SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અને દુરાચારનો ભોગ બની જીવનને વેરાન રણ બનાવવું છે, જોઈ લો સિકંદરને, જીવન મળવા છતાં કેવું જીવન જીવ્યા, અને જોઈ લો વિવેકાનંદને, જીવન ઉપવન સજીને જીવી ગયા. એકના જીવનમાંથી આસક્તિની દુર્ગધ છે. તો એકના જીવનમાં પ્રેરણાનો પરિમલ છે. તમારું જીવન એવું હોવું જોઈએ કે જેમાંથી અન્ય માનવોને પ્રેરણા મળે કે જીવન કેવું જીવવું જોઈએ. જો તમારા ખુદમાં જ ઉણપ હશે તો અનેક જીવો અવળા રસ્તે જીવન ગાડી ધકેલી દેશે. કોઈની જિંદગી બગડે તેવું વર્તન આપણે શા માટે કરવું જોઈએ? તારા જીવનથી કોઈનું જીવન બની જશે તારા સૂચનથી કોઈનું સર્જન થઈ જશે અરે ઉણપ હશે એ માનવી ને તારા જીવનમાં તો કાંટા તો શું, ફૂલ પણ દુશ્મન બની જશે. માનવનું જીવન ઘણા ભવો બાદ પ્રાપ્ત થાય છે, અને આ જીવન જો લાપરવાહ બનીને જીવ્યા તો જીવનરક્ષા કરવામાં આપણે નિષ્ફળ રહેવાના. પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં જીવન વિષે દર્શાવતાં જણાવ્યું છે કે માનવીનું જીવન કેવું છે ? ‘ાદા સા ' ઝાકળના બિંદુ જેવું. હવાનો એક ઝપાટો આવે અને બિંદુનું જીવન સમાપ્ત થઈ જતાં વાર ન લાગે. તેમ માનવીનું જીવન આયુષ્યનો એક ઝપાટો વાગતાં સમાપ્ત થઈ જાય છે. માટે. જ પ્રભુએ જીવનને ગુણોથી સભર બનાવી જીવવાની વાત વારંવાર બતાવી છે. ભલે, જીવનનો ભરોસો નથી. જીવનનું રક્ષણ આપણા હાથની વાત નથી. પરંતુ જીવનના સંસ્કારોની રક્ષા તો આપણા ખુદના જ હાથની વાત છે. ગુણરક્ષા : જીવનરક્ષા કરીને પ્રાપ્ત કરેલા ગુણોનું રક્ષણ કરવું એ બહુ જ મહત્ત્વની અને અગત્યની વાત છે. ગુણો મેળવવામાં વરસોની મહેતન અને સાધના કરવી પડે છે, જ્યારે પ્રાપ્ત થયેલા ગુણો તો ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. યાદ રહે, માનવનો જન્મ ગુણ પ્રાપ્તિ અને દોષોની સમાપ્તિ માટે મળ્યો છે. પુણ્યવાન મનુષ્ય જન્મ પામે છે. પરંતુ ગુણવાન મનુષ્ય જ ભગવાન સ્વરૂપને પામી શકે છે. આ મનુષ્ય ભવમાં કોઈ ડૉક્ટર બન્યા, કોઈ વકીલ બન્યા, કોઈ એજીનિયર બન્યા. પરંતુ યાદ રાખજો કે જો ગુણવાન બનવાનું ભૂલી ગયા તો કિંમતી જીવન પામીને હારી જશો જેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. ગુણ પ્રાપ્તિની મહેનત કરવી એ આ જીવનનું અને જન્મનું સૌથી મહત્વનું કર્તવ્ય બને છે અને ગુણ પ્રાપ્ત કર્યા બાદ તેની રક્ષા કરવી એ બીજા નંબરનું કર્તવ્ય છે. જેમ ધન મેળવવું અને ધનની રક્ષા કરવી એ જરૂરી છે, તેમ ગુણ મેળવવા અને ગુણની રક્ષા કરવી એ પણ અત્યંત જરૂરી છે. પ્રાણીઓના પ્રાણની રક્ષા એ દ્રવ્યદયા છે, જ્યારે આત્માના ગુણોની રક્ષા એ ભાવદયા છે, જે જીવને સમાધિ પમાડે છે. જો સાતાનો ઉદય હશે તો ગમે તે ખાવા અને ગમે તેવા વાતાવરણમાં રહેશો તો પણ શરીરમાં બિમારી નહિ પ્રવેશે. કારણ સાતાનો પ્રભાવ છે. બસ, તે જ પ્રમાણે જો ભાવદયા પાળી હશે, તો ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સમાધિભાવ ટકી રહેશે. વિયોગનાં વમળ સર્જાશ તો પણ, તે હાલતમાં પણ તમને સમાધિભાવ આપશે. ગુણરૂપી. ભાવરક્ષા એ ધર્મની ફલશ્રુતિ છે જ્યારે ગુણ પ્રાપ્તિ એ ગુણોની ફલશ્રુતિ છે, આત્મસમાધિ એ વાત ભૂલવા જેવી નથી. જીવનમાં ગુણો મેળવવા સહેલા છે, પરંતુ તે ગુણોની રક્ષા કરવાનું કામ તેથી પણ વધુ કઠિન કામ છે. ખેડૂત ચાર મહિનાની મહેનતને અંતે ગાંસડીઓ ભરીને કપાસ ઘરે લાવે ત્યારે રાજીનો રેડ હોય છે. ખેડૂતના દીકરાનો દીકરો રમતાં રમતાં ચૂલામાંથી સળગતું લાકડું કપાસની ગાંસડીમાં નાખી દે, અને જોતજોતામાં આગ લાગી જાય, અને એ ભયંકર આગમાં ગાંસડીઓ બળીને રાખ થઈ જાય અને તે ખેડૂતની ચાર મહિનાની મહેનત અલ્પ સમયમાં જ ખાખ થઈ જાય ત્યારે એ ખેડૂતના શા હાલ થાય...? આખી જિંદગી દોડધામ કરીને કરેલી કમાણી, અને એ કમાણી બંગલો બનાવવામાં લગાડી દીધી. સુંદર-આલિશાન બંગલો તૈયાર થઈ ગયો. હજી રહેવા જવાની તૈયારી ચાલતી હતી ત્યાં તો ધરતીકંપના એક આંચકાએ બંગલો જમીનદોસ્ત કરી નાખ્યો. આખી જિંદગીની મહેનત ભોંય ભેગી થઈ ગઈ. હવે, આ સમયે બંગલાના માલિકની શી દશા થાય...? અનુભવી જ્ઞાનીઓ જણાવે છે કે તપ, ત્યાગ અને સાધના કરીને ક્ષમા આદિના ગુણો પ્રાપ્ત કરનાર સાધક, એકવાર કષાયની અગ્નિમાં સળગે ૮૩ = ૮૪
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy