SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સહી શકે ન તો રડી શકે. જોઈ લો શ્રેણિકની દશા કોણિકે શું કરી હતી ? ચાલો, તમે કહો છો ને કે અમને પુત્ર બહુ વ્હાલો લાગે છે. હવે તો જરાય ફરશો નહીં ને ? બરાબર મક્કમતાથી કહો છો ને કે અમને પુત્ર વ્હાલો લાગે છે. ચાલો, હું તમને એ પણ બતાવી આપું કે તમને પુત્ર હાલો નથી. તમારી પત્ની પુત્રને જન્મ આપવાની છે. ઘડી પછી જ્યાં પુત્ર જન્મશેની ઊંચી ભાવનામાં હોસ્પિટલની લોબીમાં આંટા મારતા હતા ત્યાં રૂમમાંથી બહાર આવીને ડૉક્ટરે સમાચાર આપ્યા કે કાં તો મા બચશે. અને કાં તો બાળક, તમે કહો તેમ કરીએ. બોલો, આવા સંજોગોમાં તમે શું નિર્ણય લેશો? તમને પુત્ર હાલો છે તે વાત ભૂલતા નહીં. જલ્દી બોલો, કેમ મૌન ધારણ કરી લીધું ? તમે સાચું બોલજો, આવા સમયે તમે શું કરો ? સાહેબ, પત્નીને જ બચાવવાનું કહેવું પડે ને! તો સાબિત થઈ ગયું કે તમને પુત્ર કરતાં પત્ની વધુ વ્હાલી છે. જુઓ, તમે કેટલા ફરી જાવ છો. યાદ રાખજો, જેનું ગણિત ક્યારેય ન બદલાય તે જ્ઞાની. જેનું ગણિત બદલાયા વિનાનું ન રહે તે અજ્ઞાની. પ્રસંગે રંગ બદલે તે સંસારી અને પ્રસંગે વૈરાગ રંગ ચડે તે સંચમી. હવે, પૂછો આપણી જાતને કે આપણે ક્યાં છીએ ? ચાલો, તમે કહો છો કે પત્ની વ્હાલી છે, તો એ પણ બતાવી આપું કે તમે તેમાં પણ હજી પાક્કા નથી. રાત્રિના બાર વાગ્યાની આસપાસ ગુંડા લોકો ઘરમાં ઘૂસી જાય, લક્ષ્મી-ઝવેરાત લૂંટી લે, અને કહે કે તમારા બેમાંથી કોઈ એકના પ્રાણ મારે લેવા છે. બોલો, હવે તમારી દશા કેવી હશે? ત્યારે કહેશો કે મને જીવવા દો, કારણ કે મને મારો જીવ વ્હાલો છે. જ્ઞાની ભગવંતો એ જ જણાવવા માગે છે કે જીવને સૌથી વ્હાલો પોતાનો જીવ હોય છે, પરંતુ મોહદશાને લઈને તે પૈસાને વ્હાલો બનાવે છે. પુત્રને વ્હાલો માને છે. પત્નીને પોતાની માને છે. પરંતુ મોહનો નશો ઊતરતાં વાસ્તવિક દશાનું દર્શન કરીને પોતાનો જીવ જ વ્હાલો બનાવે છે. જીવા વ્હાલો બનાવનાર જીવની રક્ષા કરશે તેમાં બે મત નથી. પરંતુ જીવને વ્હાલો બનાવ્યો નથી અને જડ જ વ્હાલું લાગે છે. સુખ કેવું છે? એક યુવાને મને પૂછ્યું, મોક્ષમાં શું છે? મેં કહ્યું, સુખ છે. યુવાને પૂછ્યું, કેવું સુખ છે ? મેં કહ્યું, હું મોક્ષમાં જઈને અનુભવીને આવું પછી કહ્યું... યુવાન હસવા લાગ્યો. મેં કહ્યું, ભલા મોક્ષનું સુખ શબ્દમાં ન આવી શકે. મોક્ષસુખનો અનુભવ છે. મેં યુવાનને કહ્યું, મોક્ષ સુખ કેવું છે તે બતાવું. પરંતુ તું મને એ કહે કે ગોળ કેવો? યુવાન કહે, ‘ગળ્યો’. ‘અચ્છા, ગળ્યો, પરંતુ કેટલો ગળ્યો ?' પૂછ્યું. યુવાન કહે, “ગળ્યો એટલે ગળ્યો, એમાં કેટલો ગળ્યો તે કેવી રીતે બોલાય...? !' અચ્છા, હવે હું તને પૂછું કે ઘીનો સ્વાદ કેવો? યુવાન વિસ્મય પામીને મારી સામે જ જોવા લાગ્યો... બોલ ભાઈ ઘીનો સ્વાદ બોલ, મારી સામે શું જુએ છે ? બસ, યુવાન બોલી જ ન શક્યો. ઘી જડ છે અને જડનો ગુણધર્મ અનુભવવા છતાં જીભથી શબ્દમાં લાવી શકાતું નથી. તો ભલા, મોક્ષ તો ચૈતન્યનો ગુણધર્મ છે, અરૂપી છે, એવા મોક્ષતત્ત્વને શબ્દમાં કઈ રીતે લાવી શકાય? અરે, પ્રભુએ મોક્ષને જગતના કોઈ તત્ત્વ સાથે સરખાવ્યો નથી. કારણ, ‘ઉવમાનન્થિ’ મોક્ષ સુખ માટે જગતમાં કોઈ ઉપમા જ નથી. ઉપમાને પેલે પાર જેનું સુખ છે, એવા મોક્ષ ઉપરની શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અવિશ્વાસના કેન્દ્ર પર પણ તમે કેટલો વિશ્વાસ જમાવી જીવન જીવો. છો, તો જે વિશ્વાસનું કેન્દ્ર છે તેમાં શંકા શા માટે ? જૈનધર્મ શ્રદ્ધા પ્રધાન ધર્મ છે, ત્યારબાદ પુરુષાર્થ પ્રધાન. તમને તમારા પરિવાર પર વિશ્વાસ છે. તમને તમારી લક્ષ્મીનો ભરોસો છે. મને તો કાંઈ જ થવાનું નથી. મોત બીજાને આવ્યું, મને વાર છે. રોગ બીજાને થયો છે, મને નહીં થાય. આવા અંધ વિશ્વાસ પર આપ જીવો છો તો તિજ્ઞા તારથw એવા તીર્થંકર પ્રત્યે, તેઓના જયવંતા જૈનશાસન પ્રત્યે, શાસ્ત્ર પર, સંતો પર અને તમે જે કરો છો તે સાધના પર કેટલો વિશ્વાસ? યાદ રાખજો, શ્રદ્ધા વગરની સાધના, જીવને તારતી નથી, શ્રદ્ધા સહિતની સાધના, જીવને ડૂબાડતી નથી. કંદમૂળમાં અનંત જીવો છે, ભલે પ્રયોગમાં સિદ્ધ થાય કે નહીં, પરંતુ પ્રભુના ઉપયોગમાં સિદ્ધ થયેલ બાબત છે કે કંદમૂળમાં અનંત જીવો છે. - ૯૨ ૯૧
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy