SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થયા બાદ, અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં જીવનો મોક્ષ અવશ્ય થાય છે. જીવની આ સિદ્ધિ કંઈ ઓછી છે? જુઓ, તમે ભાડાના ઘરમાં રહેતા હો, તો ભલે તમારી રહેણી કરણી, મકાનમાલિક જેવી હોય પરંતુ અંતરમાં તો એ વાતનો ભેદ સતત વર્તતો રહેતો હોય કે ઘર ભાડાનું છે મારૂં નથી. પાડોશીના બાળકને રમાડતી. મા, બાળકને ખૂબ લાડ કરે. ખવડાવે, રમાડે. જોનારને એમ જ થાય કે આ બાળકની માતા જ છે. પરંતુ રમાડનાર સ્ત્રીને ખબર હોય છે કે આ પાડોશીનું બાળક છે, મારું નહીં, અને આ ભેદ તો નિરંતર ઊભો જ હોય લગ્ન પ્રસંગે માંગીને બીજાના દાગીના પહેરીને પ્રસંગમાં મસ્તીથી. મહાલતા હો પણ તમારું મન તો ભેદ બતાવતું જ હોય છે કે આ દાગીના મારા નથી, બીજાના છે. ભલે જોનારને આ વાતનો ખ્યાલ ન આવે પણ પહેરનારને જરૂર હોય છે. બસ, ભેદજ્ઞાન પ્રગટ થાય તે સમકિત અને ભેદભાવ ઊભો કરે તે મિથ્યાત્વ. શરીર એ હું નથી, હું આત્મા છું. આ ભેદજ્ઞાન સતત કરાવે. હું આત્મા છું, શરીર નથી એવું જ્ઞાન દર્શન નિરંતર વર્તી રહે તો જીવ નિર્લેપ રહી શકે. નિર્લેપ બન્યા વિના ધર્મની શરૂઆત થતી નથી. ખારા સમુદ્રમાં મોતીને રહેવું નથી પણ રહેવું પડે છે. ખારા સંસારમાં, સમકિતીને રહેવું નથી પરંતુ રહેવું પડે છે. કૃષ્ણ મહારાજા પણ સંસારમાં રહ્યા હતા, પરંતુ તેમનું મન સંયમમાં હતું. સંયમ મળે તો મારા ત્રણ ખંડને ક્ષણમાં છોડી દઉં. પરંતુ નિયાણું કરીને આવ્યા હોવાને કારણે સંયમ ના ગ્રહી શક્યા. સંસારના કાદવમાં જગ્યા પણ સંસારના કાદવથી અલિપ્ત રહ્યા. આપણે પણ સંસારના કર્તવ્ય કરીએ પણ આ કર્તાપણાના ભાવો કરી, કર્મોના બંધનથી દૂર રહી સાચા સમકિતી બનીને આજથી જીવવાનું ચાલુ કરી દઈએ. અમલ બની નિર્મલ બનવા માટે નિર્લેપ રહેવું તે જેટલું મહત્ત્વનું સાધના જીવનનું અંગ છે એથી પણ વધુ આવશ્યક અને મહત્ત્વનું અંગ છે, નિર્દોષ જીવન જીવવાની પધ્ધતિ. નિર્લેપ રહેવા સમકિત જોઈએ તો નિર્દોષ જીવન જીવવા માટે જીવ પાસે સંયમ-ધર્મ જોઈએ. સમકિત સત્ય દર્શાવે છે જ્યારે સંયમ સત્યને પામે છે. સત્યદર્શન વિના સત્ત્વ પામવું ઘણું મુશ્કેલ છે. પરંતુ સત્યદર્શન થયા બાદ. સંગમનિ ચ વરિયં સંયમ ધર્મમાં સમ્યક્ પરાક્રમ ફોરવવું. ભીતર યાત્રા જોઈએ છે માનવીને સુખ, પણ સાધનોના માધ્યમે જોઈએ છે. માનવીને શાન્તિ જોઈએ છે, પણ સત્તાના આધારે જોઈએ છે. માનવીને સમાધિ જોઈએ છે, પરંતુ પરિવારના માધ્યમે. શું મેળ ખાય આ માનવીનો, જેમાં જે નથી અથવા જેના વડે મળી શકે તેમ નથી તે શું મળે? ઘરમાં ખોવાઈ છે. ૬૦ વરસના માજી લાઈટના થાંભલા નીચે કંઈક શોધી રહ્યાં હતાં. મોટી ઉંમર અને આંખોની ઝાંખપ, ચીજ કંઈક ખોવાઈ છે જે મળે તેવી આશા છે. ત્યાંથી એક યુવાન પસાર થતાં તેની નજરમાં વૃધ્ધ માજી દેખાયાં. નજીક જઈને પૂછ્યું, મા શું શોધો છો ? બેટા! હું ક્યારની મારી સોય શોધી રહી છું. ઘણી શોધી પણ મને મળતી નથી. યુવાને આ વાત સાંભળી મા ને કહ્યું મા તમે બેસો હું હમણાં જ તમારી સોય શોધી આપુ છું, અને યુવાન સોય શોધવાનાં કામમાં લાગી ગયો ચારે બાજુ ફેંદી વળ્યો પણ કેમેય સોય મળતી નથી. મા પાસે જઈને યુવાને કહ્યું, મા તમારી સોચ અહિંયા જ ખોવાઈ છે. એ તમોને બરાબર ખબર છે ને ? હા બેટા મને બરાબર ખબર છે કે મારી સોય ખોવાઈ છે અને તે મારા ઘરમાં ખોવાઈ છે... ઓ મા, તમે પહેલા બોલ્યાં હોત તો હું તમારી સોય ઘરમાંથી જ શોધી આપત ને ? હા બેટા તારી વાત સાચી છે, પરંતુ ઘરમાં અંધારું છે હું કેવી રીતે શોધી શકું એટલે આ લાઈટમાં શોધવાનું કહ્યું. બસ, આ વાત પરથી સમજવાનું છેકે જ્યાં જે નથી ત્યાં તે ન શોધાય, જ્યાં જે છે ત્યાં જ અખંડ પુરુષાર્થ આદરાય. શરીરમાં સુખ શોધનાર, સંપત્તિને જ કેન્દ્રમાં રાખીને જીવનાર, સત્તા જ જેમનું જીવન નિશાના બનાવી ડોશી જેવી મુર્ખતા કરી રહ્યાં છે. હવે જ્યાં છે જ નહીં ત્યાં કયાંથી મળવાનું છે? આકાશમાં ફૂલ ઉગાડવાની મહેનત કરનાર ક્યારેય સફળ ૮o - ૮૮
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy