SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અને દુર્ગુણોથી પણ ભરેલો છે અને સદગુણો પણ તેનામાં છે, તમે જેવી દષ્ટિ લઈને જીવો છો તેવું તમોને જણાય છે, દેખાય છે. જગત કે વ્યક્તિનો દોષ નથી, દોષ આપણી જોવાની દષ્ટિનો છે. ધર્મ જોતા શીખવાડે છે. ધર્મ દષ્ટિનો વિકાસ કરાવે છે. ધર્મ ટૂંકી દષ્ટિને દીર્ધ અને સૂક્ષ્મ બનાવે છે. વર્ષોથી આપણે ધર્મારાધના કરીએ છીએ તો આપણી દષ્ટિ દીર્ધ બની છે કે છીછરી છે? આપણી દષ્ટિનો વિકાસ મલીન છે કે નિર્મળ? આપણી દષ્ટિ સમ્યક્ છે કે મિથ્યા? તપાસી લઈએ આપણે આપણી દ્રષ્ટિને. જુઓ, દષ્ટિનો વિકાસ કરનાર પરદેશી ઝેર ગટગટાવી ગયા પણ પત્નીને દોષિત ન બનાવતા નિમિત્ત ગણી. સમતાભાવ હૃદયમાં ધારણ કર્યો. કારણ ધર્મ દ્રષ્ટિનો આ પ્રભાવ હતો. જ્ઞાની ભગવંતો કહે છે જેમ ધન આવતા માણસમાં પરિવર્તન આવે છે તેમ ધર્મથી જીવની દષ્ટિમાં પરિવર્તન આવે છે. ધર્મનું કાર્ય છે પ્રસન્નતા આપવાનું ધર્મ તમોને આનંદિત બનાવે, હર હાલતમાં હરિયાળા બનાવે. પ્રતિકૂળતાએ તમારો ઉત્સાહ ખંડિત ન થવા દેવાનું કામ આ વીતરાગ પ્રભુએ બતાવેલો ધર્મ કરે છે. ધર્મનું ફળ પ્રસન્નતા છે. રોગ વચ્ચે તમોને હસતાં રાખે, ભોગ વચ્ચે તમને અલિપ્ત રાખે. કાદવમાંય કમળ ખીલવાની કલા બક્ષે, દુઃખ વચ્ચે પણ તમોને ખુશ રાખે, દર્દ વચ્ચે પણ મર્દ રાખવાનું ઉત્કૃષ્ટ કાર્ય આ ધર્મનાં હાથમાં છે. ફક્ત તમોને તમારા ધર્મ પર અતૂટ વિશ્વાસ-શ્રદ્ધા હોવી જોઈએ, કે મારી પાસે ધર્મ છે ત્યાં સુધી મને કાંઈ થવાનું નથી અને થશે તો હું તૈયાર છું, સ્વીકારી લેવા. આટલી ખુમારી તમારી પાસે હોવી જોઈએ, ધર્મી ક્યારેય દુઃખમાં કે દર્દમાં રડતો ન હોય. કર્મોના ઉદય છે, તેમ સમજીને પ્રસન્નતાથી સહતો હોય છે. હું તમોને પૂછું તમારા હાથમાં રૂપિયા આવી જાય તો તમે રડો કે હસો ? તમારા હાથમાં દાગીના કોઈ આપે તો તમે ઝૂમી ઊઠો કે ઝૂરો? તમોને કોઈ પાર્ટીમાં લઈ જાય તો તમે આનંદ વિભોર બનો કે વિષાદના સાગરમાં પડો? તમો નવાં વસ્ત્રો પહેરીને મૂડમાં રહો છો કે મૂડલેસ ? ત્યારે આપ સર્વેનો જવાબ હશે સાહેબ, આવાં કાર્યોમાં રડવાનું હોય ? આનંદ જ કરીએ ને? બસ, જુઓ જ્ઞાની ભગવંતોનું આજ કહેવું છે. જેના હૈયામાં ધર્મ વસ્યો હોય તે ધર્મની ક્રિયામાં, ધર્મનાં સ્મરણમાં, ધર્મશાસ્ત્ર વાંચનમાં, ધર્મવાણી સાંભળતી વેળાએ કે તપાનુષ્ઠાન કરતી વેળાએ તે ધર્માત્મા રડતો હોય કે આનંદ વિભોર હોય ? ધર્મ પ્રસન્નતા અર્પે છે. પછી તમે ગમે તેટલી મોટી વિટંબણામાં કેમ ન ઘેરાયા હો! પ્રત્યેક પળે, પ્રત્યેક સ્થળે, પ્રત્યેક પરિસ્થિતિમાં ધર્મ જીવને પ્રસન્ન રાખવાની ગેરંટી આપે છે. જુઓ ઘાણીમા પિલાતા મુનિવરોને. ઘાણીમાં પિલાઈ જવા છતાં કેવા પ્રસન્ન રહ્યા હતા. તો જીવતા ચામડી ઉતારાવતા મુનિવર કેવા પ્રસન્નતાથી ઊભા હતા. વાહ ગજસુકુમારમુનિ ! તમારી પ્રસન્નતાએ તો ગજબ કરી હતી. તો રોજના ૫૦૦ ફટકા ખાનાર પ્રભુ વીરના ભક્ત શ્રેણિકને આ ધર્મે કેવો પ્રકૃલિત રાખ્યો હતો. આપણી દશાનો વિચાર કરો કે ખાવામાં થોડું ઓછું આવે કે કાચું આવે તો આપણે કેવા હલી જઈએ છીએ. પહેરવા ઓઢવાનું ઓછું મળે, કોઈ બોલાવે ન બોલાવે, સન્માનની ઈચ્છા છતાં અપમાન મળે તો આપણે કેટલાય દિવસ સુધી મૂડલેસ થઈ ફરીએ છીએ. ધર્મ રોજ કરવા છતાં આપણી આ દશાનું મૂળ કારણ છે ધર્મ હૃદયસ્થ બન્યો નથી. હૃદયસ્થ બનેલો ધર્મ આપણને આનંદ આપ્યા વિના રહે જ નહીં. કહ્યું છે ને ? ધર્મ ધર્મ તો લોકો બહુ કરે, પણ ધર્મનો મર્મ તો જાણે નહીં... ધર્મનો મર્મ સમજાય જાય તો જીવ, અન્યને દેખાડવા માટે નહીં પણ પોતાની જાતને સુધારવા માટે ધર્મ કરે. તમે તમારી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રસન્નતાને પામતા રહો. કોઈપણ ઘટના બને છે તે સારા માટે જ બને છે તેવું વિચારી ધર્મ કરતાં રહો. જે થાય તે સારા માટે : એક રાજા અને પ્રધાન જંગલમાં ફરવા ગયા હતા. અચાનક રાજાના પગના અંગૂઠા પર ઝાડ પડયું ને અંગૂઠો તૂટી ગયો. પ્રધાનની એક આદત હતી કે બધી બાબતમાં તે બોલતો “જે થાય તે સારા માટે.” આ સૂત્ર એણે હદયસ્થ કરેલું. પણ જ્યાં રાજાનો અંગૂઠો તૂટેલો જોયો ને પ્રધાનથી આદત મુજબ બોલાઈ ગયું “જે થાય તે સારા માટે.” અને રાજાને આવ્યો ગુસ્સો. ભલા, ગુસ્સ જ આવે ને ? જે સૂત્ર આપણે -૧૨૫ -૧૨૬
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy