ્વાર્થે ફોરમ પ્રસરાવવાનું કાર્ય કરે છે. મારે માનવીને પૂછવું છે “તારો વ્યવહાર કુદરતના તત્ત્વો જેવો છે કે કૃત્રિમતા સભર છે? આપીને ખાય છે કે કોઈનું પડાવીને ખાય છે? તારા ૧૩૦
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy