SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતો નથી. વિનય ગુણ માત્ર ગુર હોય એટલા પૂરતો વિનય કરવાનો એમ નહીં. પરંતુ ૨૪ કલાક વિનયવંતા બની જીવવાની કળા શીખવાની હોય છે. વિનયની કોઈ સીમા નથી, વિનય ગુણ અસીમ છે. કારણ, વિનય કરનારને પણ અસીમ મેળવવાની ભાવના છે. અહંકાર વિના ૨૪ કલાક વિનય સાથે જ રાખવાનો. વિનમ્ર બન્યા વિના ધર્મની શરૂઆત થતી નથી. જ્ઞાન મળે પણ વિનય વિના જ્ઞાન ફળે તો નહીં જ. વિનયથી મેળવાય તે જ્ઞાન અને જ્ઞાનથી મળે તે મુક્તિ. તો મુક્તિના મૂળમાં વિનય છે. મૂળ વિના વૃક્ષ ક્યાંથી ટકી શકે? તો ભલા વિનય વિના ગુણો કઈ રીતે તમારામાં ટકી શકે. મૂળ વિનાના વૃક્ષની જે હાલત થાય છે તેનાં કરતાં વધુ દુ:ખજનક ગંભીર દશા વિનય ધર્મના અભાવમાં આત્માની સર્જાય છે. માટે જ સર્વે અધ્યયનોમાં વિનય નામના અધ્યયનને પ્રથમ સ્થાન આપ્યું છે. વૃક્ષ ફળથી ભરાય છે ત્યારે વૃક્ષ નમે છે. વાદળાં પાણીથી ભરાય છે ત્યારે વાદળાં વરસે છે. ઓ માનવી! તું પૈસાથી ભરાય છે ત્યારે અક્કડ કેમ ફરે છે? | વિનય વિના જીવનનો વિકાસ થતો નથી. બધા ગુણો હોય, તપ ત્યાગ. જોરમાં હોય, જ્ઞાનના માધ્યમે સર્વેને આંજી દીધા હોય, પરંતુ વિનય ન હોય તો લખી રાખો બાકીના બધા ગુણો મીંડાના સ્થાને છે. વિનય એકડાના સ્થાને છે. જીવનમાંથી એકડો જ ઊડી ગયો હવે રહ્યું શું? પુણ્યના બળે સાધનાના ક્ષેત્રે ગમે એટલા આગળ વધવાનું થાય, ત્યારે એ ભૂલવું ન જોઈએ કે વિનય એ મારો રગેરગમાં વસેલો ગુણ છે. અહંકાર માણસને વિનયી બનવામાં અવરોધ ઊભો કરે છે. અહંકાર રાખીને આચરેલી ધર્મ આરાધના એટલે દૂધમાં તેજાબનાં ટીપાં નાખવાં. જેવી બાબત છે. આજ દિન સુધી આપણે અહત ન બની શક્યા તેના મૂળ કારણમાં આપણામાં પડેલો અહં છે. એ અહં જ જીવને અહં બનાવવામાં નિષ્ફળ બનાવે છે. એટલે જ કહ્યું છે અહં રે અહં તું જા મરી બાકી રહેશે તે હરી. અહંનો નાશ એટલે વિનયની સફળતા, તમારો વિનય ગુણ સફળ થયો છે કે નહીં તે જોવા માટે એ નિરીક્ષણ કરતા રહો કે તમારો અહંકાર મૃત્યુ પામ્યો? માંદો પડયો ? જો ‘ના’તો સમજી લેવાનું કે વિનય કરવામાં તમે ક્યાંક ભૂલો કરી લાગે છે. સૂર્ય ઊગે ને અંધકાર રહે એ વાતમાં શો માલ છે? વિનય પ્રગટે અને અહંકારનો અંધકાર ઊભો રહે તેમાં શો માલ છે? વિનય પ્રકાશ છે, અહં અંધકાર છે. સાધનોનો કરેલો અહંકાર તો સાધનાના કેન્દ્ર સમા ઉપાશ્રયમાં આવી. ધોઈ શકાશે. પણ સાધના ક્ષેત્રે સેવેલો, પોષેલો અહંકાર ક્યા ક્ષેત્ર જઈ ધોશો ? અહંકારને ભગાડવાના કેન્દ્ર પણ અહંકાર પુષ્ટ કરતા રહ્યા તો. સમજી લેજો કે અવતાર હારી જવાના. સંસારમાં રખડી જવાના, ધનના અહંકારને જ્ઞાનના માધ્યમે સાફ કરી શકશે, પરંતુ જ્ઞાન મેળવીને અહંકારને પોષશો તો ક્યાં જઈને અહંકારના પાપને ધોઈ શકશો? અહં સાથે યુદ્ધ કરો. યુદ્ધ મેદાન દીક્ષાનું મેદાન બન્યું હતું. બંને ભાઈઓ આમને સામને યુદ્ધમાં સ્વ વિજય ઈચ્છી રહ્યા હતા. યુદ્ધ જામ્યું હતું. કોણ જીતશે ને કોણ હારશેની ઉત્કંઠા યુદ્ધ જોનારના દિલમાં જાગી હતી. બંને ભાઈઓ એક બીજાને પછાડી વિજયી બનવા તનતોડ મહેનત લગાવી રહ્યા હતા. આ બંને ભાઈ એટલે ત્રઢષભપુત્ર બાહુબલી અને ભરત. યુદ્ધ સર્જાય છે તેમાં પ્રાયઃ અહંકારની ફાળ સવિશેષ હોય છે. યુદ્ધ થવા જ ન દેવામાં મોટો ફાળો નમતાને જાય છે. નમ્ર બન્યા વિના કોઈ નારાયણ બનવા સફળ બનતું નથી. નમ્રતા એ સાધનાની સફળતાનું મૂળ છે. ખ્યાલ હશે, માટલાનો આકાર આપતા પહેલા કુંભાર માટીને નમ્ર સરળ બનાવે છે. રોટલી વણતાં પહેલાં લોટને નરમ બનાવવો પડે છે. બસ, આત્માને નિરાકાર બનાવવાની પ્રથમ શરત છે નમ્ર બનો. આજે જ્યાં જ્યાં સંઘર્ષ અને સમસ્યા ઊભી થઈ છે તેમાં નમ્રતાનો અભાવ જ કામ કરે છે. નમ્ર બન્યા વિના વિકાસ કરવામાં જોખમ એટલે છે કે તે વિકાસ જ તેના -૧oo -૧૦૮
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy