SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અહં એટલે આત્મ સ્વરૂપ. જેઓએ ખરેખર આત્માને પામવો છે, સમજવો છે, અને ઓળખવો છે તેઓએ કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થનો, કોઈપણ કુળનો, કોઈપણ ગોત્રાદિ પુણ્ય કે પાપથી મળેલાનો અંતરમાં મદઅહંકાર કરવાનો ત્યાગ કરવો જોઈએ. કારણ, સંસારના ક્ષેત્રે કરેલા અહંકારનું પાપ ધર્મના ક્ષેત્રે ધોઈ શકાય છે. પરંતુ ધર્મના ક્ષેત્રે કરેલા અહંકારનાં પાપો ક્યાં જઈને ધોશો ? યાદ રાખો! ૩ સફળ જોયા અસંખ્યાતિ વાર ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્રને આત્મા પામ્યો છે, તો સંસારની એક નહીં અનેક બાબત અનેકવાર પામ્યો છે. આગમના સૂત્રને આત્મસાત્ કરી લેવું ભૂલશો નહી. વિશેષ ગૌત્ર, વિશેષ પદાર્થો કે વિશેષ ગતિ પ્રાપ્ત થવાથી, આત્મા વિશેષ બની જતો નથી. અને અવિશેષ સ્થાન ગતિ જવાથી ખરાબ થઈ નથી જતો. આત્મા તો આત્મા જ રહે છે. એ તો. કર્મ વળગણ ઉદયાધીન છે. પરંતુ આત્મ સ્વભાવ ઉદયાધીન નથી.. આત્માનો જ્ઞાન-દર્શન ગુણ સ્વભાવ સહજ છે. માટે વમળમાં ફસાવું નહીં. અને અહમ્ કરવો નહીં. અને વળગણમાં જ અટવાયો તો જન્મ-મરણનું ચક્ર ચાલુ જ રહેવાનું તેમાં બે મત નથી. મરીચિ નાચવા લાગ્યા સમવસરણ રચાયું છે. બારે પ્રકારની પરિષદા ઉપસ્થિત છે. પ્રભુ ત્રઢષભદેવ દિવ્ય દેશના આપી રહ્યા છે. આ સમોસરણની શરૂઆત ભરતક્ષેત્રમાં પ્રભુ બદષભદેવથી શરૂ થઈ. ભવ્યાત્મા સમોસરણમાં જગ ભૂલી જિનેશ્વર દેવની વાણીનું શ્રવણ કરી જાતનું સ્મરણ કરી રહે છે. સમવસરણમાં ઉપદેશને વિરામ અપાયો. પરિષદ સૌ સૌના સ્થાનેથી ગંતવ્ય સ્થાન તરફ આનંદવિભોર બની જવા લાગી. પરંતુ ભરત ચક્રવર્તીને મનમાં એક સવાલ ઊઠ્યો હતો અને એ સવાલનો જવાબ પ્રભુ પાસે મેળવવો હતો, તેથી તેઓ અંજલિ કરીને પ્રભુને પ્રશ્ન પૂછે છે. પ્રભુ! આપની આ સભામાં કોઈ તીર્થંકરનો આત્મા છે ? ત્યારે પ્રભુએ પ્રસન્ન ચિત્તે ઉત્તર આપ્યો કે હે ભરત, છે પણ તે આ સમોસરણમાં નહીં, પરંતુ સમોસરણના દરવાજે તમારો જ પુત્ર મરિચી આ જ ભરતક્ષેત્રના ચોવીશમાં તીર્થકર બનવાનો છે. અરે! ભરત ચક્રવર્તીના આનંદનો કોઈ પાર ના રહ્યો અને તરત જ સમવસરણના દરવાજે રહેલા મરિચી પાસે જઈ ભરતા ચક્રવર્તી એક ત્રિદંડી મરિચીને ભાવપૂર્વક નત મસ્તકે વંદન કર્યા અને આનંદ વ્યક્ત કર્યો કે મરિચી હું તમારા આ ત્રિદંડીપણાને વંદન કરતો. નથી, પરંતુ તમારો આત્મા ભાવિના ૨૪મા તીર્થંકર બનવાનો છે માટે વંદન કરું છું... બસ મરિચીના કર્ણપટ પર આ વાત પડી, ત્યાં તો ઔર નાચી ઉઠયો. વાહ! અમારું કેટલું ઉંચું ગોત્ર ? મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું ભાવિનો તીર્થકર. બસ પોતાના કુળ ગોત્રનો રસ રેડીને મદ કર્યો અને પરિણામે ભવોભવ પ્રભુના આત્મા માટે ઉચ્ચકુળમાં જન્મ મળવાનું રદ થઈ ગયું. આ વાત એ કહેવા માંગે છે કે મળેલાનો મદ કરશો નહીં. નહિતર બીજા ભવમાં બધુંય રદ થઈ જશે. યાદ રહે ભક્ત હૃદય બને ત્યારે આ મદ-અભિમાન જીવનમાંથી અલવિદા થાય છે કારણ કે ભક્તિમાં મન સમર્પણ બને છે અને અહંની આહુતિ અપાય છે. ભગવાનના ભક્ત બનો. જીવનમાં ધર્મક્ષેત્રે પ્રવેશતા સૌ પ્રથમ બનવાનું છે ભગવાનના ભક્ત. ભક્ત બન્યા વિના ધર્મક્ષેત્રે કોઈ ક્યારેય સફળ બન્યું નથી. ભક્ત હૃદયવાળાને સૌથી મોટી સફળતા જો કોઈ મળતી હોય તો તે છે તેના અહંકારના ચૂરેચૂરા થઈ જાય છે. અહમ્ ઓગળી જાય છે. સમર્પણ સહજ બને છે. હૃદય ભક્તનું બને ત્યારે ધર્મની શુભ શરૂઆત થાય છે. ભક્ત બન્યા વિના જેઓ પંડિત બન્યા છે, ભક્ત ગુણનો વિકાસ કર્યા વિના જેઓ સમાજક્ષેત્રે આગળ વધ્યા છે અને ભક્તપણું પ્રાપ્ત કર્યા વિના જેઓ જૈનશાસનના કાર્ય કરવા લાગી ગયા છે, તેઓને પ્રાયઃ અહંકારનો અજગર ગળી જાય છે. બસ પછી એ ભલે પોતાની જાતને સેવા કરીને સેવક માને. ભલેને તે દાન કરીને સમાજમાં દાનેશ્વરી તરીકે પંકાય. અરે શ્રાવક સાધના વ્રત પણ કેમ ન સ્વીકારે, પરંતુ અંતે ભક્ત હૃદય વિના તે તમામ તેના માટે અહંકારનું કેન્દ્ર બની જાય છે. ભક્તિની શક્તિ અમાપ અને અસીમ છે. માટે જ કહેવામાં આવ્યું છે, ભક્તિ ભવસિંધુ તરાતી હૈ, ભક્તિ ભવતાપ મીટાતી હૈ, - ૯૫
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy