SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભરવાના આજના માનવીને જેટલા અભરખા છે એટલા ભક્તિથી ભરપૂર બનવાના નથી. જેને લઈને ભક્ત હૃદયથી વંચિત બની માનવ જીવનને ભોગવિલાસના રસ્તે વેડફી નાખવાની મિથ્યા વૃત્તિ પ્રવૃત્તિનો ભોગ બન્યો છે. શ્રેણિક ભગવાનના સાચા ભક્ત બન્યા હતા જેથી મહાદુ:ખ વચ્ચે પણ સમતાભાવમાં મસ્ત હતા. જે આપણા ભાવિના ભગવાન બનવાના છે. માનવભવને મેળવી તમારાથી કાંઈ જ ન બની શકાય તો કમસે કમ ભક્તહૃદયના સ્વામી બનજો. ભવ તરી જવાશે. અને અંતમાં ભક્ત હૃદયવાળાને ભગવાનમાં દોષ દેખાય નહીં અને ભગવાનના ગુણો દેખાયા વિના રહે નહીં. જ્યારે ભક્તહૃદયથી વંચિત જીવને ભગવાનમાં ગુણ દેખાય નહીં. જોઈ લો ગોશાલક અને ગૌતમ ગણધર ગુરુને, બસ ત્યારે આ ભવમાં બહુ જ અગત્યનું અને મહત્ત્વનું કાર્ય છે. ભગવાનના ભક્ત બની જીવન જીવવાનું ચાલુ કરો. ભક્ત અવસ્થા જરૂર ભગવાન અવસ્થા અપાવશે. ૠષિપ્રધાન દેશ આજે ખુરશી પ્રધાન દેશ બન્યો છે. ખુરશી માટે લડનાર વ્યક્તિ ખુશીમાં રહેવાની મઝા ખોઈ નાંખે છે. 0 30 30 લગ્ન પહેલાં પત્ની બોલે છે. “તું મારો'' પતિ બોલે છે “તું મારી'' લગ્ન પછી થોડા " મહિના બાદ “તું” અદૃશ્ય થઈ જાય છે અને રહે છે “મારામારી'' ૧૦૧ જીવન વિનાનું ઘડતર, ઘડતર વિનાનું જીવન માનવીના મનને સૌથી મોટી અસર વાતાવરણની છે. વાતાવરણથી વિવેકાનંદ બનાય અને વાતાવરણથી હિટલર જેવા પણ બનાય. ટૂંકમાં માણસને જે વાતાવરણ મળે તેવો તે બને છે. આપ સર્વે ભાગ્યશાળી છો કે આપને સંતોનો યોગ, ધર્મની મોસમનું વાતાવરણ પ્રાપ્ત થયું છે. માણસને ઘડનારા પાંચ અંગ તમારી સામે રજૂ કરું છું : ૧) પૂર્વના સંસ્કારો ઘડે છે : જીવના પૂર્વ ભવોના જેવા સંસ્કાર હોય તેવો માણસ બને છે. ઉચ્ચ સંસ્કારોનું બળ લઈને આવેલ જીવ જન્મથી જ શાન્ત, ગુણિયલ હોય છે. જ્યારે કુસંસ્કારના ભાર સાથે જન્મ ધારણ કરનાર કોણિકની માફક પહેલેથીજ અવળા વિચારે ચડી અહિતના માર્ગે જાય છે એટલે સંસ્કારો માણસને ઘડે છે. ૨) મા-બાપ ઘડે છે : માણસને સંસ્કારી, ગુણિયલ અને ધર્મી મા-બાપ પ્રાપ્ત થઈ જાય તો માણસ ઘડાય છે. દીકરાના ઘડવૈયા મા-બાપ છે. છત્રપતિ શિવાજી જેવા વીર અને ચંદ્રશેખર આઝાદ જેવા ખુમારીવંતાં સંતાનોને આવા મા-બાપે જ ઘડતર કરી મહાન બનાવ્યા છે. ૩) સજ્જન મિત્ર ઘડે છે : ઉપર્યુક્ત બે વાતથી નથી ઘડાયા તેઓ સજ્જન મિત્રના સંગે ઘડાય જાય છે. મિત્ર બનાવવામાં જેઓ થાપ ખાઈ ગયા તે જીવન હારી ગયા સમજો. આજે વ્યસન-ફેશનને રવાડે લઈ જનારા મિત્રો ગલીએ ગલીએ મળશે. પરંતુ સજ્જન, ધાર્મિક, દેશ રક્ષાના, ધર્મરક્ષાના ગુણોથી શોભતા મિત્રો દિવો લઈ શોધવા જશો તોય મળશે નહીં અને કદાચ મળશે તો જીવને ગમશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે! ૪) ચોથા ઘડવૈયા છે સંતો : બહુ જ મહત્ત્વનું અંગ છે સંત સમાગમ. સંતોનો સપર્ક, સંત શરણ. માણસ સંત પાસે જાય ત્યારે ખરાબીઓથી બચે છે અને ખુબીઓથી ભરાય છે. સારાસારનો વિવેક દિપક પ્રગટે છે. હિતા-હિતનું જ્ઞાન કિરણ પ્રાપ્ત કરે છે. જેઓ સંતોના સંગ વિના જીવે છે તેઓ જીવે છે પણ જાગતા નથી અને જીતતા પણ નથી માટે સંતોનો સંગ જીવનમાં બહુ જ મહત્ત્વનો અને અગત્યનો છે. ૧૦૨
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy